સાજીદ ખાને કહ્યું કે મારી સામે કપડાં ઉતારો: સિમરન સુરી
સિમરન સુરીએ જણાવ્યું કે સાજીદ ખાને તેને કપડાં ઉતારવા માટે કહ્યું અને તેના ટોપમાં હાથ પણ નાખ્યો હતો.
સાજીદ ખાન પર હાલમાં ઘણી મહિલાઓ યૌન શોષણનો આરોપ લગાવી ચુકી છે. અભિનેત્રી સિમરન સુરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઓડિશનના નામ પર ઘરે બોલાવીને સાજીદ ખાને તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. સિમરન સુરીએ જણાવ્યું કે સાજીદ ખાને તેને કપડાં ઉતારવા માટે કહ્યું અને તેના ટોપમાં હાથ પણ નાખ્યો હતો. સલોની ચોપરા, રચેલ વાઈટ અને જર્નલિસ્ટ કરિશ્મા પછી સિમરન ચોથી મહિલા છે, જેને સાજીદ ખાન પર યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: MeToo: અમિતાભ બચ્ચનનો અસલી ચહેરો પણ દુનિયાની સામે આવશે- સપના ભવનાની

ઓડિશન માટે ઘરે બોલાવી
અભિનેત્રી સિમરન સુરી ઘ્વારા જણાવવામાં આવ્યું કે સાજીદ ખાને ફિલ્મ હિમ્મતવાલાના ઓડિશન માટે તેને બોલાવી હતી. હું જયારે જણાવવામાં આવેલા એડ્રેસ પર પહોંચી ત્યારે મેં જોયું કે તેને મને પોતાના ઘરે બોલાવી છે. હું તે જોઈને હેરાન હતી કારણકે મને લાગ્યું હતું કે આ પ્રોફેશનલ મિટિંગ હશે. સાજીદ ખાને મને કપડાં ઉતારવા માટે કહ્યું. સાજીદ ખાને કહ્યું કે તું તારા કપડાં ઉતાર, હું તારી બોડી જોવા માંગુ છું. મેં તેનો વિરોધ કર્યો.

સાજીદે મારુ ટોપ ખેંચ્યું
સિમરન આગળ જણાવે છે કે જયારે તેને કપડાં ઉતારવાની વાત પર ગુસ્સો કર્યો ત્યારે સાજીદ મારી પાસે આવ્યો અને મારુ ટોપ નીચે તરફ ખેંચીને કહ્યું કે તારી ક્લીવેજ તો બતાવ. સિમરને કહ્યું કે તેને ખુબ જ જોરથી ચીસ પાડી અને સાજીદને ગાળો આપીને ત્યાંથી નીકળી ગઈ. સિમરને કહ્યું કે ત્યારપછી સાજીદનો ફોન આવ્યો અને તેને કહ્યું કે આ બધું એકબીજાને ઓળખવા માટે જરૂરી છે. સિમરને કહ્યું કે તેને સાજીદનો ફોન કાપી નાખ્યો પરંતુ ત્યારપછી તે ખુબ જ ભાંગી પડી હતી.

બિપાશા બાસુએ પણ સાજીદના વર્તન પર સવાલ ઉઠાવ્યો
અભિનેત્રી બિપાશા બાસુ એ પણ તનુશ્રી દત્તાના વખાણ કરતા ટવિટ કરીને લખ્યું હતું કે તેને કારણે આજે ઘણી મહિલાઓને યૌન ઉત્પીડન પર બોલવાની હિમ્મત મળી છે. બિપાશાના ટવિટ પર જયારે એક યુઝરે સાજીદ ખાન પર બોલવા માટે કહ્યું ત્યારે બિપાશા બાસુએ ખુલાસો કર્યો કે સેટ પર સાજીદ ખાનનો વ્યવહાર ખુબ જ ખરાબ રહેતો હતો. બિપાશાએ આગળ કહ્યું કે હું ખુશ છું કે મહિલાઓ તેમની સાથે થઇ રહેલા ઉત્પીડન પર બોલી રહી છે પરંતુ મારી સાથે આવું ક્યારેય પણ નથી થયું.












Click it and Unblock the Notifications
