• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સ્ટાર્સ અને શિક્ષણ : કરિશ્મા છઠ્ઠુ પાસ, તો આમિરે નથી કરી કૉલેજ

|

મુંબઈ, 12 ઑક્ટોબર : બૉલીવુડ સ્ટાર્સ પ્રત્યે સામાન્ય વ્યક્તિને ખાસ ઘેલછા હોય છે. ગ્લૅમરની દુનિયાના આ બેતાજ બાદશાહોને તેમના ફૅન્સ દેવી-દેવતાઓની જેમ પૂજે છે. ફૅન્સની દીવાનગીની હદ તો ત્યારે થઈ જાય છે કે જ્યારે તેઓ પોતાના ફૅવરિટ સ્ટાર્સ વિશે બધુય જાણવા આતુર હોય છે.

જોકે મોટાભાગના ફૅન્સ પોતાના ફૅવરિટ સ્ટાર્સની માત્ર ઑનસ્ક્રીન લાઇફ વિશે જ જાણતા હોય છે. બહુ-બહુ તો પર્સનલ લાઇફમાં તેમના પત્ની-પ્રેમિકા કે બાળકો અને પરિવાર વિશે જાણતા હોય છે. આજે અમે આપને આપણા બૉલીવુડ સ્ટાર્સની એજ્યુકેશન અંગેની માહિતી આપવા જઈ રહ્યાં છે. જોઇએ તો ખરા કે આપણા હૉટ-ફૅવરિટ બૉલીવુડ સ્ટાર્સ ભણવામાં કેવા છે.

આપના ફૅવરિટ સ્ટાર્સની એજ્યુકેશનની વિગતોમાં આશ્ચર્યકારક બાબત એ છે કે એક વખત બૉલીવુડ ઉપર રાજ કરનાર કરિશ્મા કપૂર માત્ર છઠ્ઠુ ધોરણ ભણેલા છે, તો આપણા મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન તો કૉલેજ જ નથી ગયાં.

આવો તસવીરો સાથે જાણીએ :

સુશાંત સિંહ રાજપુત

સુશાંત સિંહ રાજપુત

કાઇ પો છે ફૅમ સુશાંત સિંહ રાજપૂત તાજેતરમાં શુદ્ધ દેસી રોમાંસમાં ઝળક્યા હતાં. તેઓ એન્જીનિયરિંગ ડ્રૉપ આઉટ છે અને કૉલેજ છોડ્યા બાદ સુશાંતે શ્યામક દવારના ડાન્સ ક્લાસ અને બેરી જૉનના થિયેટર ક્લાસ લીધેલા છે.

વાણી કપૂર

વાણી કપૂર

શુદ્ધ દેસી રોમાંસથી પોતાનું બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર વાણી કપૂર ગ્રેજ્યુએટ છે. બૉલીવુડ પહેલા તેઓ ઓબેરોય હોટલમાં કામ કરતા હતા. વાણીએ યશરાજ ફિલ્મ સાથે ત્રણ ફિલ્મો સાઈન કરી છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

બૉલીવુડના હૉટેસ્ટ ગર્લ પ્રિયંકા ચોપરા લખનઉની લા માર્ટીનિયર ગર્લ્સ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધા બાદ અમેરીકા જતાં રહ્યાં. ત્યાં તેમણે ન્યુટનમા ન્યુટન નૉર્થ હાઈસ્કૂલ, માશાચ્યુશેટમા અને ત્યાર બાદ સેડર રૅપિડ, આઈઓવાની જ્હૉન એફ કૅનેડી હાઈ સ્કૂલમાં શિક્ષણ લીધુ હતુ. ત્યારબાદ તેઓ ભારત પરત ફરતા બરેલીની આર્મી પબ્લિક સ્કૂલમાંથી તેમણે શાળાકીય શિક્ષણ પુરૂ કર્યુ હતુ. પ્રિયંકા સૉફ્ટવેર એન્જીનિયર અથવા ક્રિમિનલ સાઈકોલૉજીસ્ટ બનવા માગતા હતાં, પરંતુ મિસ વર્લ્ડ ટાઇટલ જીત્યા બાદ તેઓ બૉલીવુડમા આવી ગયાં.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

પ્રિયંકાના પિતરાઈ બહેન પરિણીતી ચોપરાએ અમ્બાલાની કૉન્વેંટ ઑફ જીસસ એન્ડ મૅરીમાંથી શાળાકીય શિક્ષણ લીધુ છે. ત્યારબાદ તેમણે ઇંગ્લૅન્ડની માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલમાંથી ફાઈનાન્સ અને અર્થશાસ્ત્રની ડિગ્રી હાંસલ કરી હતી. ઇંગ્લૅન્ડની આર્થિક મંદીને કારણે તેઓ ભારત પરત આવ્યા અને યશ રાજ ફિલ્મમા માર્કેટિંગ અને પીઆરની કામગીરી સંભાળવા લાગ્યા. ત્યારબાદ તેમણે 2009મા ઑડિશનમા ભાગ લેતા તેમને લૅડીઝ વર્સિસ રિકી બહેલ અને ઈશકઝાદે ફિલ્મો મળી.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

વિકી ડૉનર ફૅમ આયુષ્માને પોતાનુ શાળાકીય શિક્ષણ ચંડીગઢની સેન્ટ જ્હૉન હાઈસ્કૂલ અને ડીએવી કૉલેજમાંથી લીધુ છે. તેમણે ઇંગ્લિશ લિટરેચરમાં ગ્રેજ્યુએશન અને પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાંથી માસ કૉમ્યુનિકેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

કુણાલ રૉય કપૂર

કુણાલ રૉય કપૂર

તેમણે ફિલ્મોમાં આવવા માટે કૉલેજ પડતી મુકી હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

પોતાની સ્કૂલ પુરી કરી તેઓ ફિલ્મોમાં આવ્યાં. તેમની ઈચ્છા ડ્રામા વિશે ભણવાની હતી, પણ હજી સુધી તેમણે પોતાની ઈચ્છા હોલ્ડ પર રાખેલ છે.

સન્ની લિયોન

સન્ની લિયોન

સ્કૂલ પુરી કર્યા પછી તેમની ઈચ્છા નર્સ બનવાની હતી, પણ તેમના મિત્રોએ કહેતા તેઓ મૉડેલિંગમા આવી ગયાં.

રણદીપ હુડા

રણદીપ હુડા

તેમના માતા પિતાની ઈચ્છા તેમને ડૉક્ટર બનાવવાની હતી, પણ રણદીપ પહેલેથી એક્ટિંગ કરવા માગતા હતાં. સ્કૂલ પૂરી કર્યા પછી તેઓ ઓસ્ટ્રેલિયા ગયા અને માર્કેટિંગ ડિગ્રી અને માસ્ટર્સ તેમણે બિઝનેસ મૅનેજમેન્ટ અને હ્યૂમન રિસૉર્સિસ મૅનેજમેન્ટમાં કર્યુ છે.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય આર્ય વિદ્યામંદિરમાંથી સ્કૂલ પૂર્ણ કર્યા બાદ જયહિન્દ કૉલેજમા એક વર્ષ માટે ગયા હતાં. ત્યાંથી તેમણે કોર્સ બદલી રાહેજા કૉલેજ આર્કિટેક્ટમાં એડમિશન લીધુ, પણ પછી મૉડેલિંગ માટે અભ્યાસ પડતો મુક્યો.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન

તેમણે શાળાકીય જ્ઞાન નવી દિલ્હીની મૉર્ડન સ્કૂલમાંથી લીધુ અને ત્યાર બાદ મુંબઈની જમનાબાઈ નરશી સ્કૂલ અને બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ તેમણે સ્વિત્ઝર્લૅન્ડની ઐગ્લન કૉલેજમા થોડો અભ્યાસ કર્યો અને છેલ્લે બોસ્ટન યુનિવર્સિટીમાંથી ભણવાનુ છોડી બૉલીવુડમા આવી ગયા.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

તેમણે બેંગલોરની આર્મી સ્કૂલ અને માઉન્ટ કાર્મેલ કૉલેજમાંથી શિક્ષણ લીધુ હતુ અને ત્યારબાદ મૉડેલિંગ કરવા લાગ્યાં.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાન માત્ર 12મુ પાસ છે અને સ્કૂલમાં પણ તેમને રમત ગમત અને નાટકોમાં અભ્યાસ કરતા વધુ રસ હતો.

અર્જુન કપૂર

અર્જુન કપૂર

તેમણે એશિયન એકેડેમી ઑફ ફિલ્મ એન્ડ ટેલીવિઝનમાં અભ્યાસ કર્યો છે.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

તેમણે કોલકાતાના ભવન્સ ગંગાબક્ષ કનોરીયા વિદ્યામંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવેલુ છે. તેમની ઈચ્છા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની હતી, પણ 12 ધોરણ પછી મૉડેલિંગ કરવા લાગ્યાં.

હૃતિક રોશન

હૃતિક રોશન

તેમણે બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ અને સિડેનહામ કૉલેજમાંથી કૉમર્સમાં ગ્રેજ્યુએશન કરેલુ છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

તેમણે બેંગલોરની સોફિયા હાઈસ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ અને પછી માઉન્ટ કાર્મેલ કૉલેજમાં દાખલ થયા હતા, પણ મૉડેલિંગ માટે તેમણે અભ્યાસ પડતો મુક્યો.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

તેમણે દિલ્હીની સેન્ટ કોલંબિયા સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યુ અને અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કરી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં માસ કૉમ્યુનિકેશનમાં દાખલ થયા, પણ એક્ટિંગ માટે તેમણે અભ્યાસ પડતો મુક્યો.

કરીના કપૂર

કરીના કપૂર

તેમણે મુંબઈની જમનાબાઈ નરશી સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ લીધુ છે. તેમણે બે વર્ષ કૉમર્સનો અને એક વર્ષ લૉનો પણ અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ એક્ટિંગ ક્ષેત્રે આવ્યાં.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

તેમણે છઠા ધોરણ પછી અભ્યાસ કર્યો નથી.

ઈમરાન ખાન

ઈમરાન ખાન

તેમણે બૉમ્બે સ્કૉટિશ સ્કૂલ અને ત્યારબાદ ઉટી જઈ અભ્યાસ કર્યો અને કૉલેજ તેમણે સેન્ટ ઝેવિયર્સમાંથી કરી. ત્યારબાદ ન્યુયૉર્ક જઈ એક્ટિંગનો કોર્સ કર્યો છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

તેમણે બાળપણથી જ મૉડેલિંગ શરૂ કરી દેતા તેમને ભણવાનો સમય મળ્યો ન હતો.

સલમાન ખાન

સલમાન ખાન

તેમણે તેમના ભાઇઓ સાથે ગ્વાલિયરની સિંધિયા સ્કૂલ અને ત્યારબાદ મુંબઈની સેંટ સ્ટાનિસ્લસ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે કૉલેજ કરી નથી.

કંગના રાણાવત

કંગના રાણાવત

તેમની ડોક્ટર બનવાની ઈચ્છા હતી, પણ પરિવાર દિલ્હી શિફ્ટ થતા તેઓ થિયેટર ગ્રુપ સાથે જોડાયાં.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

તેમણે બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે એમબીએ મુંબઈ એજ્યુકેશન ટ્રસ્ટમાંથી કર્યુ છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

તેમણે મુંબઈની આર્યવિદ્યા મંદિરમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યુ છે. તેઓ એસએનડીટી યુનિવર્સિટીમાંથી ફૅશન ડિઝાઈનિંગમા ગ્રજ્યુએટ થયેલ છે.

રણબીર કપૂર

રણબીર કપૂર

તેમણે બૉમ્બે સ્કૉટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેમણે ન્યુયૉર્ક જઈ થિયેટર અને ફિલ્મ વિશે અભ્યાસ કરી બૉલીવુડમા પ્રવેશ કર્યો.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

તેમણે ચૅમ્બૂરની સેન્ટ એન્થની ગર્લ્સ હાઈસ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી સોશિયોલૉજીનો અભ્યાસ કર્યો છે.

સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

તેમણે સનવરની સોરેન્સ સ્કૂલ અને હર્ટફોર્ડશાયરની લોકર્સ પાર્ક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે પિતાની જેમ વિન્ચેસ્ટર કૉલેજમા પણ અભ્યાસ કર્યો છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

તેમણે જુહૂની આર્ય વિદ્યામંદિરમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે યુનાઈટેડ વર્લ્ડ કૉલેજ ઓફ સાઉથ ઈસ્ટ એશિયામાં પણ અભ્યાસ કર્યો છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂર

તેમણે દિલ્હીની જ્ઞાન ભારતી સ્કૂલમાંથી શિક્ષણ મેળવેલ છે. ત્યારબાદ તેઓ રાજહંસ વિદ્યાલયમા જોડાયા હતાં.

અમીષા પટેલ

અમીષા પટેલ

તેમણે મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે માશાચ્યુશેટની ટફ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. તેમણે તેમની પહેલી નોકરી ખાંડવાલા સિક્યોરીટીમાં ઈકોનૉમિક એનાલિસ્ટ તરીકે કરી હતી.

lok-sabha-home

English summary
Here are informations about our Bollywood Star's education.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more