દુબઇમાં મલાઇકાનું સિક્રેટ બર્થ ડે સિબ્રેશન, આ યંગ એક્ટર સાથે

Written By:
Subscribe to Oneindia News

23 ઓક્ટોબર, 2017ના રોજ મલાઇકા અરોરાએ પોતાની 44મી વર્ષગાંઠ ઉજવી હતી. તેણે પોતાની ગર્લ્સ ગેંગ્સ સાથે દુબઇમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. મલાઇકા અરોરા બોલિવૂડની ટાઇમલેસ બ્યૂટીઝમાંની એક છે. મલાઇકાને જોઇને કોઇ માને નહીં કે, તેનો 13 વર્ષનો એક પુત્ર પણ છે. પોતાની બર્થ ડે પર તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલ તસવીરો ખૂબ વાયરલ થઇ હતી, જો કે હાલ એ તસવીરોના સ્થાને મલાઇકાએ પોતાનો બર્થ ડે કયા સ્પેશિયલ પર્સન સાથે સેલિબ્રેટ કર્યો એની ચર્ચા વધુ થઇ રહી છે.

મલાઇકા અરોરા

મલાઇકા અરોરા

મલાઇકા અને અરબાઝના ડિવોર્સ બાદ મલાઇકા અને અર્જુન કપૂર વચ્ચે અફેર હોવાની વાતો ચગી હતી. ત્યાર બાદ થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે, આ બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે અને તેઓ ઇવેન્ટ્સ તથા પાર્ટીઝમાં એકબીજાને ઇગ્નોર કરી રહ્યાં છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યાં છે કે કોઇ તેમના સાથે ફોટા ન પાડી લે.

મલાઇકાનું સિક્રેટ બર્થ ડે સિલબ્રેશન

મલાઇકાનું સિક્રેટ બર્થ ડે સિલબ્રેશન

જો કે, પિંકવિલાના અહેવાલો અનુસાર બ્રેકઅપની અફવાઓ સાવ ખોટી છે. અર્જુન કપૂર મલાઇકા અરોરાના બર્થ ડે સિલબ્રેશન માટે દુબઇ પહોંચ્યો હતો. મલાઇકા અને અર્જુને પોતાની ફ્રેન્ડશિપ અંગે પહેલેથી જ મૌન સાધી રાખ્યું છે. તેમણે બ્રેકઅપ અંગે પણ કોઇ ટિપ્પણી કરી નથી.

દિવાળી પાર્ટી

દિવાળી પાર્ટી

આ વર્ષની દિવાળી પાર્ટીમાં બંને એકબીજાને ઇગ્નોર કરતાં જોવા મળ્યા હતા, પરંતુ હવે માનવામાં આવી રહ્યું છે કે બંનેએ બિનજરૂરી ગોસિપને ટાળવા માટે એકબીજાથી અંતર જાળવી રાખ્યું હતું. પરંતુ મલાઇકાની બર્થ ડેના દિવસે અર્જુન દુબઇમાં જોવા મળ્યો હતો.

મલાઇકાને આપ્યું સરપ્રાઇઝ

મલાઇકાને આપ્યું સરપ્રાઇઝ

અર્જુને મલાઇકાને સરપ્રાઇઝ વિઝિટ આપી હતી. તે ખાસ મલાઇકા માટે તેની ફેવરિટ કેક પણ લઇને ગયો હતો. મલાઇકાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યા બાદ બીજા દિવસે તે મુંબઇ પરત ફર્યો હતો. અર્જુન અને માલઇકાએ મીડિયાની નજરોથી દૂર આ સ્પેશિયલ ડેની ઉજવણી કરી હતી.

સ્પેશિયલ ફ્રેન્ડશિપ

સ્પેશિયલ ફ્રેન્ડશિપ

સૂત્રો અનુસાર, મલાઇકા અને અર્જુન પોતાની ફ્રેન્ડશિપ બાબતે ખૂબ સ્પષ્ટ છે અને તેઓ મીડિયાના વગર જોઇતા અટેન્શન અને વણછાજતા પ્રશ્નોથી દૂર રહેવા માંગે છે. એક વાત તો ચોક્કસ છે કે, મલાઇકા અને અર્જુનની ફ્રેન્ડશિપ ખૂબ ખાસ છે. આથી જ તો તે દિબાકર બેનર્જીની ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત હોવા છતાં એક દિવસનો ટાઇમ કાઢી મલાઇકાને મળવા પહોંચી ગયો હતો.

લોકો કાઢે છે ખોટો અર્થ

લોકો કાઢે છે ખોટો અર્થ

મલાઇકા અને અરબાઝના ડિવોર્સ વખતે જ્યારે અર્જુન અને મલાઇકાના અફેરની વાતો ચગી હતી ત્યારે મલાઇકાએ આ વાતને અફવા ગણાવી હતી. એ સમયે કહેવાઇ રહ્યું હતું કે, અર્જુન કપૂરને કારણે જ મલાઇકા-અરબાઝનો ડિવોર્સ થયો છે. જો કે, મલાઇકાએ આ વાતને રદિયો આપતાં જણાવ્યું હતું કે, લોકો તેની અને અર્જુનની ફ્રેન્ડશિપનો ખોટો અર્થ કાઢી રહ્યાં છે.

English summary
Malaika Arora celebrated her 44th birthday in Dubai on Monday. Sources say that Arjun too visited Dubai just for Malaika's birthday. Check out the details here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.