For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેટરીના કૈફ અને વિકી કૌશલ પહેલી વાર ઑનસ્ક્રીન સાથે જોવા મળ્યા, જુઓ સુંદર Photos

સોશિયલ મીડિયા પર કેટરીના કૈફ-વિકી કૌશલનો એક ઑનસ્ક્રીન ફોટો શેર કરવામાં આવ્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડની સુંદર અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલ રિયલ લાઈફમાં સૌથી પ્રિય કપલમાંથી એક છે. બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ડિસેમ્બર 2021માં લગ્નના બંધનમાં બંધાયેલા વિકી અને કેટરીનાને જોવાનુ તેમના દર્શકોનુ સપનુ ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યુ છે. સોશિયલ મીડિયા પર એક ઑનસ્ક્રીન ફોટો શેર કરવામાં આવ્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઑનસ્ક્રીન સાથે આવવાની નવી તસવીરો કરી શેર

ઑનસ્ક્રીન સાથે આવવાની નવી તસવીરો કરી શેર

કેટરીના કૈફ અને વિકી કૌશલ ફરી એકવાર પોતાના ફોટાને કારણે હેડલાઇન્સમાં છે. આ કપલ તાજેતરમાં એક એવોર્ડ શોમાં સાથે જોવા મળ્યા હતા. હવે આ બંનેની સ્ક્રીન પર એકસાથે આવનારી નવી તસવીરો શેર કરવામાં આવી છે. જો કે આ કોઈ ફિલ્મ નથી પરંતુ આ બંને ઓન-સ્ક્રીન એક બ્રાન્ડની જાહેરાત કરતા જોવા મળશે.

કેટ અને વિકીએ શેમાં સાથે કામ કર્યુ છે?

કેટ અને વિકીએ શેમાં સાથે કામ કર્યુ છે?

વિકી અને કેટરના તેમના લગ્ન પછીથી બૉલીવુડના સૌથી વધુ ચર્ચિત સેલિબ્રિટી કપલ્સમાંથી એક બની ગયા છે. જો કે તેઓએ ક્યારેય એક સાથે ફિલ્મમાં કામ કર્યુ નથી, હવે વિકી અને કેટરીના કૈફે તેમના પ્રથમ સંયુક્ત સહયોગ માટે ક્લિયરટ્રિપ સાથે મળીને કામ કર્યુ છે.

પ્રોજેક્ટ વિશે બંનેએ આ કહ્યુ

પ્રોજેક્ટ વિશે બંનેએ આ કહ્યુ

તાજેતરના નિવેદનમાં તેમણે કહ્યુ, 'અમે ક્લિયરટ્રિપ સાથે કામ કરવા માટે વધુ ઉત્સાહિત છીએ! તેના લેટેસ્ટ અવતારમાં, Cleartrip એ એક ફ્રેશ, યુવા અને આશાવાદી બ્રાન્ડ છે - જે ખરેખર અમારી સાથે જોડાય છે અને અમે કોણ છીએ - ન માત્ર એક કપલ જે પ્રવાસ કરવાનુ પસંદ પરંતુ એ જે અમારા ડોમેનમાં સાહસિક પગલાં ભરવા માંગે છે. અમને Cleartripનો નવીન અભિગમ અને પ્રવાસ ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો પ્રોજેક્ટ ગમે છે.'

કેટ-વિકીની અપકમિંગ ફિલ્મો

તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અગાઉ કૉફી વિથ કરણ સીઝન 7માં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળ્યો હતો. આના અઠવાડિયા પછી કેટરીના કૈફ તેની આગામી ફિલ્મ ફોન ભૂતમાં કો-સ્ટાર્સ સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે શોમાં જોવા મળી હતી. હાલમાં કેટરીના તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મોમાં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ સાથે ફરહાન અખ્તરની 'જી લે જરા ભી' છે. બીજી તરફ, જો આપણે તેના અભિનેતા પતિ વિકી કૌશલ વિશે વાત કરીએ તો ટૂંક સમયમાં મેઘના ગુલઝારની ફિલ્મ 'ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી'માં જોવા મળશે જેનુ નિર્દેશન સામ બહાદુર અને વિજય કૃષ્ણ આચાર્ય દ્વારા કરવામાં આવશે. વિકી કૌશલ શશાંક ખેતાનની 'ગોવિંદા નામ મેરા'માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સહ-અભિનેત્રીઓ ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી છે.

English summary
Katrina Kaif and Vicky Kaushal came together on screen for the first time, see beautiful photos
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X