હોટ & બોલ્ડ ઇશા ફરી આવી ચર્ચામાં, તેનું કારણ છે આ....

Written By:
Subscribe to Oneindia News

હોટ અને બોલ્ડ ફોટોઝ હિરોઇનને સતત ચર્ચામાં રાખે છે. 2017માં પોતાના બોલ્ડ ફોટોઝને કારણે સૌથી વધુ ચર્ચામાં રહેલ હિરોઇન ઇશા ગુપ્તા ફરી ચર્ચામાં આવી ગઈ છે. આ વખતે ઇશા તેના બોલ્ડ ફોટોને કારણે નહીં પરંતુ તેના હોઠના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. બોલીવૂડમાં આજકાલ લિપ સર્જરીની ફેશન ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. થોડા દિવસ પહેલા જ શ્રીદેવીએ લિપ સર્જરી કરાવી હોય તેવા ફોટોઝ વાયરલ થયા હતા. ત્યાર બાદ હવે ઇશા ગુપ્તાએ પણ બોલીવૂડની બીજી હિરોઇનની જેમ લિપ સર્જરી કરાવી હોય તેવું તેના લેટેસ્ટ ફોટો જોઇને લાગી રહ્યું છે.

હોઠમાં લાગે છે ફેરફાર

હોઠમાં લાગે છે ફેરફાર

2007માં ઇશા ગુપ્તા મિસ ઇન્ડિયા ઇન્ટનેશનલનો ખિતાબ જીત્યો ત્યારની બાદ તેણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સમયનો તેનો એક ફોટ છે, તો બીજો ફોટો ઇશાએ હમણા જ થોડા સમય પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ ફોટો છે. આ બંન્ને ફોટોને જોતા તેના હોઠમાં ચોક્કસ પરિવર્તન જોવા મળે છે. આથી ઇશાના ફેન્સે તેના લિપને લઇને અનેક કોમેન્ટ પણ કરી હતી.

બોલીવૂડની એન્જીલિના જોલી

બોલીવૂડની એન્જીલિના જોલી

આ ફોટાઓમાં ઇશાના હોઠ પહેલા કરતા પહોળા અને મોટા લાગી રહ્યા છે. આ ફોટોઝને જોઇ તેના કેટલાક ફેન્સે તેને એન્જીલિના જોલી પણ કહી નાખી છે. એન્જીલિના જોલી હોલીવૂડની એક્ટ્રેસ છે અને ઇશાની લિપ સર્જરી બાદ તે થોડી થોડી તેના જેવી લાગી રહી છે, એવું તેના ફેન્સનું કહેવુ છે.

કેટરીના કૈફ

કેટરીના કૈફ

ટાઇગર ઝિંદા હૈ માં એક્શન કરીને અનેક દિલોને જીતનારી કેટરીના કૈફે પણ ફિલ્મ અજબ પ્રેમ કી ગજબ કહાની બાદ પોતાની લિપ્સની સર્જરી કરાવી હતી. એ બાદ તેના લિપ વધારે સુંદર અને લૂક ચાર્મીંગ લાગે છે. કેટરિના કૈફની લિપ સર્જરી ખાસ ચર્ચામાં નહોતી આવી, પરંતુ તેના જૂના અને હાલના ફોટોઝ જોતાં ચોક્કસ ખ્યાલ આવી જાય છે કે, તેણે લિપ સર્જરી કરાવી છે.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

2014માં કરણ જોહરના શો કોફી વિથ કરણમાં અચાનક અનુષ્કાનો નવો અવતાર જોવામાં આવ્યો હતો. એ જોઇને કોઈ પણ કરી શકે કે અનુષ્કાએ તેના લિપની સર્જરી કરાવી છે. એ બાદ અનુષ્કાને ટ્વીટર પર ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. અનુષ્કા તેની લિપ સર્જરી બાદ ખાસી અલગ દેખાઇ રહી છે અને ઘણાને તેનો આ લૂક ખાસ પસંદ નથી પડ્યો.

વાણી કપૂર

વાણી કપૂર

શુદ્ધ દેશી રોમાંસથી બોલીવૂડમાં ડેબ્યૂ કરાનારી વાણી કપૂરને જ્યારે તેની બીજી ફિલ્મ બેફ્રિરેમાં જોવામાં આવી ત્યારે તેના હોઠમાં પણ ઘણો ફરક લાગી રહ્યો હતો. એ વખતે પણ એવી અફવાઓ ચાલી રહી હતી કે તેને પણ લિપ સર્જરી કરવા છે પરંતુ વાનીએ એ વાતને નકારી હતી. વાણીની પહેલી ફિલ્મ અને બીજી ફિલ્મ વચ્ચે એટલો બધો સમય છે કે, તેના લૂક્સમાં અનેક પ્રકારના પરિવર્તન જોવા મળ્યા છે. આથી તે આ વાતને ખૂબ સરળતાથી સ્વીકારી કે નકારી શકે છે.

English summary
From yesteryear stars like Sridevi to new-age divas like Kangana Ranaut, Anushka Sharma, Vaani Kapoor, everyone seems to be in a rush to get lip job done. The latest to join the brigade of actresses undergoing the knife is Esha Gupta.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.