#MeToo: અમિતાભ બચ્ચનનો અસલી ચહેરો પણ દુનિયાની સામે આવશે- સપના ભવનાની
અમિતાભ બચ્ચનનો અસલી ચહેરો પણ દુનિયાની સામે આવશેઃ સપના ભવનાની
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને બૉલીવુડમાં મી ટૂ અભિયાનને સમર્થન આપતાં એક ટ્વિટ પોસ્ટ કર્યું હતું. જેમા લખ્યું હતું કે કોઈપણ મહિલાઓ સાથે થઈ રહેલા દુર્વ્યવહાર અને ખોટા આચરણની વિરુદ્ધ છું. ખાસ કરીને એમના કાર્યસ્થળ પર. એવા કૃત્યો અંગે તુરંત સંબંધિત અધિકારીઓને જાણ કરવી જોઈએ અને તેની વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ અથવા બાદમાં કાનૂની સહાય લેવી જોઈએ।

#MeToo પર બચ્ચનનની પ્રતિક્રિયા
#MeToo લિસ્ટમાં બૉલીવુડના 12 સેલેબ્સ અત્યાર સુધી સામેલ થયા છે જેમાં બળાત્કાર જેવા સંગીન આરોપો લગાવવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચન આગળ લખે છે કે, મહિલાઓ, બાળકો અને સમાજના નબળા વર્ગને વિશેષ સુરક્ષાની જરૂરત છે. મોટા-મોટા કાર્યસ્થળોમાં મહિલાઓના પ્રતિનિધિત્વને જોવું સૌથી વધુ ઉત્સાહજનક રહ્યુ્ં છે. આ અમારા માટે બહુ શરમની વાત હશે જો આપણે તેમને ઈજ્જત અને સુરક્ષા ન આપી શકીએ.

સપનાએ આપ્યો જવાબ
એક્સ બિગ બૉસ કન્ટેસ્ટન્ટ અને હેર સ્ટાઈલિસ્ટ સપના ભવનાનીએ બિગ બીની આ પોસ્ટ પર આપત્તિ જતાવી અને લખ્યું- આ અત્યાર સુધીનું સૌથી મોટું જૂઠ છે. સર, ફિલ્મ પિંક રિલીઝ થઈને ચાલી ગઈ છે અને તમારી જે એક્ટિવિસ્ટ વાળી ઈમેજ છે તે પણ એક દિવસે ભૂંસાઈ જશે. હકિકત બહુ જલદી જ સમે આવશે. આશા રાખું છું તમે એ સમયે હાથ ચાવી રહ્યા હશો કેમ કે નખ ઓછા પડી જશે.
|
ચાવવા માટે નખ ઓછા પડશે
કોઈ શક નથી કે મી ટૂ અભિયાન બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં ભયાનક રૂપ લઈ ચૂક્યું છે. એક પછી એક કેટલાય બૉલીવુડ નિર્દેશકો, નિર્માતા અને એક્ટર તેના સકંજામાં ફસાઈ ચૂક્યા છે. નાના પાટેકરથી લઈને સાજિદ ખાન, આલોક નાથ, સુભાષ ઘાઈ સહિતના તમામ એક્ટર્સ આ લિસ્ટમાં સામેલ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
