Katrina Kaif Baby Boy: કેટરિના કૈફ અને વિક્કી કૌશલના ઘરે બંધાયું પારણું, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ
લગ્ન બાદ આખરે પાવર કપલના ઘરે 'નાના રાજકુમાર'નું આગમન; વિક્કી કૌશલે ભાવુક પોસ્ટ શેર કરીને ચાહકોને આપી ખુશખબર.

Katrina Kaif Baby Boy: બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક એવા વિક્કી કૌશલ અને કેટરિના કૈફના ચાહકો માટે એક મોટી ખુશખબર આવી છે. લાંબા સમયથી પ્રેગ્નન્સીની જાહેરાત બાદ, આખરે આ જોડીના ઘરે નાના રાજકુમાર (પુત્ર)નું આગમન થયું છે. અભિનેત્રી કેટરિના કૈફે આજે (7 નવેમ્બર, 2025) પુત્રને જન્મ આપ્યો છે. વિક્કી કૌશલે પોતે ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે અને પોતાને 'બ્લેસ્ડ' અનુભવતા હોવાનું જણાવ્યું છે.
વિક્કી કૌશલની હૃદયસ્પર્શી પોસ્ટ
વિક્કી કૌશલે ચાહકોને આ આનંદના સમાચાર આપતા લખ્યું કે:
"અમારી ખુશીનું રમકડું આ દુનિયામાં આવી ગયું છે. અમે બંને ખુશીથી હરખાઈ ગયા છીએ, કારણ કે તે અમારી ખુશી છે અને ભગવાનનો આભાર માનીએ છીએ કે તેમણે અમને જીવનમાં પુત્ર આપ્યો છે. 7 નવેમ્બર 2025. કેટરિના અને વિક્કી".
ઇન્ડસ્ટ્રી તરફથી અભિનંદનનો ધોધ
આ સમાચાર વાયુવેગે ફેલાતા જ માત્ર ચાહકો જ નહીં, પરંતુ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મિત્રો અને સહકર્મીઓ તરફથી કપલને શુભેચ્છાઓનો ધોધ વરસાવવામાં આવ્યો છે.
- મનીષ પૉલ સહિત અનેક કલાકારોએ કપલને 'ખૂબ ખૂબ શુભેચ્છાઓ' પાઠવી છે.
- રકુલ પ્રીત સિંહએ ખુશી વ્યક્ત કરી છે, જ્યારે અર્જુન કપૂર અને હુમા કુરેશી જેવા સ્ટાર્સે રેડ હાર્ટ ઇમોજી સાથે નવજાત બાળક પર પ્રેમ વરસાવ્યો છે.
ફેસ રિવિલનો ટ્રેન્ડ
વિક્કી અને કેટરિનાના બાળક પર ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. જોકે, હવે ફેન્સ આશા રાખી રહ્યા છે કે કપલ જલ્દી પુત્રનો ચહેરો જાહેર કરે.
- હાલમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર્સ તેમના બાળકનો ચહેરો સોશિયલ મીડિયા પર તરત જ શેર કરવાને બદલે, બાળક થોડું મોટું થાય પછી તેને જાહેર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.
- ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમની દીકરી 'દુઆ'નો ચહેરો જાહેર કર્યો હતો.
હવે સૌની નજર એ વાત પર છે કે વિક્કી અને કેટરિના તેમના પુત્રનો ચહેરો ક્યારે જાહેર કરીને ચાહકોને વધુ એક ખુશીની ભેટ આપે છે.












Click it and Unblock the Notifications
