For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાગવતના નિવેદન પર ભડકી મિની માથુરઃ બધા અભણ જ રહો, પછી ડિવોર્સ નહિ થાય

બોલિવુડના જાણીતા નિર્દેશક કબીર ખાનની પત્ની અને પૂર્વ વીજે મિની માથુરે ભાગવતના નિવેદનની ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

એક વાર ફરીથી આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પોતાના એક વિવાદિત નિવેદન માટે ચર્ચામાં છે જેમાં તેમણે કહ્યુ હતુ કે એજ્યુકેશનના કારણે લોકોમાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે. તેમના આ નિવેદન પર અમુક લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. બોલિવુડના જાણીતા નિર્દેશક કબીર ખાનની પત્ની અને પૂર્વ વીજે મિની માથુરે ભાગવતના નિવેદનની ટીકા કરીને કહ્યુ છે કે તો પછી બધાએ ભણવુ જ ના જોઈએ, બધા અભણ જ રહીએ, તો બધા સારુ રહેશે.

‘બધા અભણ જ રહો, પછી ડિવોર્સ થશે જ નહિ'

મિની માથુરે ટ્વિટર પર લખ્યુ હતુ કે ચાલો આપણે બધા અભણ રહીએ અને આર્થિક રીતે ગરીબ રહીએ, કમસે કમ ડિવોર્સ તો નહિ હોય પ્રાથમિકતા. મિનીનુ આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ચર્ચાનુ કેન્દ્ર બનેલુ હતુ જો કે આના પર રિએક્શન વધુ આવવા લાગ્યા તો મિનીએ આ ટ્વિટ હટાવી દીધુ.

અભિનેત્રી સોનમ કપૂરે પણ ભાગવતા નિવેદનની નિંદા કરી હતી

અભિનેત્રી સોનમ કપૂરે પણ ભાગવતા નિવેદનની નિંદા કરી હતી

મિની માથુર પહેલા અભિનેત્રી સોનમ કપૂરે પણ મોહન ભાગવતના નિવેદનની નિંદા કરી હતી. તેણે ટ્વિટર પર લખ્યુ હતુ કે કોઈ સમજદાર વ્યક્તિ કેવી રીતે આ પ્રકારની વાત કરી શકે છે. એકદમ મૂર્ખતાપૂર્ણ અને પછાત વિચારો વ્યક્ત કરતુ વિચિત્ર નિવેદન છે આ.

શું કહ્યુ હતુ મોહન ભાગવતે?

શું કહ્યુ હતુ મોહન ભાગવતે?

RSSના એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યુ હતુ, વર્તમાન સમયમાં ડિવોર્સના કેસ સતત વધી રહ્યા છે, ડિવોર્સના કેસમાં શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં વધુ છે, આનુ કારણ છે કે શિક્ષણ અને સંપન્નતાથી લોકોમાં અહંકાર આવે છે જેનુ પરિણામ પરિવારોનુ તૂટવુ છે, પરિવાર તૂટવાથી સમાજ વિખેરાય છે કારણકે સમાજ પણ એક પરિવાર છે, ભારતમાં હિંદુ સમાજનો કોઈ વિકલ્પ નથી.

‘મારા પતિ મુસ્લિમ છે, હું કાયસ્થ છુ, બાળકોનો ધર્મ શું હશે ખબર નથી'

‘મારા પતિ મુસ્લિમ છે, હું કાયસ્થ છુ, બાળકોનો ધર્મ શું હશે ખબર નથી'

થોડા સમય પહેલા પણ મિની માથુર પોતાનાએ નિવેદન માટે ચર્ચામાં હતી જેમાં તેણે કહ્યુ હતુ કે તેના પતિ ફિલ્મકાર કબીર ખાન (બજરંગી ભાઈજાન, એક થા ટાઈગર જેવી ફિલ્મોના નિર્દેશક) નાસ્તિક છે, જેમને માથુર સમાજમાં મુસલમાનોથી પણ ખરાબ માનવામાં આવે છે, બીજા ધર્મમાં લગ્ન માટે રૂઢિવાદી વિચારો હોવાના પ્રશ્ન પર મિની માથુરે કહ્યુ હતુ કે મને લાગે છે કે અત્યારે સંપ્રદાયવાદ પર જોર દેવામાં આવી રહ્યુ છે, ધર્મ વિશે વધુ વાતો થઈ રહી છે, મને લાગે છે કે આગલી પેઢી માટે ધર્મ અને ધાર્મિક વાતોનો કોઈ મતલબ નહિ રહે, મારા પતિ મુસ્લિમ છે અને હું કાયસ્થ છુ, અમારા બાળકોનો ધર્મ શું હશે, નથી જાણતી, જેમ-જેમ તેમનામાં વિશ્વાસ, દેશપ્રેમ અને નિષ્ઠા જાગશે તો કોઈને તેમને તેમનો ધર્મ ન પૂછવો જોઈએ.

આ પણ વાચોઃ PM ઈમરાન ખાને જ બોમ્બ-પ્રૂફ ઘરમાં આતંકી મસૂદ અઝહરને આપી છે શરણ!આ પણ વાચોઃ PM ઈમરાન ખાને જ બોમ્બ-પ્રૂફ ઘરમાં આતંકી મસૂદ અઝહરને આપી છે શરણ!

English summary
Mini Mathur slams RSS chief Mohan Bhagwat for divorce comment, she said its really bad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X