For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક હિજાબ યુવતીની ઘટનાના Video પર ભડકી સ્વરા ભાસ્કર, ઋચા ચઢ્ઢા - કાયરોનુ ઝુંડ, શરમજનક

કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓના હિજાબ પહેરવાને લઈને થયેલા વિવાદ બાદ એક વીડિયો વાયરલ થયો જેના પર સતત સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કર્ણાટકમાં મુસ્લિમ છોકરીઓના હિજાબ પહેરવાને લઈને થયેલા વિવાદ બાદ એક વીડિયો વાયરલ થયો જેના પર સતત સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આ મામલે બૉલિવુડ અભિનેત્રી ઋચા ચઢ્ઢા અને સ્વરા ભાસ્કરે પણ પોતાનો વિરોધ વ્યક્ત કરીને તેને ખોટુ ગણાવ્યુ છે. આ વાયરલ વીડિયો કર્ણાટકની એક કૉલેજમાં ગણાવવામાં આવી રહ્યો છે. જ્યાં બુરખો પહેરીને એક છાત્રા કૉલેજ પરિસરમાં પહોંચે છે. ત્યાં હાજર ભગવો ગમછો પહેરેલા છોકરાઓનુ ઝુંડ છોકરીના વિરોધમાં નારેબાજી કરવા લાગે છે. પછી આ બધા છોકરીનો પીછો કરવાનુ શરુ કરે છે.

સ્વરા ભાસ્કરે આ ઘટનાને શરમજનક ગણાવી

સ્વરા ભાસ્કરે આ ઘટનાને શરમજનક ગણાવી

છાત્રા પણ પોતાના પક્ષમાં નારા લગાવતી દેખાય છે. આ વીડિયોમાં છાત્રો જય શ્રીરામનો નારો લગાવે છે અને છોકરી અલ્લાહ હુ અકબર બોલતી દેખાઈ રહી છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ વીડિયો શેર કરીને ભેડિયા લખ્યુ છે. સાથે જ એક અન્ય ટ્વિટમાં સ્વરા ભાસ્કરે આ ઘટનાને શરમજનક ગણાવી છે.

ઋચા ચઢ્ઢા બોલી- કાયરોનુ એક ઝુંડ એક એકલી મહિલા પર હુમલો

ઋચા ચઢ્ઢા બોલી- કાયરોનુ એક ઝુંડ એક એકલી મહિલા પર હુમલો

આ સાથએ ઋચા ચઢ્ઢાએ આ વીડિયો શેર કરીને તેની આકરી ટીકા કરી છે અને લખ્યુ છે કે પોતાના દીકરાઓએને સારી રીતે મોટા કરો. કાયરોનુ એક ઝુંડ એક એકલી મહિલા પર હુમલો કરે છે. તેના પર ગર્વ અનુભવે છે? કેટલા લૂઝર છે. શરમજનક. આ અમુક વર્ષોમાં બેરોજગાર, વધુ નિરાશ અને દરિદ્ર થઈ જશે. આટલુ ખરાબ પાલનપોષણ તેમના માટે કોઈ સહાનુભૂતિ નહિ.

જીશાન અય્યુબ - આ ગુંડા જ હતા અને છે. તમે લોકો પોતાના બાળકોને ઓળખી લો

જીશાન અય્યુબ - આ ગુંડા જ હતા અને છે. તમે લોકો પોતાના બાળકોને ઓળખી લો

આ મામલે અભિનેતા જીશાન અય્યુબે પણ વીડિયો પોસ્ટ કરીને પોતાની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે અને લખ્યુ છે કે આમનો સ્કૂલો જવાનો કોઈ ફાયદો ન થયો અને ના થશે. આ ગુંડા જ હતા અને છે. તમે લોકો પોતાના બાળકોને ઓળખી લો. પોતાની પેઢી આવી બનાવવા માટે વોટ કર્યા હતા. આ છોકરીની હિંમતને દાદ આપુ છુ. ફરીથી કહુ છ કે આ લોકો છોકરીઓના શિક્ષણ અને તેમને ભણાવવાની વિરુદ્ધ છે.

ફિલ્મમેકર નીરજ ઘાયવાન - જવાબદેહીની માંગ

ફિલ્મમેકર નીરજ ઘાયવાન - જવાબદેહીની માંગ

ફિલ્મમેકર નીરજ ઘાયવાને પણ આ ઘટનાની નિંદા કરી છે અને ટ્વિટ કર્યુ છે કે નરસંહાર દરવાજા પર છે. પ્રગતિશીલ હિતૈષી હિંદુઓએ પોતાની અંદરની નફરતને દૂર કરવી પડશે. જવાબદેહી માંગ કરવી પડશે. જબરદસ્તી કાર્યવાહી કરવી પડશે.

6 છાત્રાઓએ લગાવ્યો આરોપ

6 છાત્રાઓએ લગાવ્યો આરોપ

મીડિયા રિપોર્ટ મુજબ હિજાબનો વિરોધ ગયા મહિને ઉડુપીની સરકારી મહિલા પીયુ કૉલેજમાં શરુ થયો. જ્યાં 6 છાત્રોએ આરોપ લગાવ્યો છે કે હેડસ્કાર્ફ પહેરવાના કારણે તેમને ક્લાસમાં આવવાથી રોકવામાં આવી હતી.

English summary
Karnataka hijab girl video viral: Swara Bhaskar. Richa chadha other Bollywood celebs reaction
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X