લેકમે ફેશન વિક 2017માં બોલિવૂડ એક્ટ્રેસિસનો જલવો

Written By:
Subscribe to Oneindia News

ભારતના ફેશન શો બોલિવૂડ એક્ટર-એક્ટ્રેસિસ વિના અધૂરા છે. 1 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન લેકમે ફેશન વિક સમર રિસોર્ટ 2017 નું આયોજન થયું હતું, જેમાં તબુ, મલાઇકા અરોરા થી માંડીને કરીના કપૂર, દિશા પટાણી, વાણી કપૂર જેવી અનેક સુંદર બોલિવૂડ દિવાએ ભાગ લીધો હતો. આ ફેશનવિકની સુંદર તસવીરો જુઓ અહીં....

કરીના કપૂર ખાન

કરીના કપૂર ખાન

લેકમે ફેશન વિકમાં કરીના કપૂર ખાન ના હોય એ લગભગ અશક્ય છે. ગત લેકમે ફેશન વિકમાં કરીનાએ પ્રેગનન્ટ હોવા છતાં રેમ્પ વોક કર્યું હતું અને આ ફેશન વિકમાં તે ફરીથી અનિતા ડોંગરે માટે રેમ્પ વોક કરવા જઇ પહોંચી હતી. કરીના ઓફ વ્હાઇટ કલરના લોન્ગ ડ્રેસમાં અત્યંત સુંદર લાગી રહી હતી. કરીનાનો જોઇને ભાગ્યે જ કોઇ કહી શકે કે તેણે બે મહિના પહેલાં જ એક બાળકને જન્મ આપ્યો છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

લેકમે ફેશન વિકના છેલ્લા દિવસે મલાઇક અરોરાએ રેમ્પ વોક કર્યું હતું, તે ડિઝાઇનર દિવ્યા રેડ્ડી માટે શો સ્ટોપર બની હતી. ઇન્ડિયન ફેશનમાં વેસ્ટર્ન કલરના તડકા સાથેનું આ કેલક્શન લોકોને ખૂબ પસંદ પડ્યું હતું. લાઇમ યલો કલરના લહેંગા અને ઓરેન્જ કલરની ચોલીમાં તે ખૂબ સુંદર અને સોફેસ્ટિકેટેડ લાગી રહી હતી.

વાણી કપૂર

વાણી કપૂર

'બેફિકરે'ની હિરોઇન વાણી કપૂરે ફેમસ ડિઝાઇનર રિતુ કુમાર માટે રેમ્પ વોક કર્યું હતું. રિતુ કુમાર ઇન્ડિયન ફેશન માટે જાણીતી છે, પરંતુ આ વખતે તેના કલેક્શનમાં કન્ટેમ્પરરી વેસ્ટર્ન આઉટફિટની છાંટ જોવા મળી હતી. શો સ્ટોપર વાણીએ સુંદર ફ્લોરલ પ્રિન્ટવાળું હાઇ વેસ્ટ લોન્ગ સ્કર્ટ અને હાઇ નેક જેકેટ પહેર્યું હતું, જેની પર ફ્લોર એમ્બ્રોઇડરી જોવા મળી હતી.

નિમ્રત કૌર

નિમ્રત કૌર

'લંચબોક્સ' અને 'એરલિફ્ટ' જેવી ફિલ્મોમાં એક્ટિંગનો જલવો દેખાડ્યા બાદ લેકમે ફેશન વિકમાં નિમ્રતે રેમ્પ પર પણ ધમાલ મચાવી હતી. તેણે SVA બ્રાન્ડ માટે રેમ્પ વોક કર્યું હતું, જે ડિઝાઇનર સોનમ અને પારસ મોદીની બ્રાન્ડ છે. નિમ્રતે ઘેરા લાલ રંગનો સફેદ એમ્બ્રોઇડરીવાળો લહેંગો અને સાથે સુંદર વન શોલ્ડર ડિઝાઇનર બ્લાઉઝ પહેર્યું હતું. તે આ આઉટફિટમાં કમાલની હોટ અને સુંદર લાગી રહી હતી.

તબ્બુ

તબ્બુ

આ વર્ષે ડિઝાઇનર ગૌરાંગ માટે તબ્બુએ રેમ્પ વોક કર્યું હતું, ગૌરાંગ પોતાના એથનિક વેર માટે જાણીતા છે અને તેમના આ વર્ષના કલેક્શનમાં વ્હાઇટ અને ગોલ્ડનનું સુંદર કોમ્બિનેશન જોવા મળ્યું હતું. તબ્બુએ સુંદર વ્હાઇટ અને ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

ફાલ્ગુની શાને પિકોક લેબલ માટે હોટ બ્લેક બ્યૂટી બિપાશા બાસુએ રેમ્પ વોક કર્યું હતું. ઘણાએ આ કલેક્શનને ગત વર્ષના ગુચિ કલેક્શન સાથે સરખાવ્યું હતું. શિમરી સ્ટ્રેઇટ કટ ગાઉનમાં બિપાશા બાસુ અત્યંત સુંદર લાગી રહી હતી.

અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરી

કોટવારા લેબલ માટે બોલિવૂડ બ્યૂટી અદિતિ રાવ હૈદરીએ રેમ્પ વોક કર્યું હતું. અદિતિએ બ્લેક લહેંગા સ્કર્ટ અને ગેલ્ડન બ્લિંગ બ્લાઉસ પહેર્યું હતું. આ આઉટફિટ સાથે તેણે જાજરમાન ટિક્કો અને હેવી ઇયર-રિંગ્સ પહેર્યા હતા.

દિશા પટાણી

દિશા પટાણી

સુંદર દિશા પટાણી બોલિવૂડમાં આવી ત્યારથી જ વિવિધ વિવાદોમાં ઘેરાયેલી રહી છે. આ વર્ષે તેણે લેકમે ફેશન વિકમાં પોતાનું ડેબ્યુ કરી ફરી એકવાર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તેણે ડિઝાઇનર જયંતિ રેડ્ડી માટે રેમ્પ વોક કર્યું હતું. રોયલ બ્લૂ કલરના લહેંગામાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.

English summary
Bollywood Actress rocked the ramp in 5 days Lakme Fashoin Week 2017. See the pictures here.
Please Wait while comments are loading...