For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG : વૉર્મ વેલકમના સ્થાને સૃષ્ટિ રાણાનો પૅસિફિક તાજ જપ્ત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 6 નવેમ્બર : આને કહેવાય બદકિસ્મતી. ભારતીય સુંદરી તથા 2013ના મિસ એશિયા પૅસિફિક વર્લ્ડ સૃષ્ટિ રાણાએ જ્યારે કોરિયાથી ભારત માટે ઉડાન ભરી હશે, ત્યારે તેમણે સ્વપ્નેય નહીં વિચાર્યું હોય કે જે તાજ બદલ તેઓ ભારતીય લોકોના હૃદયનો તાજ બન્યા હતાં, તે તાજને મુંબઈ ઍરપોર્ટ ઉપર કેટલાંક કાગળો ખુટી જવાના કારણે જપ્ત કરી લેવામાં આવશે.

srishtirana
સાંભળતા વિચિત્ર લાગે છે, પણ આ સાચુ છે કે મિસ એશિયા પૅસિફિક વર્લ્ડ સૃષ્ટિ રાણાનો તાજ મુંબઈના કસ્ટમ અધિકારીઓએ જપ્ત કર્યો છે. મંગળવારે સવારે જેમ સૃષ્ટિએ મુંબઈ ઍરપોર્ટ ઉપર પગલુ મુક્યું અને કસ્ટમ અધિકારીઓએ તેમની તપાસ કરી, તો જોયું કે સૃષ્ટિ પાસે હીરા જડિત તાજના કોઈ દસ્તાવેજ નથી. તેથી કસ્ટમે તેમનો તાજ જ જપ્ત કરી લીધો. અધિકારીઓના જણાવ્યા મુજબ સૃષ્ટિએ પોતાના આ તાજ અંગે કસ્ટમ ઑફિસર્સને જાણ નહોતી કરી અને તેથી કસ્ટમે ડ્યુટી ચાર્જ નહોતો લગાવ્યો.

જોકે અધિકારીઓએ જણાવ્યું કે તેમણે માત્ર પોતાની ફરજ બજાવી છે. તેમણે તાજ પોતાની પાસે રાખ્યો છે. તેના ચાર્જ અંગેની માહિતી મેળવી સૃષ્ટિને જણાવી દેવાશે અને સૃષ્ટિ રાણા જો તે ચાર્જ પે કરશે, તો તેમને તેમનો તાજ પરત સોંપી દેવાશે.

નોંધનીય છે કે ફરીદાબાદના સુંદરી સૃષ્ટિ રાણાએ ગત 30મી ઑક્ટોબરે કોરિયા ખાતે યોજાયેલ સૌંદર્ય સ્પર્ધામાં 49 દેશની સુંદરીઓને માત આપી આ તાજ હાસલ કર્યો છે. સૃષ્ટિ અગાઉ ઝીનત અમાન તથા દિયા મિર્ઝા પણ આ ખિતાબ જીતી ચુક્યાં છે.

English summary
The diamond studded crown of India's Srishti Rana, who has been crowned Miss Asia Pacific World 2013 in Busan South Korea, was seized on Tuesday at Mumbai airport for not paying customs, a senior customs official said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X