For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો હીરો ફોન કરીને રાતે બોલાવે તો... મલ્લિકા શેરાવતે કર્યો પોતાના કરિયરનો સૌથી મોટો ખુલાસો

મલ્લિકા શેરાવતે તાજેતરમાં જ ખચકાટ વિના ખુલ્લેઆમ કહ્યુ કે કાસ્ટિંગ કાઉચના અસ્તિત્વએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેની કારકિર્દીને પ્રભાવિત કરી.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે એકથી એક ચડિયાતી ઘણી ફિલ્મો કરી. તે હંમેશાથી બિન્દાસ્ત જવાબો આપવા માટે જાણીતી છે. તેણે તાજેતરમાં જ ખચકાટ વિના ખુલ્લેઆમ કહ્યુ કે કાસ્ટિંગ કાઉચના અસ્તિત્વએ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેની કારકિર્દીને પ્રભાવિત કરી. તેણે એમ પણ કહ્યુ કે તમામ એ-લિસ્ટર કલાકારોએ મારી સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે હું સમાધાન કરવા તૈયાર નહોતી.

એ અભિનેત્રીઓને પસંદ કરવામાં આવે છે જે સમજૂતી કરે છે

એ અભિનેત્રીઓને પસંદ કરવામાં આવે છે જે સમજૂતી કરે છે

હાલમાં જ ફિલ્મ આરકે જોવા મળેલી 45 વર્ષીય મલ્લિકા શેરાવતે કહ્યુ કે આ ખૂબ સરળ છે - તેઓ એવી અભિનેત્રીઓને પસંદ કરે છે જેને તેઓ કંટ્રોલ કરી શકે અને જે તેમની સાથે સમાધાન કરી શકે. હું તે નથી, મારુ વ્યક્તિત્વ એ નથી. હું મારી જાતને કોઈની સનક અને કલ્પનાઓને આધીન કરવા માંગતી ન હતી.

જો હીરો તમને રાતે 3 વાગે કૉલ કરીને બોલાવે તો...

જો હીરો તમને રાતે 3 વાગે કૉલ કરીને બોલાવે તો...

જ્યારે મલ્લિકા શેરાવતને પૂછવામાં આવ્યુ કે આ સમાધાન શું છે, તો તેણે કહ્યુ, "બેસો, ઊભા રહો, ગમે તે. જો હીરો તમને 3 વાગ્યે ફોન કરે અને કહે કે 'મારા ઘરે આવ', તો તમારે જવુ પડશે, જો તમે એ સર્કલમાં હોવ અને જો તમે તે ફિલ્મ કરી રહ્યા છો. જો તમે નહિ જાઓ તો તમને ફિલ્મમાંથી બહાર ફેંકી દેવામાં આવશે.

મે અમુક ભૂલો કરી

મે અમુક ભૂલો કરી

મલ્લિકા શેરાવત 2004માં રિલીઝ થયેલી 'મર્ડર' ફિલ્મમાં તેના જોરદાર અભિનય માટે જાણીતી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તે ફિલ્મોમાં જોવા મળી નથી. આનુ કારણ જણાવતા મલ્લિકાએ કહ્યુ કે મે મારુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો. મેં સારી ભૂમિકાઓ શોધવાનો પ્રયાસ કર્યો. મે કેટલીક ભૂલો કરી છે જેમ કે આપણે બધા કરીએ છીએ. કેટલીક ભૂમિકાઓ સારી હતી અને કેટલીક ખાસ સારી ન હતી. તે અભિનેત્રીની સફરનો એક ભાગ છે પરંતુ એકંદરે તે શાનદાર રહ્યુ છે.

હું ખુશ છુ કે જેકી ચેેને મને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરી

હું ખુશ છુ કે જેકી ચેેને મને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરી

અભિનેત્રી મલ્લિકા શેરાવતે 2005માં ધ મિથ, 2010માં હિસ, પોલિટિક્સ ઓફ લવ (2011) અને ટાઈમ રાઈડર્સ (2016) જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ કર્યા હતા. મલ્લિકા શેરાવત સિનેમામાં તેના લગભગ બે દાયકામાં મળેલી તકોથી ખુશ છે. તેણે કહ્યુ, 'હું હરિયાણાની છુ. મારે મર્ડર કરવી પડી. જે એટલી ફેમસ થઈ કે જેકી ચેન (અભિનેતા-ફિલ્મ નિર્માતા) એ મને તેની ફિલ્મમાં કાસ્ટ કરી! હું બે વાર યુએસ પ્રમુખ બરાક ઓબામાને મળી'.

English summary
Mallika Sherawat made a big disclosure about the casting couch, told the truth of a lister actor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X