થાઈલૅન્ડમાં ‘બૅંગ બૅંગ’ સાથે મસ્તી કરતાં કૅટરીના કૈફ
મુંબઈ, 29 મે : બૉલીવુડના બાર્બી ગર્લ કૅટરીના કૈફ હાલ થાઈલૅન્ડમાં મસ્તી કરી રહ્યાં છે. કૅટરીના કૈફ સિદ્ધાર્થ બૅંગ બૅંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેમના હીરો હૃતિક રોશન છે.

બૅંગ બૅંગ ફિલ્મનું નિર્માણ સલામ નમસ્તે, અંજાના-અંજાની, બચના ઐ હસીનો જેવી ફિલ્મોના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે. ફિલ્મનું શૂટિંગ યૂરોપમાં શરૂ થઈ ગયું છે. કૅટરીના કૈફે યૂરોપીયન દેશ થાઈલૅન્ડમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન દરિયા કિનારે ખૂબ મસ્તી કરી હતી. ફિલ્મમાં સંગીત વિશાલ-શેખરનં હશે, પટકથા સુજૉય ઘોષ તેમજ સુરેશ નાયરે લખી છે.
બૅંગ બૅંગ ફિલ્મ અંગે મળતી માહિતી મુબજ પુન એક વાર હસીન બૉલીવુડ યુગલ કૅટરીના-હૃતિક મોટા પડદે દર્શકો સામે આવશે. ફિલ્મનું શૂટિંગ આવતા મહીનાથી શરૂ થશે. ફિલ્મનું નિર્માણ ફૉક્સ સ્ટુડિયો કરી રહ્યો છે. ફિલ્મ માટે કૅટ-હૃતિક ખાસ તાલીમ લેવાનાં છે, કારણ કે ફિલ્મમાં બંનેના ઘણાં સ્ટંટ્સ જોવા મળવાના છે.
નોંધનીય છે કે બૅંગ બૅંગ ફિલ્મ હૉલીવુડની હિટ ફિલ્મ નાઇટ એન્ડ ડેની હિન્દી આવૃત્તિ હશે. કહે છે કે ફિલ્મને આબેહુબ હૉલીવુડની જેમ જ ફિલ્માવવામાં આવશે. તેથી ફિલ્મમાં કૅટરીના કૈફ તથા હૃતિક રોશન વચ્ચે એક લાંબુ લિપલૉક સીન પણ હશે. આ પહેલી વાર નથી કે કૅટ-હૃતિક લિપલૉક સીન આપશે. 2011માં ઝોયા અખ્તર દિગ્દર્શિત ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં બંનેએ કિસિંગ સીન આપ્યુ હતું.












Click it and Unblock the Notifications
