Pics/Video : એક સીન માટે મિષ્ટીને 33 વખત કિસ કરી નાંખી!

મુંબઈ, 16 એપ્રિલ : લાંબા સમય બાદ રૂપેરી પડદે ધ ગ્રેટ શો મૅન ગણાતા સુભાષ ઘઈ પોતાની નવી રજુઆત કાંચી સાથે પરત ફરી રહ્યાં છે. બૉલીવુડને એકથી ચઢિયાતા એક હીરો-હીરોઇનો આપનાર સુભાષ ઘઈની કાંચી ફિલ્મ સાથે બૉલીવુડને વધુ બે નવા ચહેરાઓ મળવા જઈ રહ્યાં છે કે જેમના નામ છે મિષ્ટી મુખર્જી અને કાર્તિક તિવારી. મિષ્ટી-કાર્તિકની હૉટ કેમેસ્ટ્રીને રૂપેરી પડદે બતાવવાની પુરતી કોશિશ કરી છે સુભાષ ઘઈએ.

કાંચી ફિલ્મમાં મિષ્ટી અને કાર્તિક વચ્ચે એક હૉટ કિસિંગ સીન છે. ઘઈની અન્ય ફિલ્મોની જેમ જ કાંચીમાં પણ મિષ્ટી અને કાર્તિક વચ્ચે હૉટ કિસિંગ સીન મૂકાયું છે, પરંતુ આ હૉટ કિસને શૂટ કરવામાં ફિલ્મની આખી ટીમને પરસેવો બાઝી ગયો, કારણ કે મિષ્ટી અને કાર્તિકે આ સીનમાં 33 વખત રીટેક આપ્યાં કે જે પોતાની રીતે એક મોટી વાત છે.

સામાન્ય રીતે જ્યારે હીરો-હીરોઇને આ રીતે એક સીન માટે વારંવાર રીટેક આપવા પડે, ત્યારે તેમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે, પરંતુ આનાથી વિપરીત આ બંને સિતારાઓ એટલે કે મિષ્ટી અને કાર્તિક પોતાની આ હસીન મિસ્ટેકને ખૂબ જ એન્જૉય કરી રહ્યા હતાં. બંને વચ્ચે એમ પણ ખૂબ નિકટતાઓ જોવામાં આવી રહી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ કેવી રીતે બન્યું આવું અને માણીએ તૂ સબ કુછ રે...નું પ્રોમો :

બહાદુર યુવતીની વાર્તા

બહાદુર યુવતીની વાર્તા

કાંચી દબંગો સામે મોરચો માંડનાર એક બહાદુર યુવતીની વાર્તા છે.

ગીતો રસપ્રદ

ગીતો રસપ્રદ

ફિલ્મના ગીતોએ ફિલ્મ પ્રત્યે લોકોની રુચિ પધારી દીધી છે.

25મી એપ્રિલે રિલીઝ

25મી એપ્રિલે રિલીઝ

સુભાષ ઘઈની આ ફિલ્મ 25મી એપ્રિલના રોજ રિલીઝ થવાની છે.

ઋષિ-મિથુન પણ

ઋષિ-મિથુન પણ

ફિલ્મમાં મિષ્ટી અને કાર્તિક તિવારી ઉપરાંત ઋષિ કપૂર તેમજ મિથુન ચક્રવર્તી પણ લીડ રોલમાં છે.

પ્રમોશન ઓછુ

પ્રમોશન ઓછુ

કાંચી ફિલ્મ પ્રત્યે લોકોની ઉત્સુકતા અને દિલચસ્પી જાળવી રાખવા માટે સુભાષ ઘઈએ ફિલ્મના પ્રમોશનમાં વધુ સમય નથી બગાડ્યો.

માણો પ્રોમો

કાંચી ફિલ્મના ગીત તૂ સબ કુછ રે... નું પ્રોમો માણવા ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X