શું કેટરિના આપશે રણબીરને જડબાતોડ જવાબ?

Written By:
Subscribe to Oneindia News

કરણ જોહરનો ચેટ શો કૉફી વિથ કરણ પહેલેથી જ ખૂબ ચર્ચામાં રહ્યો છે. બોલિવૂડના સિતારાઓ જે સવાલોના જવાબો મીડિયા સામે નથી આપતા તેના જવાબો આ ચેટ શોમાં ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી મળી જાય છે. થોડા સમય પહેલાં રણબીર કપૂર અને રણવીર સિંહ આ ચેટ શો પર દેખાયાં હતાં અને એ દરમિયાન જે રીતે કેટરીના કૈફનો ઉલ્લેખ થયો હતો એનાથી કેટરિના ખૂબ અપસેટ થઇ હોવાના સમાચારો આવ્યા હતા.

હવે કેટરીના આ શો પર અનુષ્કા શર્મા સાથે દેખાવાની છે ત્યારે એમ માનવામાં આવી રહ્યું છે કે તે અહીં રણબીરને મુંહતોડ જવાબ આપશે. જોવાનું એ છે કે કેટરીના-અનુષ્કાની જોડી રણબીર-રણવીરને જડબાતોડ જવાબ આપવામાં સફળ થશે?

બ્રેકઅપથી દુઃખી નથી રણબીર

બ્રેકઅપથી દુઃખી નથી રણબીર

કરણના શો પર રણબીરે પ્રેમપસંગો, બ્રેકઅપ, સેક્સ જેવા ટોપિક પર ખુલીને વાત કરી હતી. રણબીર કપૂર મોટેભાગે પોતાની પર્સનલ લાઇફ અંગે વધુ બોલતો નથી, પરંતુ આ ચેટ શોમાં એક સવાલના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, હાલમાં થયેલા બ્રેકઅપથી તે બિલકુલ દુઃખી કે હાર્ટ-બ્રોકન નથી. નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં જ ખબરો આવી હતી કે બ્રેકઅપ બાદ કેટરીના ખૂબ દુઃખી અપસેટ છે. ત્યારે રણબીર કપૂરના આવા સ્ટેટમેન્ટ પર કેટરીના શું રિએક્ટ કરશે એ જોવાનું છે.

રણબીર-રણવીરનો ચિકની ચમેલી ડાન્સ

રણબીર-રણવીરનો ચિકની ચમેલી ડાન્સ

આ જ ચેટ શોમાં રણબીર અને રણવીરે ચિકની ચમેલી પર ડાન્સ કર્યો હતો, જેમાં એક રીતે કેટરિનાની મજાક ઉડાવાઇ હતી. આ જાણીને પણ કેટરીના ખૂબ અપસેટ હોવાના સમાચારો હતા. એવી પણ ખબરો આવી હતી કે કેટરીનાએ આ ચેટ શો પર આવવાની જ ના પાડી દીધી હતી.

કેટરીનાનું રિએક્શન

કેટરીનાનું રિએક્શન

ત્યારે હવે ખબર આવી છે કે કેટરીના કૈફ હવે અનુષ્કા શર્મા સાથે આ શો પર આવવાની તૈયારી કરી રહી છે. આ પહેલા કેટરીના સલમાન સાથે શો પર આવવાની ખબરો વહેતી થઇ હતી. પછી એવા ખબર આવ્યા હતા કે કેટરિના હ્રિતિક રોશન સાથે આ શો પર દેખાશે. પરંતુ રણબીર-રણવીરનો એપિસોડ ટેલિકાસ્ટ થયા બાદ તો કેટરીનાના આ શો પર આવવાના ચાન્સ 0 ગણાતા હતા, પરંતુ લાગે છે કે કરણ જોહરે કેટરીનાને મનાવી લીધી છે. હવે જોવાનું એ છે કે કેટરીના આ શો પર રણબીર સાથેના બ્રેકઅપ અંગે તથા રણબીર-રણવીરના ચિકની ચમેલી ડાન્સ અંગે શું જવાબ આપે છે.

શું છે અનુષ્કાનું રિલેશનશિપ સ્ટેટસ?

શું છે અનુષ્કાનું રિલેશનશિપ સ્ટેટસ?

બીજી બાજુ અનુષ્કા શર્મા પણ પોતાના પ્રેમપ્રસંગને લઇને હાલ ચર્ચામાં છે. અનુષ્કા શર્મા પોતાના ક્રિકેટર બોયફ્રેન્ડ વિરાટ કોહલી સાથે યુવરાજ સિંહ અને હેઝલના ગોવા વેડિંગમાં જોવા મળી હતી. વળી આ પહેલાં અનુષ્કાની NH 10 ફિલ્મ ફ્લોપ ગયા હાદ વિરાટ-અનુષ્કાના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા અને હવે ફરીથી બંન્ને સાથે અનેક પબ્લિક પ્લેસ પર દેખાઇ રહ્યાં છે. ત્યારે અનુષ્કા પોતાના રિલેશનશિપ સ્ટેટસ અંગે શું જવાબ આપે છે એ જોવાનું છે.

કરણનો શો

કરણનો શો

કરણ જોહરના ચેટ શોની આ 5મી સિઝન છે અને પહેલા જ એપિસોડથી દર્શકોને જકડી રાખવામાં કરણ જોહર સફળ પણ થયો છે. દર્શકોના એક્સાઇટમેન્ટને કઇ રીતે જાળવી રાખવું એ કરણ જોહરને બરાબર આવડે છે. વળી આવા સંજોગોમાં જો કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા કૉફી વિથ કરણમાં હાજર રહેશે, તો આ ઓપિસોડ સુપર એન્ટરટેઇનિંગ રહેશે એમાં કોઇ જ શંકા નથી.

English summary
Katrina-Anushka to be on KJo's chat show. Will Katrina reply on Ranbeer's statement on their break-up?
Please Wait while comments are loading...