લગ્ન માટે કેટરીના કૈફે વિકી કૌશલ સામે રાખી હતી આ શરત, દોસ્તે કર્યો ચોંકાવનારો ખુલાસો

તમને જણાવી દઈએ કે કેટરીનાએ લગ્ન માટે એમ જ હા નથી કીધી. તેણે વિકી કૌશલ સામે એક શરત રાખી હતી.

મુંબઈઃ બૉલિવુડ અભિનેતા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સવાઈ માધોપુરની એક હોટલમાં લગ્ન કર્યા. રાજસ્થાનની અને લક્ઝરી હોટલ સિક્સ સેંસેઝ ફોર્ટમાં આ બૉલિવુડ કપલે ગણ્યા ગાંઠ્યા મહેમાનો વચ્ચે સાત ફેરા લીધા અને હવે તે પરિવાર સાથે મુંબઈ પાછા આવી ચૂક્યા છે. આ પહેલા બૉલિવુડના ભાગ્યે જ કોઈ એવા લગ્ન રહ્યા હશે જેને લઈને સમારંભ પહેલા સુધી ઘણા પ્રકારની રુમર્સ સામે આવી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટરીના અને વિકી કૌશલના ફોટા ખૂબ જ છવાઈ રહ્યા છે.

કેટરીનાએ એમ જ હા નથી કીધી લગ્ન માટે

કેટરીનાએ એમ જ હા નથી કીધી લગ્ન માટે

બૉલિવુડ હોય કે રમત ગમત જગત, દરેક જગ્યાએથી વિકી અને કેટરીનાના લગ્ન માટે શુભકામના સંદેશાઓ મળી રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરસ્ટાર અભિનેત્રી કેટરીના કૈફ અને વિકી કૌશલની લવ સ્ટોરીને લઈને પણ લોકો ઈન્ટરનેટ પર સર્ચ મારી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કેટરીનાએ લગ્ન માટે એમ જ હા નથી કીધી. તેણે વિકી કૌશલ સામે એક શરત રાખી હતી. હાલમાં જ કેટરીનાના એક દોસ્તો આ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

કેટરીનાએ કર્યો મોટો ખુલાસો

કેટરીનાએ કર્યો મોટો ખુલાસો

કેટરીના અને વિકી કૌશલના લગ્ન બાદ હવે અભિનેત્રીના એક દોસ્તે બંનેની રિલેશનશિપને લઈને મોટો ખુલાસો કર્યો છે. નામ ન છાપવાની શરતે દોસ્તે જણાવ્યુ, 'તેમની મુલાકાત, પ્રેમ, રોમાંસ, લગ્ન...આ બધુ અચાનક થયુ. વિકી કૌશલે પોતાના બે મહિનાના સંબંધ સાથે નિર્ણય કર્યો કે તે(કેટરીના) એ જ મહિલા છે જેની સાથે તે પોતાનુ જીવન વિતાવવા માંગે છે. જો કે કેટરીના આના માટે વધુ શ્યોર નહોતી.'

રણબીર સાથે બ્રેકઅપની દર્દમાં હતી કેટરીના

રણબીર સાથે બ્રેકઅપની દર્દમાં હતી કેટરીના

દોસ્તના જણાવ્યા મુજબ બૉલિવુડ અભિનેત્રી કેટરીના કૈફ હજુ પણ રણબીર કપૂર સાથે પોતાના બ્રેકઅપના દર્દને લઈને પીડામાં હતી. તે વિકીને પસંદ તો જરુર કરતી હતી પરંતુ તેને થોડો વધુ સમય જોઈતો હતો. વળી, વિકી કૌશલ પાસે રાહ જોયા સિવાય કોઈ ઉપાય નહોતો. અભિનેત્રીના દોસ્તે ખુલાસો કર્યો કે વિકીએ ત્યાં સુધી કેટરીના કૈફનો પીછો કર્યો જ્યાં સુધી તેણે લગ્ન માટે હા ના પાડી.

કેટરીનાએ રાખી આ શરત

કેટરીનાએ રાખી આ શરત

દોસ્તે કહ્યુ, જો કે કેટરીનાએ લગ્ન માટે હા બોલતા પહેલા વિકી સામે એક શરત રાખી હતી. શરત એ હતી કે વિકી કૌશલે કેટરીનાની મા અને ભાઈ-બહેનોને પણ એ જ પ્રેમ અને સમ્માન આપવુ પડશે, જે તે અભિનેત્રીને આપે છે. વિકીને પોતાના ભાઈ-બહેનો સાથે ઘરના સભ્યની જેમ મળતા જોઈને કેટરીના સૌથી વધુ ખુશ થાય છે. લગ્ન પહેલા કેટરીનાનો પરિવાર વિકી કૌશલને ક્યારેય મળ્યો નહોતો પરંતુ હવે એવુ લાગે છે કે તે વિકીને ઘણા વર્ષોથી જાણે છે.

વિકી-કેટરીનાથી છૂપાવવામાં આવ્યુ હતુ આ સત્ય

વિકી-કેટરીનાથી છૂપાવવામાં આવ્યુ હતુ આ સત્ય

વિકી કૌશલ અને કેટરીના કેફના વેડિંગ આઉટફિટ તૈયાર કરનાર ફેશન ડિઝાઈનર સવ્યસાચી મુખર્જીએ કહ્યુ કે તેમણે લગ્નના જોડાને લગ્નના દિવસે જ જોયો હતો. વરમાલા સુધી વિકી અને કેટરીનાએ એકબીજાના વેડિંગ આઉટફિટ જોયા નહોતા. બંનેએ એકબીજાને લગ્નના જોડામાં પહેલી વાર વરમાલા વખતે જ જોયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X