For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામાન્ય છોકરાની અસામાન્ય વાર્તા : લાઇફ ઑફ પાઇ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 24 નવેમ્બર : કહે છે કે જે માણસ પોતાની મદદ નથી કરતો, તેની મદદ ખુદા પણ નથી કરતો. કઈંક આવી જ થીમ સાથે હૉલીવુડ દિગ્દર્શક ઍં લીની ફિલ્મ લાઇફ ઑફ પાઇ આગળ વધે છે. ફિલ્મ જોયા બાદ હૃદયમાં માત્ર એક જ ખ્યાલ આવે છે કે માણસની અંદર જો જીવવાની ઇચ્છા હોય તો તે કોઈ પણ મુશ્કેલીમાંથી પોતાને ઉગારી શકે છે. ખુદાએ આ જીવન આપણને માત્ર એક જ વાર આપ્યું છે. હવે તે આપણી ઉપર છે કે આપણે તેની સાથે જોડાયેલ મુશ્કેલીઓથી ગભરાઈ તેનો સાથ છોડી દઇએ કે પછી દરેક મોટામાં મોટી મુશ્કેલીનો સામનો કરાતાં પણ તેનો હાથ પકડી રાખીએ.

વાર્તા : લાઇફ ઑફ પાઇ એક સામાન્ય છોકરા અબ્દુલ પાઈ પટેલની વાર્તા છે કે જે પોતાના પિતા સંતોષ પટેલ સાથે પૉન્ડિચેરી ખાતે રહે છે. પૉન્ડિચેરીમાં તેના પિતાનું એક પ્રાણી સંગ્રહાલય (ઝૂ) છે. એક દિવસ પાઈના પિતા બિઝનેસનો વ્યાપ વધારવા માટે શહેરથી બહાર જવાનો નિર્ણય કરે છે. તેઓ જળ માર્ગે ઝૂના પ્રાણીઓને લઈ કૅનેડા તરફ જાય છે, પરંતુ રસ્તામાં એક સમુદ્રી વાવાઝોડામાં ફસાઈ તેમનું વહાણ ઉંધી થઈ જાય છે. એક લાઇફ બોટમાં માત્ર પાઈ તથા તેના ઝૂના ચાર પ્રાણીઓ બચે છે. તેમાં બંગાળી વાઘ રિચર્ડ પાર્કર, ઝેબ્રા, લક્કડખોદ તથા વનમાનુષ છે. ધીરે-ધીરે સમય જાય છે અને વાઘને છોડી ત્રણેય પ્રાણીઓ મરી જાય છે. અંતે માત્ર પાઇ અને પાર્કર જ બચે છે.

પાઇના પાત્રમાં સૂરજ શર્માને લોકોએ ખૂબ પસંદ કર્યાં. કહે છે કે સૂરજે પાઇનું પાત્ર જીવ્યું છે. માત્ર તેની એક્ટિંગ નથી કરી. જીવનને કોઈ પણ ભોગે ન ગુમાવવાનો સાહસ તેમજ હિમ્મત, પોતાના સાથીઓને જીવતાં રાખવા પાઇનો મોત સાથે જંગ આ તમામ વાતોને સૂરજે ખૂબ જ સુંદર રીતે સ્ક્રીન પર ઉતારી છે. પાઇ ઉપરાંત શેરનું પાત્ર પણ ફિલ્મ જોતા વખતે દર્શકોના રુઆંટા ઊભા કરી દે છે.

હાલ જોઇએ લાઇફ ઑફ પાઇની તસવીરી ઝલક.

સૂરજ શર્મા

સૂરજ શર્મા

લાઇફ ઑફ પાઇમાં સૂરજ શર્માએ મુખ્ય ભૂમિકા ભજવી છે. સૂરજ શર્માની એક્ટિંગ બહેતરીન છે.

પાઇનું જીવન

પાઇનું જીવન

ફિલ્મનું મુખ્ય પાત્ર પાઇ પોતાના પિતા સાથે પૉન્ડિચેરી ખાતે રહે છે. ત્યાંની સંસ્કૃતિને પણ ઍંગ લીએ ખૂબ જ સુંદર રીતે કંડારી છે.

બહેતરીન 3ડી ઇફેક્ટ

બહેતરીન 3ડી ઇફેક્ટ

ઍંગ લીએ લાઇફ ઑફ પાઇમાં બહેતરીન 3ડી ઇફેક્ટ મુકી છે.

બહેતરીન પિક્ચરાઇઝેશન

બહેતરીન પિક્ચરાઇઝેશન

ઍંગ લીએ સુંદર પિક્ચરાઇઝેશન વડે લોકોને ભગવાનના અસ્તિત્વનો અહેસાસ કરાવ્યો છે.

રિચર્ડ પાર્કર

રિચર્ડ પાર્કર

ફિલ્મમાં પાઇ ઉપરાંત વાઘ રિચર્ડ પાર્કરનું પાત્ર પણ બહેતરીન છે.

લાગણીઓના તાંતણે

લાગણીઓના તાંતણે

પાઇ અને વાઘ વચ્ચે વગર શબ્દોએ જે લાગણીઓ વડે વાતો થાય છે, તે ફિલ્મનો સૌથી સુંદર ભાગ છે.

જીવન પ્રત્યે ધગશ

જીવન પ્રત્યે ધગશ

પાઇની જીવન જીવવાની ધગશ ફિલ્મનો પ્રાણ છે.

English summary
Life Of Pi is doing great business over Box Office. People find it very interesting and different kind of movie. Suraj Sharma has done a great job and Ang Lee once again proved himself that he can create a magic with his beautiful picturisation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X