દીપિકા-એશ સિવાય આ સિતારાઓ પણ પહોંચ્યા કાન્સ 2017માં..

Written By:
Subscribe to Oneindia News

70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સૌની નજર હાલ ઐશ્વર્યા રાય બચ્ચન પર હતી, એ પહેલાં દીપિકા પાદુકોણના લૂક્સ પણ ખૂબ વાયરલ થઇ હતી. ઐશ્વર્યાના ફોટોઝ તો હજુ પણ વાયરલ થઇ રહ્યાં છે, લોકો તેના વખાણ કરતાં નથી થાકતા. પરંતુ આ સિવાય પણ અનેક જાણીતા બોલિવૂડ સિતારાઓ કાન્સમાં પહોંચ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017માં કયા-કયા બોલિવૂડ સિતારાઓ પહોંચ્યા છે, જુઓ આ તસવીરોમાં...

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ

એક્ટર ટાઇગર શ્રોફ સિલ્વેસ્ટર સ્ટેલૉન ફિલ્મની રિમેક રેમ્બોના પોસ્ટર લોન્ચ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચ્યા હતા. આ તેમનો પહેલો લૂક છે, જે ખૂબ શાનદાર છે. આ ફિલ્મ સિદ્ધાર્થ આનંદ બનાવી રહ્યાં છે.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

એક્ટ્રેસ મલ્લિકા શેરાવત ઘણા વર્ષોથી કાન્સના રેડ કોર્પેટ પર જોવા મળી રહી છે, તેના રેડ કાર્પેટના લૂક્સ ખૂબ અજીબ હોય છે. જો કે, મલ્લિકાનો આ વર્ષનો એલિગન્ટ લૂક જોઇને સૌ ચોંકી ઉઠ્યા હતા.

શ્રુતિ હાસન

શ્રુતિ હાસન

સાઉથની સુપરસ્ટાર અને કમલ હસનની પુત્રી શ્રુતિ હાસન પણ કાન્સમાં પહોંચી હતી. તે આ સ્ટાયલિશ બ્લેક ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી હતી. શ્રુતિ પોતાની ફિલ્મ સંગમિત્રાના પ્રીમિયર માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી હતી.

એ.આર.રહેમાન

એ.આર.રહેમાન

વિશ્વ પ્રસિદ્ધ મ્યૂઝિક ડાયરેક્ટર અને ગાયક એ.આર.રહેમાન પણ 70મા કાન્સમાં જોવા મળ્યા હતા. તેઓ શ્રુતિ હાસનનો સાથ આપવા કાન્સ પહોંચ્યા હતા. એ.આર.રહેમાન અને શ્રુતિની એક સેલ્ફી પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી.

નંદિતા દાસ

નંદિતા દાસ

એક્ટ્રેસ નંદિતા દાસ પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સુંદર ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી. તે પોતાની ફિલ્મ 'મંટો'ની સ્ક્રિનિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકી અને રસિકા દુગ્ગલ સાથે કાન્સમાં પહોંચી હતી.

English summary
Many actors other than Aishwarya Rai Bachchan and Deepika Padukone walks thae red carpet in Cannes Film Festival 2017.
Please Wait while comments are loading...