મહાબકવાસ અને બેકાર ફિલ્મ છે કેએલપીડી

મુંબઈ, 6 ઑક્ટોબર : કિસ્મત લવ પૈસા દિલ્લી (કેએલપડી) મહાબકવાસ, દ્વિઅર્થી સંવાદ વાળી, બેકાર ફિલ્મ છે કે જેને મલ્લિકા શેરાવતનાં લટકાં-ઝટકાં પણ નહિં બચાવી શકે. આવું કહેવું છે તેવા લોકોનો કે જે લોકો ફિલ્મનો પ્રથમ શો જોઈ થિયેટરમાંથી બહાર નિકળ્યા હતાં.

Vivek-Mallika

વનઇન્ડિયાએ જ્યારે આ લોકો પાસે ફિલ્મ અંગે પ્રતિક્રિયા જાણવા માંી તો તેમનો ગુસ્સો ફુટી નિકળ્યો. તેમણે જણાવ્યું કે આજકાલ દિગ્દર્શકો શું બતાવવા માંગે છે ખબર જ નથી પડતી. માત્ર અશ્લીલતા પિરસવાથી ફિલ્મ નથી બની જતી. મનોરંજનને નામે દ્વિઅર્થી સંવાદો કરવાં દર્શકો સાથે દગાબાજી જ છે.

આપને જણાવી દઈએ કે નિર્માતા કૃષ્ણ ચૌધરીની ફિલ્મ કેએલપીડીમાં વિવેક ઓબેરૉય અને મલ્લિકા શેરાવત મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મને ઠંડી શરુઆત મળી છે.

ફિલ્મમાં એવું કઈં ખાસ નથી કે જેને જોઈ લોકો બેકાબૂ થઈ જાય. જૂની ફિલ્મો જેવી દેખાતી કેએલપીડીમાં મલ્લિકા અને વિવેક વચ્ચે ઇન્ટીમેટ સીન્સ પણ છે. ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદોની ભરમાર છે કે જે સાંભળવામાં પણ કંટાળાજનક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X