હરિયાણાની માનુષિ ચિલ્લર બની ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2017

Written By:
Subscribe to Oneindia News

હરિયાણાની માનુષિ ચિલ્લર એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2017ની વિજેતા બની છે. રવિવારે 25 જૂનના રોજ યશરાજ સ્ટૂડિયોમાં આ ઇવેન્ટ આયોજિત થઇ હતી. માનુષિ ચિલ્લરને વિજેતાનો તાજ પહેરાવવામાં આવ્યો હતો, પહેલી રનર-અપ હતી જમ્મુ-કાશ્મીરની સના દુઆ અને બીજી રનર-અપ રહી બિહારની પ્રિયંકા કુમારી. ગત વર્ષની વિજેતા પ્રિયદર્શની ચટર્જીએ માનુષિને તાજ પહેરાવ્યો હતો.

માનુષિ કરશે ભારતનું પ્રતિનિધિત્વ

માનુષિ કરશે ભારતનું પ્રતિનિધિત્વ

હવે ડિસેમ્બર મહિનામાં ચીનમાં યોજાનાર મિસ વર્લ્ડ 2017માં માનુષિ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. માનુષિએ મિસ ફોટોજેનિકનો એવોર્ડ પણ જીત્યો છે. આ સ્પર્ધામાં કોન્ટેસ્ટન્ટ્સે પોતાના રાજ્યની લોક સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાની ઓળખ આપી હતી.

કરણ જોહરે હોસ્ટ કર્યો શો

કરણ જોહરે હોસ્ટ કર્યો શો

આ શો કરણ જોહર અને રિતેશ દેશમુખે હોસ્ટ કર્યો હતો અને રણબીર કપૂરે કાર્યક્રમમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું. જજ પેનલમાં અર્જુન રામપાલ, અભિષેક કપૂર, ઇલિયાના ડીક્રૂઝ, વિદ્યુત જામવાલ અઅને બિપાશા બાસુ હતા. મનીષ મલ્હોત્રા અને સ્ટેફની ડેલ વેલે(Miss Puerto Rico) પણ પેનલમાં હતા.

નેહા ધૂપિયાએ આપી હતી ટ્રેનિંગ

નેહા ધૂપિયાએ આપી હતી ટ્રેનિંગ

બોલિવૂડની હોટ એક્ટ્રેસ નેહા ધૂપિયા પણ જજ પેનલમાં હતી. નેહા ધૂપિયાએ જ સ્પર્ધાની કોન્ટેસ્ટન્ટ્સની ટ્રેનિંગ આપી હતી. મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટની આ 54મી આવૃત્તિમાં દિલ્હી સહિત 30 રાજ્યોમાંથી કન્ટેસ્ટન્ટ્સની પસંદગી કરવામાં આવી હતી.

બોલિવૂડ સેલિબ્રિટીઝના પર્ફોમન્સ

બોલિવૂડ સેલિબ્રિટીઝના પર્ફોમન્સ

આ ઇવેન્ટમાં અનેક બોલિવૂડ સિતારાઓ જોવા મળ્યા હતા. રણબીર કપૂર સિવાય આલિયા ભટ્ટ, સુશાંત સિંહ રાજપૂત અને સોનુ નિગમે પણ પર્ફોમ કર્યું હતું. સાથે જ રણબીરે પોતાની આગામી ફિલ્મ 'જગ્ગા જાસૂસ'નું પ્રમોશન પણ કર્યું હતું.

English summary
Manushi Chellar from Haryana is crowned Miss India World 2017 and shell represent India in the Miss World beauty pageant.
Please Wait while comments are loading...