For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લતા મંગેશકર પોતાની પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા? જાણો

આવો, જાણીએ કે લતા મંગેશકર પોતાની પાછળ કુલ કેટલી સંપત્તિ છોડી ગયા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારત રત્નથી સમ્માનિત અને સ્વર કોકિલાના નામથી જાણીતા લતા મંગેશકરના નિધનથી માત્ર ફિલ્મ જગત જ નહિ પરંતુ આખા દેશમાં શોકનો માહોલ છે. ઘણા દિવસો સુધી કોરોના વાયરસની જટિલતાઓ સામે ઝઝૂમ્યા બાદ લતા મંગેશકરે રવિવારે સવારે લગભગ 8 વાગીને 12 મિનિટે આ દુનિયાને અલવિદા કહી દીધી. લગભગ 7 દશકના પોતાના લાંબા સંગીત કરિયરમાં લતા મંગેશકરે ફિલ્મ જગતને હજારો શાનદાર ગીતો આપ્યા. એક મહાન ગાયિકા અને કરોડો રૂપિયાની સંપત્તિની માલિક હોવા છતાં લતા મંગેશકર ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા. આવો, જાણીએ કે લતા મંગેશકર પોતાની પાછળ કુલ કેટલી સંપત્તિ છોડી ગયા છે.

પિતાના નિધન બાદ ન માની હાર, બનાવી પોતાની આગવી ઓળખ

પિતાના નિધન બાદ ન માની હાર, બનાવી પોતાની આગવી ઓળખ

લતા મંગેશકર માત્ર 13 વર્ષના હતા જ્યારે તેમના પિતા દીનાનાથ મંગેશકરનુ નિધન થઈ ગયુ. જો કે, લતા મંગેશકર નબળા ન પડ્યા અને આખા પરિવારની જવાબદારી પોતાના ખભે લઈ લીધી. પરિવાર પહેલેથી જ કલા ક્ષેત્ર સાથે જોડાયેલો હતો માટે લતા મંગેશકરનુ બાળપણ પણ સંગીત વચ્ચે જ વીત્યુ. પિતાના ગયા બાદ લતા મંગેશકર સામે ઘણા પ્રકારના પડકારો આવ્યા પરંતુ તેમણે હાર ન માની અને ખૂબ જ નાની ઉંમરમાં પોતાના સુરીલા અવાજ દ્વારા ફિલ્મ જગતમાં એક અલગ ઓળખ બનાવી.

કેટલી સંપત્તિ છોડી ગયા છે લતા મંગેશકર

કેટલી સંપત્તિ છોડી ગયા છે લતા મંગેશકર

લતા મંગેશકરની સંપત્તિ વિશે મીડિયામાં ઘણા પ્રકારના રિપોર્ટ છે. અમુક રિપોર્ટ મુજબ લતા મંગેશકર લગભગ 111 કરોડ રુપિયાની સંપત્તિના માલિક હતા જ્યારે અમુક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમની પાસે 373 કરોડ રૂપિયાની સંપત્તિ હતી. લતા મંગેશકરની વાર્ષિક આવક લગભગ 6 કરોડ રૂપિયા જણાવવામાં આવે છે અને તેમની આવકનો મુખ્ય સ્ત્રોત તેમણે ગાયેલા ગીતો માટે તેમને મળતી રૉયલ્ટી હતી.

ગાડીઓના કલેક્શનમાં શામેલ હતી આ કારો

ગાડીઓના કલેક્શનમાં શામેલ હતી આ કારો

ન્યૂઝ ટ્રેકના એક રિપોર્ટ મુજબ લતા મંગેશકરનુ મુંબઈમાં ઘર ખૂબ મોટુ છે અને જણાવવામાં આવે છે કે તેમાં 10 પરિવાર એક સાથે રહી શકે છે. ફિલ્મ જગતને હજારો શાનદાર ગીતો આપનાર લતા મંગેશકરે પોતાની સૌથી પહેલી ગાડી શેવરલે ખરીદી હતી. ત્યારબાદ તેમની ગાડીઓના કલેક્શનમમાં બ્યૂક, મર્સિડીઝ અને ક્રિસલર જોડાતી ગઈ.

જ્યારે લતા મંગેશકરના વિરોધમાં આવી ગયા મોહમ્મદ રફી

જ્યારે લતા મંગેશકરના વિરોધમાં આવી ગયા મોહમ્મદ રફી

લતા મંગેશકરે પોતાના કરિયર દરમિયાન ઘણા દિગ્ગજ કલાકારો સાથે ગીતો રેકૉર્ડ કર્યા પરંતુ એક વખત એવો પણ આવ્યો જ્યારે મોહમ્મદ રફીએ તેમનો વિરોધ કર્યો. વાસ્તવમાં 1974માં લતા મંગેશકરનુ નામ સૌથી વધુ ગીતો રેકૉર્ડ કરવા માટે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં શામેલ કરવામાં આવ્યુ હતુ પરંતુ મોહમ્મદ રફીએ આ દાવાને ખોટો ગણાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. જો કે, ગિનીસ બુકમાં લતા મંગેશકરનુ નામ આ રેકૉર્ડ માટે જળવાઈ રહ્ય અને સાથે મોહમ્મદ રફીના દાવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.

English summary
Lata Mangeshkar assets and property details
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X