For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લક્ષ્મીની દીકરીએ દીપિકા સાથે જોઈ ‘છપાક', માને ગળે મળી પૂછ્યા ઘણા સવાલ

લક્ષ્મી અગ્રવાલે જણાવ્યુ કે તેમની દીકરી પીહુની પ્રતિક્રિયા ફિલ્મ જોયા બાદ કેવી હતી.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી દીપિકા પાદુકોણની ફિલ્મ 'છપાક' ગયા અઠવાડિયે જ થિયેટરોમાં આવી છે. 'છપાક'ની કહાની દિલ્લીની રહેવાસી લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. જે એક એસિડ એટેક પીડિતા છે. ફિલ્મમાં લક્ષ્મીની ભૂમિકા દીપિકાએ નિભાવી છે. ફિલ્મને લોકો પાસેથી સારી પ્રતિક્રિયા મળી રહી છે. હવે લક્ષ્મી અગ્રવાલે જણાવ્યુ કે તેમની દીકરી પીહુની પ્રતિક્રિયા ફિલ્મ જોયા બાદ કેવી હતી.

‘લોકોના દિલોમાં જગ્યા મળી'

‘લોકોના દિલોમાં જગ્યા મળી'

લક્ષ્મીએ કહ્યુ, ચાંદની ચોકમાં રહેનારા લોકો જૂના વિચારોના છે અને સામાન્ય રીતે મારા જેવા લોકોની મજાક ઉડાવે છે. પરંતુ આજે જ્યારે હું ત્યાં હતી તો દુકાનદારોએ મને બોલાવી અને સલામ કરી. આ ફિલ્મે લોકોના દિલોમાં અમારા માટે જગ્યા બનાવી છે. આજે અમે પીડામાંથી ધીમે ધીમે બહાર આવવા લાગ્યા છે. પીહૂ, લક્ષ્મી પર કરવામાં આવેલા ગુનાને સમજવા માટે ઘણી મેચ્યોર હતી અને સમજી ગઈ હતી તે તેની મા કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂકી છે. જે ફિલ્મની શરૂઆતમાં લક્ષ્મી માટે ચિંતાની વાત હતી.

લોકોના દિમાગમાંથી ‘તેજાબ હટાવશે'

લોકોના દિમાગમાંથી ‘તેજાબ હટાવશે'

આ પહેલા ફિલ્મ માટે લક્ષ્મીએ કહ્યુ હતુ, ‘આ ફિલ્મ વધુમાં વધુ જાગૃતિ ફેલાવશે અને લોકોના દિમાગમાંથી તેજાબ હટાવશે જે આને બદલો લેવાના હથિયાર તરીકે ઉપયોગમાં લે છે.' તમને જણાવી દઈએ કે આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં દીપિકાનુ નામ માલતી છે. તેની ઑપોઝીટ અભિનેતા વિક્રાંત મેસી છે જેમણે લક્ષ્મીના રિયલ લાઈફ પાર્ટનર આલોક દીક્ષિતની ભૂમિકા નિભાવી છે.

ઘણા રાજ્યોમાં થઈ ટેક્સ ફ્રી

ઘણા રાજ્યોમાં થઈ ટેક્સ ફ્રી

ફિલ્મને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. ઉત્તરાખંડ સરકારે પણ એસિડ એટેક પીડિતાઓને દર મહિને 7થી 10 હજાર રૂપિયા પેન્શન આપવાની વાત કહી છે. પંજાબમાં સામાજિક અને મહિલા તેમજ બાળ વિકાસ વિભાગે એસિડ એટેક પીડિતાઓ માટે ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગ કરી છે. સાથે વધુમાં વધુ લોકોને ફિલ્મ જોવા માટે કહ્યુ છે.

પહેલા દિવસે 4.77 કરોડની કમાણી

પહેલા દિવસે 4.77 કરોડની કમાણી

જો કે દીપિકાના જેએનયુ ગયા બાદ ઘણો વિવાદ થયો જેના કારણે ફિલ્મની કમાણી એટલી ન થઈ શકી જેટલી આશા કરવામાં આવી હતી. વીકેન્ડ બાદ દીપિકા પાદુકોણની ફિલ્મ બોક્સ ઑફિસ પર કંઈ ખાસ પ્રદર્શન કરી નથી રહી. ફિલ્મના પ્રારંભિક આંકડાને જોતા એ કહી શકાય છે કે પહેલા દિવસે ‘છપાક'ને લગભગ 4.77 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘છપાક' છ દિવસમાં 27 કરોડ રૂપિયાનુ કલેક્શન કરી શકી છે.

કેટલુ છે ફિલ્મનુ બજેટ?

કેટલુ છે ફિલ્મનુ બજેટ?

ફિલ્મે જ્યાં પહેલા દિવસે 4.77 કરોડની કમાણી કરી. વળી, બીજા દિવસે ફિલ્મની કમાણીમાં 30-40 ટકાનો ગ્રોથ દેખાયો. ફિલ્મે શનિવારે 6.90 કરોડથી ઉપરની કમાણી કરી. રવિવારે ફિલ્મે 7થી 7.50 કરોડ રૂપિયા અને સોમવારે 2થી 2.50 કરોડ રૂપિયાની કમાણી કરી. દીપિકા પાદુકોણની ‘છપાક'નુ બજેટ લગભગ 35 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યુ છે.

આ પણ વાંચોઃ ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહનો સેક્સી ડાંસ વીડિયો વાયરલ, જોતા જ રહી જશોઆ પણ વાંચોઃ ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહનો સેક્સી ડાંસ વીડિયો વાયરલ, જોતા જ રહી જશો

English summary
laxmi agarwal daughter pihu reacts after watching deepika padukone starrer chhapaak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X