ભૈરવીએ ટ્વીટર પર લખ્યું, 'ક્રિતિ સેનન એક્ટ્રેસ કઇ રીતે બની!'

Written By:
Subscribe to Oneindia News

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસિસને ઘણીવાર બોડી શેમિંગનો શિકાર બનવું પડે છે. હાલમાં જ ક્રિતિ સેનનને પણ બોડી શેમિંગનો સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ શોકિંગ વાત એ છે કે તેને એક બોલિવૂડ એક્ટ્રેસ દ્વારા જ નિશાના પર લેવામાં આવી છે. 'હેટ સ્ટોરી' એક્ટ્રેસ ભૈરવી ગોસ્વામીએ ક્રિતિ સેનનના એક વીડિયો પર કમેન્ટ કરતાં ટ્વીટ કર્યું છે. શું છે આખો મામલો, જાણો અહીં...

ક્રિતિએ પોસ્ટ કર્યો હતો વીડિયો

ક્રિતિએ પોસ્ટ કર્યો હતો વીડિયો

રિસન્ટલી, ક્રિતિ સેનને પોતાનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે 'મુબારકાં'ના સોંગ 'હવા હવા' પર ડાન્સ કરતી જોવા મળે છે. આ એક ફન વીડિયો હતો, જેમાં તેણે થાઇ-હાઇ સ્લિટ ગાઉન પહેર્યું હતું.

ભૈરવી ગોસ્વામીનું ટ્વીટ

ભૈરવી ગોસ્વામીનું ટ્વીટ

આ વીડિયો પર એક્ટ્રેસ ભૈરવી ગોસ્વામીએ ટ્વીટ કરતાં લખ્યું હતું, 'તે ખરેખર એક તરંગી સ્ત્રીની માફક વર્તન કરી છે. તે એક્ટ્રેસ કઇ રીતે બની. No Headlight, No bumper. કોલેજ સ્ટુડન્ટ્સ પણ તેના કરતા સારી લાગે છે.'

ક્રિતિને મળ્યો સપોર્ટ

ક્રિતિને મળ્યો સપોર્ટ

મોટાભાગે આવી કોમેન્ટ્સ એક્ટર્સને સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ અને હેટર્સ પાસેથી સાંભળવા મળતી હોય છે. પરંતુ ક્રિતિ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ તરફથી પ્રહારો કરવામાં આવ્યા છે. ટ્વીટર પર ઘણા લોકો ક્રિતિના સપોર્ટમાં ઊભા થયા છે.

ક્રિતિએ સાધી ચુપ્પી

ક્રિતિએ સાધી ચુપ્પી

સ્ટાયલમાં અને કરિયરમાં ક્રિતિનો ગ્રાફ ભૈરવી કરતાં આગળ છે, એ આપણે સૌ જાણીએ છીએ. ક્રિતિ સેનને આ આખે મામલે ચુપ્પી સાધી રાખી છે. જો કે, યુવતીઓ અને એક્ટ્રેસિસના ફિગર પર થતી આવી અણછાજતી ટિપ્પણી અને બોડી શેમિંગ પર રોક લાગવી ખૂબ જરૂરી છે. જ્યારે એક મહિલા તરફથી બીજી મહિલા પર આવી ટિપ્પણી કરવામાં આવે ત્યારે વાત વધુ ગંભીર બને છે.

કોણ છે ભૈરવી ગોસ્વામી?

કોણ છે ભૈરવી ગોસ્વામી?

જો તમને યાદ ન હોય તો, જણાવી દઇએ કે ભૈરવીએ વર્ષ 2007માં 'ભેજા ફ્રાય' ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ તેની એકમાત્ર હિટ ફિલ્મ છે. ત્યાર બાદ વર્ષ 2012માં 'હેટ સ્ટોરી'માં કામ કર્યા બાદ તે ફરી ચર્ચામાં આવી હતી. તે છેલ્લે વર્ષ 2014માં આવેલ ફિલ્મ 'કામસૂત્ર'માં જોવા મળી હતી.

English summary
Kriti Sanon has no headlight and bumper, says Hate Story actress Bhairavi Goswami.
Please Wait while comments are loading...