• search

Video : સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને પ્રથમ યશ ચોપરા ઍવૉર્ડ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    મુંબઈ, 29 જુલાઈ : ભારતના સુરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરને પ્રથમ યશ ચોપરા ઍવૉર્ડ આપવામાં આવશે. આ માહિતી ટી સુબ્બારામી રેડ્ડીએ તાજેતરમાં એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આપી. સુબ્બારામી રેડ્ડી ફાઉંડેશને સ્વર્ગસ્થ યશ ચોપરાની યાદમાં તેમના નામે આ નવા ઍવૉર્ડની સ્થાપનાકરી છે. આ ઍવૉર્ડ ફંક્શનમાં દર વર્ષે ભારતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ લોકોને તેમના શ્રેષ્ઠ કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે.

    lata

    આ પ્રસંગે હેમા માલિની, અનિલ કપૂર, સિમી ગરેવાલ જેવા પણ અનેક સ્ટાર્સ મોજૂદ હતાં. હેમા માલિની, અનિલ કપૂર, સિમી ગરેવાલ યશ ચોપરા ઍવૉર્ડ્સના જજિસ હશે કે જેઓ દર વર્ષે આ ઍવૉર્ડ માટે બૉલીવુડમાંથી કોઈ એક શખ્સિયતની પસંદગી કરશે. આ પ્રસંગે  હેમા માલિની, અનિલ કપૂર તેમજ સિમી ગરેવાલે યશ ચોપરા સાથે જોડાયેલી પોતાની સ્મૃતિઓને તાજી કરી હતી.

    સુબ્બારામી રેડ્ડીએ આ ફંક્શન દરમિયાન જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે યશ ચોપરાના ઍવૉર્ડ વડે યશજીની યાદો ઇન્ડસ્ટ્રીમાં જળવાઈ રહે. તેમણે આ ઍવૉ્ડને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સાથે પણ જોડતાં જણાવ્યું કે જે રીતે ફાળકે પુરસ્કાર દર વર્ષે અપાય છે, તેવી જ રીતે અમે આ ઍવૉર્ડ શરૂ કર્યો છે. યશ ચોપરા ઍવૉર્ડ ફંક્શન દરમિયાન મીડિયાના અનેક સવાલોના જવાબ આપતાં સુબ્બારામી રેડ્ડીએ જણાવ્યું કે તેઓ યશ ચોપરાને અમર કરવા માંગે છે અને તેથી જ આ ઍવૉર્ડ શરૂ કરી રહ્યાં છે.

    <center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="1" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="MTQyNjkzfHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="650";var ven_height="417";</script><script type="text/javascript" src="http://web.ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

    English summary
    Lata Mangeshkar gets first Yash Chopra Award. T Subbarami Reddy announced at the press conference that this year Lata Mangeshkar will get this award. and from next year onwards people from different fields will get this award for their contribution to the film industry.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more