Krish 4ની એક્ટ્રેસે મચાવી ખલબલી, જાણો કોણ છે આ હીરોઈન
Krish 4ની એક્ટ્રેસે મચાવી ખલબલી, જાણો કોણ છે આ હીરોઈન
હાલના દિવસોમાં બૉલીવુડની કેટલીય ફિલ્મોને લઈને જબરદસ્ત ચર્ચા છે. આ બધાની વચ્ચે ભારતની સૌથી સફળ સુપરહીરો ફિલ્મ ક્રિસની સીક્વલ ક્રિસ 4 જબરદસ્ત ચર્ચામાં આવી ગઈ છે. જેનું કારણ આ ફિલ્મની હીરોઈન છે, ગત કેટલાક દિવસોથી અહેવાલ મળી રહ્યા હતા કે ક્રિષ 4ની હીરોઈન ફાઈનલ થઈ ગઈ છે અને આ એક્ટ્રેસ છે કૃતિ સેનન, તે કેટલીય વાર રાકેશ રોશનના ઘરે ચક્કરો લગાવતી જોવા મળી છે. જો કે એક્ટ્રેસ કૃતિ સેનને ક્રિસ 4ને લઈ ચાલી રહેલ અહેવાલો પર વાત કરી. તેમણે જણાવ્યું કે તેઓ આ ફિલ્મનો ભાગ નથી. જી હાં, ન તો તેમને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવી છે કે ન તો તે રાકેશ રોશનની ઑફિસે ગઈ છે. જણાવી દઈએ કે જે બિલ્ડિંગમાં રાકેશ રોશનની ઑફિસ છે તે બિલ્ડિંગમાં જ એક ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ પણ છે.. કૃતિ આ ફર્મમાં કોઈ કામ હોવાથી કેટલીય વાર જઈ ચૂકી છે. જે બાદ ક્રિસ 4ને લઈ અફવા ઉડી.

કોણ છે ક્રિસ 4ની હીરોઈન?
ઠીક છે! આ વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે ક્રિસમાં લીડ એક્ટ્રેસની જગ્યા હજુ સુધી ખાલી છે અને કઈ એક્ટ્રેસ આ જગ્યા લેસે તેના પર હજુ સસ્પેન્સ બનેલ છે. તો આવો આ વાત પર અમે તમને જણાવી દઈએ છીએ આ મેગા બજેટ ફિલ્મ સાથે જોડાયેલ કેટલીય વધુ દિલચસ્પ વાતો.

બે ભાગમાં બનશે ફિલ્મ
રાકેશ રોશન બાહુબલીની જેમ જ ક્રિસ 4ને બે ભાગમાં બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એકટલે કે ક્રિષ 4 અને ક્રિષ 5 બંને ફિલ્મ એક સાથે જ બનશે.

કેવી રીતે આઈડિયા આવ્યો
સૂત્રોનું માનીએ તો રાકેશ રોશનને ક્રિસ 4 બનાવવાનો આઈડિયા ત્યારે આવ્યો, જ્યારે તેમણે પોતાની પત્નીને ભગવાન ગણેશની એક તસવીર દેખાડી, જેમાં ભગવાન ગણેશે ક્રિષવાળું માસ્ક પહેર્યું હતું.

ધમાકેદાર એક્શન
ફિલ્મમાં એક્શન સીન્સ કોરિયોગ્રાફ કરવા માટે હૉલીવુડ એક્શન ડિરેક્ટર્સને લાવવામાં આવશે. એક્શનના મામલામાં ફિલ્મ અલગ સ્તર પર જશે, એવું નિર્માતાનું માનવું છે.

સુપરહિટ ફ્રેન્ચાઈઝી
ક્રિસ, ક્રિસ 3 બંને ફિલ્મો સુપરહિટ રહી છે અને કમાણીના મામલામાં બૉક્સ ઑફિસ પર ધમાકો કર્યો છે. આ હિસાબે ક્રિસ 4ને પણ મોટા સ્તરે તૈયાર કરવામાં આવી રહી છે.

પોસ્ટપોન થઈ શકે ફિલ્મ
હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. જે બાદ પ્રી-પ્રોડક્શન પર કામ કરવામાં આવશે. જણાવી દઈએ કે, ફિલ્મમાં વીએફએક્સનો પણ ભારે ઉપયોગ થનાર છે. જે હિસાબે ફિલ્મ પોસ્ટપોન થઈ શકે છે.

ફીમેલ સુપરહીરો
ક્રિષ ફ્રેન્ચાઈઝીના નિર્દેશક રાકેશ રોશનનું માનવું છે કે હાલ ભારતમાં લોકો ફીમેલ સુપરહીરોની ફિલ્મ નથી જોતા. એટલા માટે તેઓ ક્રિસ 4ને હીરોઈન કેન્દ્રિત ફિલ્મ ન બનાવી શકે, કેમ કે ફેન્સને તે પસંદ નહિ આવે.

આ છે રિલીઝ ડેટ
ઋતિક રોશન સ્ટારર આ ફિલ્મ 2020 ક્રિસમસ પર રિલીઝ થનાર છે. હજુ સુધી ફિલ્મના બાકી કાસ્ટનાં નામ પણ સામે આવ્યાં નથી. પરંતુ રિપોર્ટ્સ મુજબ ક્રિસ 4માં ઋતિક રોશનની સાથે પ્રિયંકા ચોપરાની જોડી જોવા મળી શકે છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
