ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં કેટરીના કૈફના રોલ અંગે માહિતી લીક
તાજેતરમાં જ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર રિલીઝ થયું છે, જો કે ઘણા લોકોને ટ્રેલર પસંદ નથી આવ્યું. ટ્રેલર બાદ સૌથી વધુ કેટરીના કૈફની મજાક ઉડાવાઈ છે.
તાજેતરમાં જ ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનું ટ્રેલર રિલીઝ થયું છે, જો કે ઘણા લોકોને ટ્રેલર પસંદ નથી આવ્યું. ટ્રેલર બાદ સૌથી વધુ કેટરીના કૈફની મજાક ઉડાવાઈ છે. કેટરીના કૈફ ફિલ્મમાં એક ડાન્સરની ભૂમિકામાં છે. કમ સે કમ ટ્રેલરમાં કેટરીનાનો સીન જોઈને તો આ જ લાગી રહ્યું છે. તેમનો કોસ્ચ્યુમ જોઈને લાગી રહ્યું છે કે હમણા જ કેટરીના કાલા ચશ્મા સોંગ પર ડાન્સ કરવા લાગશે.
હવે કેટલીક નવી ડિટેઈલ્સ સામે આવી છે, જે સાંભળીને ફેન્સને આંચકો લાગશે. મનાઈ રહ્યું છે કે ફિલ્મમાં કેટરીના કૈફનો રોલ માત્ર 15થી 20 મિનિટનો જ છે. ભલે ફિલ્મમાં કેટરીના પાત્રને કારણે નવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવે પરંતુ એક્ટિંગ મામલે કેટરીનાને ફિલ્મમાં ખાસ કંઈ કરવાનું નથી.
આ પણ વાંચો: સાડીમાં સૌથી સેક્સી લાગે છે આ હિરોઈન, સલમાન પણ જોતો જ રહી ગયો
કેટલાક દિવસ પહેલા એવા પણ અહેવાલ હતા કે કેટરીના કૈફ આમીર ખાનથી નારાજ છે. સીધું કારણ એ હતું કે ફિલ્મમાં ફાતીમાના પાત્રના રોલની લંબાઈથી કેટરીના નાખુશ હતી. તો બીજી તરફ આમીર ખાને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે ફિલ્મની આખી સ્ટોરી ફાતીમાની આસપાસ જ ફરે છે. જો કે પંદર મિનિટ માટે તો પંદર મિનિટ માટે કેટરીના એ જ કરી રહી છે, જે તેમને સૌથી સારુ આવડે છે, એટલે કે ડાન્સ. કેટરીના કૈફ કેટલા સારા ડાન્સર છે, તે સૌને ખબર છે. તમને યાદ કરાવી દઈ તેમના 10 બેસ્ટ ડાન્સ નંબર.

જસ્ટ ચિલ
કેટનું સૌથી પહેલું હિટ સોંગ આ જ હતું. આ જ ગીતે તહલકો મચાવી દીધો હતો. આ ગીતમાં પણ કેટરીના કૈફ ક્યૂટ લાગી રહી હતી.

જી કરદા
કેટરીનાનું વધુ એક ક્યૂટ ગીત હતું સિંઘ ઈઝ કિંગનું જી કરદા. જો કે કેટે આ ગીતમાં અક્ષયકુમાર સાથે કેમેસ્ટ્રી જમાવી હતી.

ઝરા ઝરા ટચ મી
કેટરીના કૈફનો સૌથી સેન્સેશનલ અવતાર હતો રેસ ફિલ્મના આ ગીતમાં. તે એટલા હોટ લાગી રહ્યા હતા કે લોકોની નજર હટતી જ નહોતી.

સુપર હૉટ
તો રેસમાં સૈફ અલી ખાન સાથે સજના અનાડી બેઈમાન સોંગમાં તો કેટરીનાએ કમાલ કરી હતી.

મધુબાલા
જ્યારે કેટરીનાએ મધુબાલા બનીને પોતાનો અલ્લડ અંદાજ દર્શાવ્યો અને પનઘટ પર નાચીને લોકોના વખાણ મેળવ્યા હતા.

શીલા કે જવાની
આ ગીતથી કેટરીના કૈફના આઈટમ નંબરની શરૂઆત થઈ. આ ગીત એટલું દમદાર હતું કે લોકો મોઢામાં આંગળા નાખી ગયા.

ચીકની ચમેલી
શીલાના પ્રેમમાં લોકો બહાર આવે તે પહેલા તો કેટરીના પઉઆ ચડાવીને આવી, અને ચીકની ચમેલીએ તમામ લોકોને મદહોશ કરી દીધા.

માશાલ્લાહ
હવે બાકી હતું કેટનું બેલે ડાન્સિંગ. માશાલ્લાહમાં અફઘાન ડાન્સે આ કસર પણ પૂરી કરી દીધી.

ઈશ્ક શાવા
વાત બેલે ડાન્સિંગની હોય તો શાહરૂખ ખાન સાથે ઈશ્ક શાવા સોંગમાં કેટનું ટેપ ડાન્સિંગ પણ કેવી રીતે ભૂલી જવાય ?

કમલી
જો કે ધૂમ 3માં કેટરીનાએ આ બધાથી આગળ વધી એક્રોબેટ ડાન્સિંગ કરીને કમાલ કરી નાખી. અને કમલીના ચાર મિનિટ આજે પણ લોકો યાદ કરે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
