'એણે મને ઢોર માર માર્યો, મોઢા પર ઓશીકુ રાખીને એના પર બેસી ગયો અને...', બૉયફ્રેન્ડે અભિનેત્રીના કર્યા આવા હાલ
મલયાલમ અભિનેત્રી અનિકા વિક્રમને પોતાના એક્સ. બૉયફ્રેન્ડ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોતાના ચહેરા પર થયેલી ઈજાઓના ફોટા શેર કર્યા છે.
Anicka Vikhraman: મલયાલમ અભિનેત્રી અનિકા વિક્રમને પોતાના એક્સ. બૉયફ્રેન્ડ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોતાના ચહેરા પર થયેલી ઈજાઓના ફોટા શેર કર્યા છે. અનિકાએ દાવો કર્યો કે તેના એક્સ બૉયફ્રેન્ડ અનૂપ પિલ્લઈએ તેને ઢોર માર માર્યો છે. અનિકાએ હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ સમાચાર ફેલાતા અનિકા સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગઈ છે અને તેનો ઈજાગ્રસ્ત ચહેરો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
એક્સ બૉયફ્રેન્ડે અભિનેત્રી સાથે કરી મારપીટ
અનિકાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના ચહેરા પર ઈજાની કેટલીક તસવીરો શેર કરી છે, જે દર્શાવે છે કે તેનો એક્સ બૉયફ્રેન્ડ તેને રોજ મારતો હતો અને હેરાન કરતો હતો. તસવીરો શેર કરતી વખતે તેણે પોતાની પોસ્ટમાં લખ્યું- હું અનૂપ પિલ્લઈ નામના વ્યક્તિને પ્રેમ કરતી હતી. છેલ્લા કેટલાક સમયથી તે મને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. આવો માણસ મે ક્યારેય જોયો નથી.

'મને માર્યા પછી હવે ડરાવી રહ્યો છે..'
અનિકાએ આગળ લખ્યુ છે - મારી સાથે મારપીટ કર્યા બાદ તે મને ડરાવી રહ્યો છે. મે ક્યારેય સપનામાં પણ વિચાર્યુ ન હતુ કે તે મારી સાથે આવુ કરશે. બીજી વખત મે બેંગ્લોરમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ચેન્નાઈમાં પહેલી વાર તેણે મને મારી, તે પછી એ મારા પગે પડ્યો અને ખૂબ રડ્યો.
અનૂપ મારૂ દરેક વસ્તુ પર નજર રાખતો હતો
અનિકા વિક્રમને કહ્યુ કે તેણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે પરંતુ અનૂપને પોલીસકર્મીઓનો પણ સાથ મળી રહ્યો છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યુ કે તેનો એકમાત્ર બૉયફ્રેન્ડ અનૂપ હંમેશા તેની ચેટ્સ, લેપટોપ અને ફોન પર નજર રાખતો હતો. અનિકાએ આગળ લખ્યુ- ચેન્નાઈમાં મને માર્યા પછી, તે ખૂબ રડવા લાગ્યો. તે પછી તે મને માફ કરવા વિનંતી કરી રહ્યો હતો. જોકે મે તેને માફ કરીને ભૂલ કરી છે. હું મૂર્ખ હતી, જ્યારે ચેન્નાઈ પોલીસે તેને ટેકો આપ્યો તો તેણે ફરી મારા પર હુમલો કરવાની હિંમત કરી.

ધમકીભર્યા કૉલ આવી રહ્યા છે
એક્ટ્રેસ અનિકાએ આગળ લખ્યુ- આ ઘટનાઓને પાછળ છોડવા છતાં મને ધમકીભર્યા કૉલ આવી રહ્યા છે, મારુ અને મારા પરિવારનુ સતત અપમાન થઈ રહ્યુ છે. છેલ્લી તસવીરમારા એક્સ બૉયફ્રેન્ડે મારા પર હુમલો કર્યો તે પહેલા ક્લિક કરવામાં આવી હતી. હું મારા વાળ કાપવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો. આમ પણ, એ ભૂતકાળની વાત છે. તેણે કહ્યુ- હું આ અઠવાડિયાથી તસવીરો પોસ્ટ કરવાનુ શરૂ કરીશ. હું હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છુ, મે શૂટિંગ શરૂ કરી દીધુ છે, આશા છે કે હવેથી બધું સારુ થઈ જશે.
હું ફોન માંગતી રહી અને તે મારા ચહેરા પર બેસી ગયો...
અનિકાએ આગળ લખ્યુ - તે મને વારંવાર ફોસલાવતો રહ્યો. તેણે ઘણી વખત છેતરપિંડી કરી અને તેથી જ મે તેને છોડી દીધો. તેણે મારો ફોન તોડી નાખ્યો જેથી હું શૂટિંગ માટે ન જઈ શકુ. હૈદરાબાદ શિફ્ટ થતા પહેલા તેણે મારો ફોન લૉક કરી દીધો હતો. પછી તેણે મને ખૂબ માર માર્યો. હું ફોન માંગતી રહી અને તે મારા ચહેરા પર બેસી ગયો. મને બ્રોન્કાઇટિસ છે અને મને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. મારો અવાજ નીકળતો નહોતો.

કોઈએ મારી મદદ ના કરી
અનિકાએ આગળ કહ્યુ- એ મારા મોઢા પરથી ત્યારે ઉભો થયો જ્યારે હું લગભગ બેભાન થઈ ગઈ હતી. હું દોડીને બીજા રૂમમાં જતી રહેતી ત્યારે તે બીજી ચાવીથી રૂમનુ તાળુ ખોલીને અંદર આવી જતો. જ્યારે મે બહાર દોડીને સુરક્ષાને મદદ માટે કહ્યુ ત્યારે તેઓ કંઈ કરી શકયા નહીં. પછી હું આખી રાત બાથરૂમમાં બેસીને રડતી રહી. મારા પરિવારને મારી સાથે શું થઈ રહ્યુ છે તેની કોઈ જાણ નહોતી.
આ મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અનિકા
અનિકા વિક્રમન મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની તેજસ્વી અભિનેત્રીઓમાંની એક છે. તેનો જન્મ બેંગ્લોરમાં થયો હતો. અનિકાએ વિશામાકરણ (2022), IKK (2021) અને એન્ગા પટ્ટન સોથુ (2021) જેવી ઘણી મલયાલમ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. લોકો તેની એક્ટિંગની સાથે તેની સુંદરતાને પણ પસંદ કરે છે.












Click it and Unblock the Notifications
