For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવનારી પેઢીઓ લતા દીદીને ભારતીય સંસ્કૃતિના દિગ્ગજ તરીકે યાદ રાખશેઃ પીએમ મોદી

નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત ઘણી દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતના સ્વર કોકિલા લતા મંગેશકરનુ નિધન થઈ ગયુ છે. 92 વર્ષની ઉંમરે લતા મંગશકરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રી નિતિન ગડકરી સહિત ઘણી દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યુ, 'હું પોતાની પીડા શબ્દોમાં વર્ણવી નથી શકતો. દયાળુ લતા દીદી આપણને છોડીને જતા રહ્યા છે. તેઓ આપણા દેશમાં એક ખાલીપણુ છોડી ગયા છે જેને ભરી ન શકાય. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ તરીકે યાદ રાખશે જેમના સુરીલા અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અદભૂત ક્ષમતા હતી.'

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યુ, 'સ્વર કોકિલા લતા મંગેશકરજીના નિધનથી ભારતનો અવાજ ખોવાઈ ગયો છે. લતાજીએ આજીવન સ્વર અને સુરની સાધના કરી, તેમના ગાયેલા ગીતોને ભારતની ઘણી પેઢીઓએ સાંભળ્યા અને ગણગણ્યા છે. તેમનુ નિધન દેશની કલા અને સંસ્કૃતિ જગતની બહુ મોટી ખોટ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.' તમને જણાવી દઈએ કે લતા મંગેશકર લગભગ એક મહિનાથી બિમાર હતી. 8 જાન્યુઆરીએ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

English summary
Lata Mangeshkar passed away, PM Modi and Rajnath singh pays tribute to Latadidi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X