
PM રાહત કોષમાં કાર્તિક આર્યને દાન કર્યા 1 કરોડ, દેશના લોકોના કારણે જ કમાયો છુ
આખી દુનિયા હાલમાં કોરોના વાયરસ(કોવિડ-19) સામે જંગ લડી રહી છે. આ મહામારીને ફેલાતી રોકવા માટે ભારતમાં 21 દિવસનુ લૉકડાઉન લાગેલુ છે. આ ખતરનાક વાયરસ સામે જંગમાં સામાન્યથી લઈને બૉલિવુડ હસ્તીઓ સુધી બધાએ દિલ ખોલીને દાન આપી રહ્યા છે. આ અભિયાનમાં બૉલિવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ શામેલ થઈ ગયા છે. કાર્તિક આર્યને પ્રધાનમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાની રકમ જમા કરાવી છે. આ અંગેની માહિતી તેમણે ખુદ પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કરીને આપી છે.
કાર્તિક આર્યને ટ્વિટમાં શું કહ્યુ
કાર્તિક આર્યને આ વિશે ટ્વિટમાં કહ્યુ, એક દેશ તરીકે અત્યારે એકસાથે ઉભા રહેવાની જરૂર છે. હું જે કંઈ પણ છુ, જે કંઈ પણ હુ કમાયો છુ, તે માત્ર ભારતના લોકોના કારણે છે અને આપણા બધા માટે જ મે પીએમ રાહત કોષમાં એક કરોડ રૂપિયા દાન કરી રહ્યો છુ. મે મારા બધા સાથી ભારતીયોને કોઈને કોઈ રીતે મદદ કરવાનો આગ્રહ કરુ છુ. કાર્તિક આર્યનના આ ટ્વિટ પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ભારતમાં 1071 થઈ સંક્રમિત લોકોની સંખ્યા
તમને જણાવી દઈએ કે ભારત સહિત આખી દુનિયામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીનના વુહાન શહેરથી ફેલાવાનુ શરૂ થયેલ આ વાયરસને યુરોપીય અને પશ્ચિમી દેશોને પણ પોતાની ચપેટમાં લઈ લીધા છે. કોરોના વાયરસથી દુનિયાભરમાં અત્યાર સુધી લગભગ 34,007 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે દુનિયાભરમાં બિમારીથી સંક્રમિત થનારાની સંખ્યા 724,278 થઈ ગઈ છે. વળી, ભારતમાં અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યા 1071 થઈ ગઈ છે જ્યારે આ મહામારીથી 29 લોકોના મોત પણ થયા છે.
આ પણ વાંચોઃ ઈન્ડિયન ઓઈલઃ 15 દિવસ પહેલા બુક કરાવો ગેસ સિલિન્ડર, અમારી પાસે છે પૂરતુ ઈંધણ