For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લવ જેહાદઃ ‘કેદારનાથ’ પર પ્રતિબંધની માંગ પર નિર્દેશક, ‘કંઈ પણ વાંધાજનક નથી’

‘કેદારનાથ' રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મના નિર્માતા રોની સ્ક્રૂવાલા અને નિર્દેશક અભિષેક કપૂરે સ્પષ્ટતા આપી છે.

|
Google Oneindia Gujarati News

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કેદારનાથ' રિલીઝ થતા પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ઉત્તરાખંડના પુરોહિતો અને એક ભાજપ નેતાએ આ ફિલ્મ પર લવ જેહાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને આના કારણે ફિલ્મ પર પ્રતિબંધની વાત કહેવામાં આવી છે. જેના પર હવે ફિલ્મના નિર્માતા રોની સ્ક્રૂવાલા અને નિર્દેશક અભિષેક કપૂરે સ્પષ્ટતા આપી છે.

આ પણ વાંચોઃ Video: અમિતાભ બચ્ચને મમતા બેનર્જીને કેમ કહ્યુ, 'મને ફરીથી અહીં ન બોલાવતા'આ પણ વાંચોઃ Video: અમિતાભ બચ્ચને મમતા બેનર્જીને કેમ કહ્યુ, 'મને ફરીથી અહીં ન બોલાવતા'

‘કેદારનાથ' ફિલ્મમાં કંઈ પણ આપત્તિજનક નથી

‘કેદારનાથ' ફિલ્મમાં કંઈ પણ આપત્તિજનક નથી

‘કેદારનાથ'ના ટ્રેલર લોન્સ સમયે રોની સ્ક્રૂવાલાએ કહ્યુ કે ફિલ્મનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. અમારુ કામ ફિલ્મને ફિલ્મ પ્રમાણપત્ર આપતી મોટી સંસ્થા સીબીએફસી પાસેથી પ્રમાણિત કરાવીને તેને રિલીઝ કરવાનું છે.

પહેલા ફિલ્મ જુઓ પછી નિર્ણય કરોઃ નિર્માતા-નિર્દેશક

પહેલા ફિલ્મ જુઓ પછી નિર્ણય કરોઃ નિર્માતા-નિર્દેશક

બધા લોકો ક્રિએટીવ છે, મને નથી લાગતુ કે અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડીશુ. તેમણે લોકોને કોઈ અભિપ્રાય બાંધતા પહેલા ફિલ્મ જોવાની અપીલ કરી. તેમણે કહ્યુ કે પહેલા લોકો ફિલ્મ જુએ અને પછી નિષ્કર્ષ કાઢે.

સારા અલી ખાનની પહેલી ફિલ્મ છે ‘કેદારનાથ'

સારા અલી ખાનની પહેલી ફિલ્મ છે ‘કેદારનાથ'

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન અને તેમની પહેલી પત્ની અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન ફિલ્મ ‘કેદારનાથ' દ્વારા બોલિવુડમાં પગરણ માંડવા જઈ રહી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયુ છે જેને અપેક્ષા મુજબ સારો રિસ્પોન્સ મળ્યો છે. પરંતુ ફિલ્મ માટે વિવાદ શરૂ થઈ ગયો છે. ઉત્તરાખંડમાં તીર્થ પુરોહિતોના વિરોધ બાદ હવે ભાજપના એક વરિષ્ઠ નેતાએ આ ફિલ્મ સામે મોરચો ખોલી દીધો છે.

લવ જેહાદને પ્રોત્સાહન આપી રહી છે ફિલ્મ ‘કેદારનાથ': ભાજપ નેતા

લવ જેહાદને પ્રોત્સાહન આપી રહી છે ફિલ્મ ‘કેદારનાથ': ભાજપ નેતા

ભાજપ નેતાએ ઉત્તરાખંડમાં 2013માં આવેલા વિનાશકારી પૂરની પૃષ્ઠભૂમિ પર બનેલી ફિલ્મ ‘કેદારનાથ' પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. રાજ્યમાં ભાજપની મીડિયા રિલેશન્સ ટીમ સાથે જોડાયેલા અજેન્દ્રએ કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીને લખ્યુ કે સૌથી ખરાબ માનવીય આપત્તિઓમાંથી એકની પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મ હિંદુઓની ભાવનાઓની મજાક બનાવે છે અને લવ જેહાદને પ્રોત્સાહન આપે છે એટલા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ લાદવો જોઈએ.

લિપલૉક સીન પણ વિવાદનું કારણ

લિપલૉક સીન પણ વિવાદનું કારણ

‘કેદારનાથ'માં ઉત્તરાખંડની આપત્તિને દર્શાવવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યુ છે. ફિલ્મના ગીતો પર પણ લોકોને આપત્તિ છે. ફિલ્મમાં એક લિપલૉક સીન પણ વિવાદનું કારણ બનેલ છે.

7 ડિસેમ્બરે રિલીઝ થશે ‘કેદારનાથ'

‘કેદારનાથ' ફિલ્મ 7 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. અભિષેક કપૂર નિર્દેશિતઆ ફિલ્મ પૂરમાં ફસાયેલી એક હિંદુ શ્રદ્ધાળુને એક મુસ્લિમ યુવક દ્વારા બચાવાયા બાદ બંને વચ્ચે પાંગરેલા પ્રેમની કહાની છે એટલા માટે પુરોહિતોએ કહ્યુ છે કે આ ફિલ્મ લવ-જેહાદને પ્રોત્સાહન આપી રહી છે.

આ પણ વાંચોઃ વાયરલ Video: રામ-સીતાની જોડીમાં જોવા મળ્યા ઐશ્વર્યા-આમિરના બાળકોઆ પણ વાંચોઃ વાયરલ Video: રામ-સીતાની જોડીમાં જોવા મળ્યા ઐશ્વર્યા-આમિરના બાળકો

English summary
love jihad nothing offensive kedarnath say producers as bjp leaders demands ban on movie
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X