Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Me Too: કરણ જોહર અને શબાના આઝમી કેમ નથી બોલતા- કંગના રાનૌટ

હાલમાં યૌન ઉત્પીડન સામે દેશમાં ચાલી રહેલા MeToo કેમ્પેઇને ફિલ્મથી લઈને રાજનીતિ સુધીના લોકોની કાળી કરતૂતો સામે લાવી દીધી છે.

હાલમાં યૌન ઉત્પીડન સામે દેશમાં ચાલી રહેલા MeToo કેમ્પેઇને ફિલ્મથી લઈને રાજનીતિ સુધીના લોકોની કાળી કરતૂતો સામે લાવી દીધી છે. આ કેમ્પેઇનમાં જ્યાં ઘણી મહિલાઓ ખુલીને પીડિતાના સપોર્ટમાં આવી છે ત્યાં જ કેટલાક સેલિબ્રિટી હજુ પણ ચૂપ છે. તેમની આ ચુપ્પી પર કંગના રનૌતે સવાલ ઉઠાવ્યા છે. બધા જ મુદ્દાઓ પર ખુલીને પોતાનો પક્ષ રાખતી કંગના રાનૌટ ઘ્વારા પૂછવામાં આવ્યું છે કે કરણ જોહર અને શબાના આઝમી જેવા લોકો આ મુદ્દા પર ચૂપ કેમ છે? કંગના ઘ્વારા જણાવવામાં આવ્યું કે હજુ પણ વધારે લોકોએ આ કેમ્પેઇનનો ભાગ બનવાની જરૂર છે.

આ પણ વાંચો: સાજીદ ખાને કહ્યું કે મારી સામે કપડાં ઉતારો: સિમરન સુરી

કંગનાએ કહ્યું, બીજા લોકો ક્યારે બોલશે?

કંગનાએ કહ્યું, બીજા લોકો ક્યારે બોલશે?

મહિલાઓ મુદ્દે ખુલીને બોલનાર કંગના રાનૌટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મી ટુ મુદ્દે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા લોકો ચૂપ કેમ છે? કંગનાએ જણાવ્યું કે કરણ જોહર અને શબાના આઝમીએ તેના પર બોલવું જોઈએ. કંગનાએ જણાવ્યું કે હું રોજ તેના વિશે બોલી રહી છું પરંતુ હવે વધારે લોકોએ પણ સામે આવીને તેના વિશે વાત કરવી જોઈએ. કરણ જોહર અને શબાના આઝમી ક્યાં છે? તેમને આ મુદ્દે બોલવું જોઈએ.

'શબાના કેમ પોતાની કહાની નથી જણાવી રહી'

'શબાના કેમ પોતાની કહાની નથી જણાવી રહી'

કંગના ઘ્વારા જણાવવામાં આવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલું બધું થઇ રહ્યું છે ત્યારે એ-લિસ્ટ અભિનેતીઓ પોતાની કહાની કેમ શેર નથી કરી રહી? કંગનાએ કહ્યું કે તે એકલી જ છે અને તે આ મુદ્દે ઘણું બોલી ચુકી છે. દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમી પર બોલતા કંગનાએ કહ્યું કે તેઓ પોતાનો અનુભવ કેમ શેર નથી કરતા. આપને જણાવી દઈએ કે મી ટુ કેમ્પેઇન હેઠળ કંગનાએ ક્વીન ડાયરેક્ટર વિકાસ બહેલ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

કંગનાએ વિકાસ બહેલ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો

કંગનાએ વિકાસ બહેલ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો

કંગનાએ કહ્યું કે વિકાસ એવો જ માણસ છે, જેને રોજ રાત્રે એક નવી છોકરી જોઈએ છે. કંગનાએ કહ્યું કે વિકાસના લગ્ન વર્ષ 2014 દરમિયાન થયા હતા પરંતુ ક્વીન ફિલ્મની શૂટિંગ દરમિયાન તે રોજ રાત્રે એક નવી યુવતી સાથે શારીરિક સંબંધ બનાવતો હતો. કંગનાએ કહ્યું કે તેઓ તે સમયે જલ્દી સુઈ જતા હતા, ત્યારે વિકાસ તેને કહેતો હતો કે તે કૂલ નથી તેને એન્જોય કરતા નથી આવડતું.

વિકાસને રોજ રાત્રે નવી છોકરી જોઈએ છે: કંગના

વિકાસને રોજ રાત્રે નવી છોકરી જોઈએ છે: કંગના

કંગનાએ આગળ કહ્યું કે વિકાસ જયારે પણ મને મળતો ત્યારે તે મને ગળે લગાવતો અને મારા વાળની ખુશ્બુમાં ખોવાઈ જતો હતો. તેની સાથે તે મને જોરથી પકડી લેતો હતો. મને તેનાથી અલગ થવા માટે ખુબ જ તાકાત લગાવવી પડતી હતી. આજે આ બધું વિચારીને ઘૃણા આવે છે. પરંતુ તે સમયે મેં મારી જાતને સંભાળી અને વિકાસ આગળ કમજોર નહીં થઇ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X