For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેન્નઈ એક્સપ્રેસની રિલીઝ સામે મનસેનો વાંધો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 ઑગસ્ટ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)એ બુધવારે ચેન્નઈ એક્સપ્રેસને રિલીઝ ન થવા દેવાની ચેતવણી આપી છે. રોહિત શેટ્ટી દિગ્દર્શિત આ ફિલ્મની રિલીઝ માટે મહારાષ્ટ્રના સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ચાલતી મરાઠી ફિલ્મોની પ્રદર્શન અવધિમાંથી પ્રાઇમ શોની માંગણી કરાયાના સમાચારો બાદ મનસેનું ફિલ્મ એકમ નારાજ છે.

chennai-express-shahrukh-deepika

મહારાષ્ટ્ર નવનિર્માણ ચિત્રપટ કર્મચારી સેનાના પ્રમુખ એમી ખોપકરે જમાવ્યું - જો ચેન્નઈ એક્સપ્રેસના નિર્માતા હાલમાં ચાલતી કોઈ પણ ફિલ્મને રોકવાનો પ્રયત્ન કરશે, તો સહન નહિં કરવામાં આવે અને તેની સામે પાર્ટીના લોકો પોતાની રીતે નિપટશે.

ખોપકરે જણાવ્યું કે મનસેએ તમામ સિંગલ સ્ક્રીન તેમજ અન્ય થિયેટરોને પત્ર લખી તેમને જણાવ્યું છે કે તેઓ ચેન્નઈ એક્સપ્રેસ માટે મરાઠી ફિલ્મ ‘દુનિયાદારી' ઉતારે નહિં. દુનિયાદારી 19મી જુલાઈથી મહારાષ્ટ્રના લગભગ તમામ ગેરશહેરી અને નાના શહેરોના થિયેટરોમાં હાઉસફુલ ચાલી રહી છે.ખોપકરે જણાવ્યું - જો ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના નિર્માતા એવું કરવાનો પ્રયત્ન કરશે, તો અમે રાજ્યાના થિયેટરોમાં તે ફિલ્મ રિલીઝ નહિં થવા દઇએ. ઉપરાંત અમે ગુરુવાર સુધી તમામ જાહેરખબરો પણ હટાવી દઇશું.

નોંધનીય છે કે શાહરુખ ખાન તેમજ દીપિકા પાદુકોણે અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મ આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થવાની છે.

English summary
The Maharashtra Navnirman Sena (MNS) Wednesday threatened to disrupt the release of the Shahrukh Khan-Deepika Padukone starrer 'Chennai Express'.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X