કેટરીના કૈફનો બર્થ ડે પ્લાન... ખાલી સલમાન, નો રણબીર..
બોલિવૂડની અભિનેત્રી કેટરીના કૈફ શનિવાર તારીખ 16 જુલાઈએ પોતાની 33મોં બર્થ ડે સેલિબ્રેટ કરવા જઈ રહી છે. તેની બર્થ ડે પાર્ટીમાં કેટલાક ખાસ લોકો જ શામિલ હશે. રિપોર્ટનું માન્યે તો કેટરીના કૈફ ની પાર્ટીમાં નજીકના મિત્રોમાં અલ્વિરા ખાન, કરણ જોહર, અયાન મુખરજી, અલી અબ્બાસ જફર, કબીર ખાન અને તેમની પત્ની મીની માથુર, સિદ્ધાર્થ મલ્હોત્રા, અને તેની મેનેજર રેશ્મા શેટ્ટી આવી શકે છે.
હવે જો તમે કેટરીનાના દોસ્તોની લિસ્ટ ધ્યાનથી વાંચી હોઈ તો જુઓ તેમનામાં સલમાન ખાન ના મિત્રોની પણ લિસ્ટ છે. આ લિસ્ટમાં એવા જ લોકો છે જેઓ સલમાન ખાનના નજીકના મિત્રો છે. એટલે આ પાર્ટીમાં રણબીર કપૂરની હાજરી ચોક્કસ નહીં હોઈ.

આપણે જણાવી દઈએ કે અલ્વિરા સલમાન ખાનની બહેન છે અને બધા જ જાણે છે કે કબીર ખાન સલમાન ખાનના ખૂબ જ નજીકના મિત્ર છે. જો અલી અબ્બાસની વાત કરવામાં આવે તો તેઓ સલમાનની ફિલ્મ સુલતાન ના મેકર છે. માન્યું કે આ બધા જ સલમાનના નજીક છે પરંતુ તેઓ કેટરીના કૈફના પણ ખૂબ જ નજીક છે.
આપણે જણાવી દઈએ કે હાલમાં જ કેટરીના કૈફે સલમાન ખાનની ફિલ્મ સુલતાનની સક્સેસ પાર્ટીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં તેને ખૂબ જ એન્જોય કર્યું હતું પરંતુ જોવાનું એ રહે છે કે કેટરીના કૈફ ની પાર્ટીમાં સલમાન ખાન આવશે કે નહીં.
જુઓ કેટરીના કૈફની કેટલીક ખૂબસૂરત તસવીરો....












Click it and Unblock the Notifications
