સ્વિમિંગ પુલમાં મલાઈકા અરોરાએ બિકિનીમાં કર્યો હૉટ યોગા, જુઓ Pics

મલાઈકા અરોરાએ અમુક એવા ફોટા પોસ્ટ કર્યા છે કે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અભિનેત્રી મલાઈકા અરોરા ઘણી વાર પોતાની ફિટનેસ અને યોગા માટે નવી ઓળખ બનાવી ચૂકી છે. તેની ખૂબી એ રહી છે કે તે 40ની ઉંમર પાર કર્યા બાદ પણ પોતાના ગ્લેમરસ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ વખતે પણ મલાઈકા અરોરાએ અમુક એવા ફોટા પોસ્ટ કર્યા છે કે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
સૌ જાણે છે કે યોગા બૉલિવુડની ઘણી હૉટ અભિનેત્રીઓની પસંદ રહ્યુ છે. મલાઈકા અરોરા આમાં શામેલ છે. જ્યાં ફિટનેસ માટે જિમ સાથે તે યોગાને પણ ખુદના માટે ખૂબ જરૂરી માને છે. નવા વર્ષમાં પણ મલાઈકા અરોરા પોતાનુ પૂરુ ફોકસ ફિટનેસ પર રાખવાની છે.

malaika

વર્ષ 2020એ આપણને સૌને ફિટ રાખવા માટે સીખ આપી છે. મલાઈકા અરોરા આ સીખને આગળ વધારવાની કોશિશ કરી રહી છે. મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જ્યાં તે સ્વિમિંગ પુલની અંદર જઈને યોગા કરતી દેખાઈ રહી છે. તેણે એક ફોટો શેર કરીને યોગા સાથે તેના ફાયદા પણ જણાવ્યા છે. તેણે આ યોગાને ઉત્થિતા હસ્તા પાદાંગુષ્ઠાસ યોગ નામ આપ્યુ છે.

મલાઈકા અરોરાએ આ સાથે એક નોટ પણ શેર કરી છે અને જણાવ્યુ છે કે કેવી રીતે યોગા ફિટનેસ માટે જરૂરી છે. મલાઈકા અરોરાએ લખ્યુ છે કે આવો નવા વર્ષ પર વર્કઆઉટ અને યોગ રૂટીનને કિક સ્ટાર્ટ કરીને નવા સપ્તાહની શરૂઆત કરીએ. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા નવા વર્ષની શરૂઆત માટે ગોવા ગઈ. જ્યાં તે પોતાના બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર અને બહેન અમૃતા અરોરા અને તેના પતિ શકીલ લદકના વિલામાં વેકેશનનો આનંદ લેતી જોવા મળી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X