50 વર્ષની મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ છે? અર્જૂન કપૂરની 'સાસુમા' સાથે મુલાકાત બાદ ચર્ચાઓએ પકડ્યુ જોર
Malaik Arora Pregnancy: બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા 50 વર્ષની ઉંમરમાં પણ યુવા અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે. ક્યારેક મલાઈકા અર્જુમ સાથે તો ક્યારેક જીમમાં ફેન્સને પોતાની ફિટનેસ બતાવતી રહે છે. પરંતુ આ વખતે મલાઈકા અરોરા એક અલગ જ કારણથી હેડલાઈન્સમાં છે.
વાસ્તવમાં, છેલ્લા કેટલાક દિવસોથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના લગ્નની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. અર્જુન હાલમાં જ મલાઈકાના ઘરે જોવા મળ્યો હતો. એવા અહેવાલો હતા કે અભિનેતા મલાઈકાની માતાને મળવા આવ્યો હતો. આ પછી, તેમના લગ્નની અફવાઓ ટૂંક સમયમાં હેડલાઇન્સ બની ગઈ.

આ સાથે જ અન્ય એક સમાચારની પણ ચર્ચા થઈ રહી છે. મલાઈકા અને અર્જુનના લગ્નના સમાચારો વચ્ચે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે મલાઈકા અરોરા ગર્ભવતી છે. તાજેતરમાં મલાઈકા અરોરા રનવે રેડી હેર માટે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. મલાઈકા અરોરાની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ ફોટો જોયા બાદ ચાહકોએ અનુમાન લગાવ્યું કે અર્જુનની ગર્લફ્રેન્ડ મલાઈકા પ્રેગ્નન્ટ છે. તસવીરોમાં અભિનેત્રીનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. ઘણા લોકોએ અનુમાન લગાવ્યું હતું કે અભિનેત્રીનું પેટ ફૂલેલું હોઈ શકે છે. ઘણા લોકો માનતા હતા કે ના, અભિનેત્રી ગર્ભવતી છે.












Click it and Unblock the Notifications
