કુશલની છેલ્લી ઈન્સ્ટા પોસ્ટ, જિગરના ટુકડા સાથે ફોટો પોસ્ટ કરી સૌને રડાવી ગયો એક્ટર
ટીવી સ્ક્રીન અને બોલિવુડના એક્ટર કુશલ પંજાબી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમના નજીકના દોસ્ત ચેતન હંસરાજની માનીએ તો ડિપ્રેશનના કારણે તેમણે આત્મહત્યા કરી લીધી છે. કુશલનુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમે જોશો તો પહેલી નજરમાં એ વાતનો અંદાજો ન લગાવી શકો કે આટલા રંગબેરંગી ફોટો પોસ્ટ કરનાર કોઈ વ્યક્તિ આ ડિપ્રેશનમાં છે. લક્ષ્ય જેવી ફિલ્મોમાં જોવા મળેલ જાણીતા એક્ટર કુશલ પંજાબીના આત્મહત્યાના સમાચારથી તેમના દોસ્તો અને ફેન્સ ચોંકી ગયા છે.
|
દીકરા સાથે ચાર દિવસ પહેલા પોસ્ટ કર્યો ફોટો
કુશલનુ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ જે itsme_kushalpunjabi નામથી છે, તેના પર ઘણા પ્રકારના ફોટોગ્રાફ કુશલે પોસ્ટ કર્યા છે. કુશલે લગભગ ચાર દિવસ પહેલા પોતાના દીકરા સાથે એક ફોટો પોસ્ટ કર્યો હતો. આ તેમની છેલ્લી પોસ્ટ છે. આ પોસ્ટ પર તેમના દોસ્ત અને ફેન્સ હવે તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હજુ સુધી કોઈ સમજી નથી શકતુ કે છેવટે આટલો ખુશ દેખાતો વ્યક્તિ નબળો કેવી રીતે પડી શકે છે અને કેવી રીતે આત્મહત્યા જેવુ પગલુ ઉઠાવવા પર મજબૂર બની ગયો.
17 ડિસેમ્બરને જૉનને કર્યુ હતુ બર્થડે વિશ
17 ડિસેમ્બરે કુશલે બોલિવુડ એક્ટર જૉન અબ્રાહમને બર્થડે વિશ કર્યુ હતુ અને તેમની સાથેનો જૂનો ફોટો શેર કર્યો હતો. કુશલ એક પ્રોફેશનલ મૉડર્ન અને જેઝ તેમજ હિપહૉપ ડાંસર હતા. તેમણે ગ્લેડરેગ્ઝ મેનહંટ મેગામૉડલ અને મિસિઝ ઈન્ડિયા જેવી કોમ્પિટિશનને કોરિયાગ્રાફ પણ કરી હતી. આ ઉપરાંત ઘણા ફેશન શોઝ અને મ્યૂઝિક વીડિયો માટે તેમણે કોરિયોગ્રાફર તરીકે પોતાનુ યોગદાન આપ્યુ. આ બધા ઉપરાંત કુશલે બાળકો માટે એક એનજીઓ ‘ઉમ્મીદ' માટે ‘સ્ટાર વૉક' નામનો ફેશન શો પણ કોરિયોગ્રાફ કર્યો હતો.
આ પણ વાંચોઃ કુશલના મોત પર આ અભિનેતાએ કેમ માંગી માફી? માનસિક બિમારીનો કર્યો ઉલ્લેખ
|
ઈન્સ્ટા, કુશલની જિંદગીનો અરીસો
પાંચ સપ્ટેમ્બરે કુશલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માર્ટિન લ્યુથર કિંગ જૂનિયરના એક કોટ સાથે ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો. આ કોટ મુજબ, ‘અંધકાર, અંધકારને દૂર નથી કરી શકતો, માત્ર રોશની જ કરી શકે. નફરત, નફરતને ખતમ નહિ કરે માત્ર પ્રેમ જ કરી શકે છે.' કુશલના ઈન્સ્ટા હેન્ડલને જોવાથી માલુમ પડે છે કે તેને પોતાના દીકરા ઉપરાંત એક્સરસાઈઝ, બાઈક અને ડાંસથી પણ પ્રેમ હતો.

કુશલના પિતા કરાંચીના રહેવાસી
કુશલ પંજાબીનો જન્મ 23 એપ્રિલ, 1977ના રોજ મુંબઈના એક સિંધી પરિવારમા થયો હતો. તેના પિતા પાકિસ્તાનના કરાંચીના રહેવાસી છે અને તેમની મા હૈદરાબાદના છે. કુશલે વર્ષ 2000માં ગ્લેડરેગ્ઝ મેનહંટ કોન્ટેસ્ટમા ભાગ લીધો હતો. સિલ્વર સ્ક્રીન પર તેમનુ ડેબ્યુ જાણીતા પૉપ સિંગર શ્વેતા શેટ્ટીના પૉપ સોન્ગ દિવાને તો દિવાને હેથી થયુ હતુ. એક્ટર તરીકે કુશલે 20થી વધુ ટીવી શોઝ, પાંચ ફિલ્મો અને અમુક મ્યઝૂક વીડિયોઝ ઉપરાંત એડમાં પણ જોવા મળ્યા. તેમણે વર્ષ 2004માં રિલીઝ ફિલ્મ ‘લક્ષ્ય'માં પ્રીતિ ઝિંટાના ફિયાન્સનો રોલ નિભાવ્યો હતો. આ ઉપરાંત તે ‘કાલ' અને ‘ધન ધના ધન ગોલ'માં પણ જોવા મળ્યા હતા.