• search

52 વર્ષના એક્ટરને છોડીને જતી રહી 25 વર્ષ નાની ગર્લફ્રેન્ડ, પૈસા મળ્યા તો આપી દીધો દગો

By Lekhaka
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  બૉલીવુડમાં અવાર નવાર બનતા અને બગડતા સંબંધો જોવા મળતા રહે છે પરંતુ આ વખતે જે રિલેશન તૂટ્યુ, તેને તૂટશે એવી કોઇને અપેક્ષા પણ ન હતી. એટલું જ નહીં, બંને આ મહિને જ લગ્ન કરી લેશે તેવા અહેવાલ પણ મળી રહ્યા હતા. ઉપરાંત આ લવ અફેર પ્રેમીઓની ઉંમરને કારણે પણ ચર્ચામાં હતું. બંને વચ્ચે લગભગ 25 વર્ષનું અંતર હતું. ચોંકાવનાર વાત એ છે કે સંબંધ તૂટવાનું કારણ બીજું કંઇ નહીં પણ પૈસા છે.

  અમે વાત કરી રહ્યા છીએ 'કેપ્ટન વ્યોમ' અને 'નૂરજહાં' જેવા ટીવી સિરિયલમાં કામ કરી ચૂકેલા મિલિંદ સોમણની. જણાવવામા આવી રહ્યું છે કે 25 વર્ષ નાની એમની ગર્લફ્રેન્ડ અંકિતા કંવર તેમને છોડીને જતી રહી છે. 52 વર્ષીય મિલિંદ 25 વર્ષ નાની જે ગર્લફ્રેન્ડ અંકિતાની જોડે લગ્નના બંધનમાં બંધાવવા માગતા હતા તે ગર્લફ્રેન્ડ જ તેમને ડમ્પ કરી દીધા.

  જણાવવામા આવી રહ્યું છે કે તાજેતરમાં જ બંનેનું બ્રેકઅપ થયું છે. અંકિતા 26000ની સેલેરી પર ફ્લાઇટ અટેન્ડેંટની નોકરી કરી રહી હતી. બીજી બાજુ મિલિંદ પોતાના આ રિલેશનને લઇને ભારે ઓપન હતા. અવારનવાર તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા જોડે પ્રેમ ભરી તસવીરો શેર કરતા હતા. જો કે જણાવવામા આવી રહ્યું છે કે અંકિતાને એટલા રૂપિયા મળ્યા કે તે મિલિંદને જ છોડીને જતી રહી આગળ જાણો અંકિતાને આટલા બધા રૂપિયા ક્યાંથી મળ્યા અને શું છે આખો મામલો...

  આ અઠવાડિયે જ થયું બ્રેકઅપ

  આ અઠવાડિયે જ થયું બ્રેકઅપ

  જણાવવામા આવી રહ્યું છે કે, મિલિંદ અને અંકિતાનું બ્રેકઅપ આ અઠવાડિયે જ થઇ ગયું છે.

  લૉટરી લાગી

  લૉટરી લાગી

  ઉલ્લેખનીય છે કે અંકિતા 26000 મહિનાના પગાર પર ફ્લાઇટ અટેન્ડેન્ટની નોકરી કરી રહી હતી. જૉબ વચ્ચે ફ્રી સમયમાં હંમેશા તે ફોન પર ઑનલાઇન કસીનો રમતી રહેતી હતી. તાજેતરમાં અંકિતાને આ ગેમમાં જ 8,73,982 રૂપિયાનો જેકપૉટ લાગ્યો છે.

  રાતો-રાત અમીર બની ગઇ

  રાતો-રાત અમીર બની ગઇ

  આ જેકપૉટ લાગ્યા બાદ અંકિતા રાતોરાત લખપતિ બની ગઇ અને સાથે જ તેણે મિલિંદનો સંપર્ક કરવાનું પણ બંધ કરી દીધું.

  હું હજી નાની છું

  હું હજી નાની છું

  મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અંકિતાએ તાજેતરમાં જ એક ઇન્ટર્વ્યૂ આપ્યું હતું. જેમાં તેણે કહ્યું હતું કે, "ઉંમરમાં હું હજી બહુ નાની છું અને મારી સાથી બધી વસ્તુઓ બહુ ઝડપથી બની રહી છે. મને મારી આઝાદી જોઇએ."

  લગ્ન નથી કરવાં

  લગ્ન નથી કરવાં

  અંકિતાએ કહ્યું કે, "આ પૈસાથી હું મારા પરિવારની મદદ અને ટ્રાવેલ કરવા માગું છું. હું આટલી જલદી લગ્ન નથી કરવા માગતી, અપેક્ષા રાખું છું કે મિલિંદ અને મારા ફ્રેન્ડ્સ આ વાત સમજશે."

  21 એપ્રિલે લગ્ન

  21 એપ્રિલે લગ્ન

  રિપોર્ટ મુજબ મિલિંદ 21 એપ્રિલના રોજ પોતાની 27 વર્ષીય ગર્લફ્રેન્ડ અંકિતા કંવર સાથે લગ્ન કરવા માગતા હતા.

  સગાઇના સમાચાર

  સગાઇના સમાચાર

  પાછલા દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર અંકિતાએ એક ફોટો શેર કર્યો હતો, જેમાં અંકિતાની રિંગ ફિંગરમાં અંગૂઠી જોવા મળી રહી હતી. જે બાદ મીડિયામાં સમાચાર વહેતા થઇ ગયા હતા કે અંકિતાએ મિલિંદ જોડે લગ્ન કરી લીધાં.

  દોઢ વર્ષ ડેટ કરી

  દોઢ વર્ષ ડેટ કરી

  મિલિંદ સગભગ દોઢ વર્ષથી અંકિતાને ડેટ કરી રહ્યો હતો. આ સંબંધથી બંનેના પરિવાર પણ ખુશ હતા. હાલ દિલ્હીમાં રહેતી અંકિતાનું અસલી નામ સુંકુસ્મિતા કંવર છે.

  આ છે અંકિતા

  આ છે અંકિતા

  2013માં અંકિતાએ એર એશિયામાં કેબિન ક્રૂ કેબિન એગ્ઝીક્યૂટીવ તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે આસામી, હિંદી, અંગ્રેજી, ફ્રેન્ચ અને બંગાળી પણ બોલી શકે છે. નવેમ્બર 2015માં અંકિતાએ પહેલી વખત મિલિંદ સાથે 10 હજારી મેરેથોન કમ્પ્લિટ કરી હતી.

  મિલિંદના પહેલાં લગ્ન

  મિલિંદના પહેલાં લગ્ન

  મિલિંદે જુલાઇ 2006માં ફ્રેન્ચ એટ્ર્રેસ Mylene Jampanoi સાથે લગ્ન કર્યાં હતાં. ગોવામાં ફિલ્મ 'વેલી ઑફ ફ્લાવર્સ'ના સેટ પર Mylene અને મિલિંદની પહેલી મુલાકાત થઇ હતી. જો કે 3 વર્ષ જોડે રહ્યા બાદ મિલિંદે 2009માં તેને તલાક આપી દીધા હતા

  English summary
  Milind Soman girlfriend Ankita kanwar dumped him says rumors

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more