અલવિદા : 6 બૉલીવુડ હસ્તીઓ છીનવી ચુક્યુ છે 2014

મુંબઈ, 3 ડિસેમ્બર : બૉલીવુડના વેટરન એક્ટર અને કૉમેડિયન દેવેન વર્મા ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. બૉલીવુડ સેલિબ્રિટીઓ કરણ જૌહર, આમિર ખાન તથા અનુષ્કા શર્મા સહિત ઘણી હસ્તીઓએ દેવેન વર્માને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે.

દેવેન વર્માનું ગઈકાલે વહેલી સવારે નિધન થઈ ગયુ હતું. તેઓ 78 વર્ષના હતાં. તેમની યાદગાર ફિલ્મોમાં ચોર કે ઘર ચોર, સંજવ કપૂર સાથેની અંગૂર, ગોલમાલ, ખટ્ટા મીઠા, નાસ્તિક, રંગ બિરંગી, દિલ, જુદાઈ, ઇશ્ક, અંદાઝ અપના અપના તથા દિલ તો પાગલ હૈ.

દેવેનના નિધન પર શોક વ્યક્ત કરનારાઓમાં માત્ર બૉલીવુડ હસ્તીઓ જ નહીં, પણ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું - દેવેન વર્માનુ નિધન દુઃખદ છે. તેઓ જાણીતા એક્ટર હતાં અને ફિલ્મ પ્રેમીઓના ફવરિટ હતાં.

ચાલો હાલ તો આપને બતાવીએ આ વર્ષે એટલે કે 2014માં 1લી જાન્યુઆરીથી 2જી ડિસેમ્બર સુધીમાં નિધન પામનાર બૉલીવુડ સેલિબ્રિટીઓ :

દેવેન વર્મા

દેવેન વર્મા

કૉમેડિયન, એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર દેવેન વર્માએ મંગળવારે સવારે હૃદય રોગના હુમલા બાદ છેલ્લા શ્વાસ લીધાં. તેમની કિડની પણ ફેલ થઈ ગઈ હતી.

રવિ ચોપરા

રવિ ચોપરા

રવિ ચોપરાનું નિધન ગત 12મી નવેમ્બરના રોજ થયું. તેઓ 68 વર્ષના હતાં. તેમણે અનેક હિટ ફિલ્મો બનાવી હતી.

સદાશિવ અમરાપુરકર

સદાશિવ અમરાપુરકર

સદાશિવ અમરાપુરકરે પણ 3જી નવેમ્બરના રોજ ફાની દુનિયા છોડી દીધી. 64 વર્ષીય સદાશિવે અનેક ફિલ્મોમાં આઇકૉનિક વિલનના રોલ્સ કર્યા હતાં.

ઝોહરા સહેગલ

ઝોહરા સહેગલ

102 વર્ષીય ઝોહરા સહેગલનું નિધન 10મી જુલાઈના રોજ થયુ હતું.

નંદા

નંદા

બૉલીવુડ અભિનેત્રી નંદાનં 25મી માર્ચ, 2014ના રોજ નિધન થયુ હતું. તેઓ 75 વર્ષના હતાં. તેમનું કુદરતી મોત થયુ હતું.

સુચિત્રા સેન

સુચિત્રા સેન

સુચિત્રા સેન પણ હૃદય રોગના હુમલાના પગલે ગત 17મી જાન્યુઆરીના રોજ મૃત્યુ પામ્યા હતાં. તેઓ 82 વર્ષના હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X