પટનામાં પૂરની સ્થિતિ વચ્ચે ફોટોશૂટ કરાવી મોડેલ ટ્રોલ થઈ, યૂઝર્સે સવાલ ઉઠાવ્યા

તેજ વરસાદને પગલે પૂરની સ્થિતિમાં બિહાર સહિત દેશના કેટલાય વિસ્તારોમાં તબાહી મચી છે. પૂર જેવા હાલાતથી નિપટવા માટે પટના સહિત 15 જિલ્લામાં રેડ અલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

તેજ વરસાદને પગલે પૂરની સ્થિતિમાં બિહાર સહિત દેશના કેટલાય વિસ્તારોમાં તબાહી મચી છે. પૂર જેવા હાલાતથી નિપટવા માટે પટના સહિત 15 જિલ્લામાં રેડ અલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં પૂર અને વરસાદથી અત્યાર સુધીમાં 29 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યાં બિહારમાં એકતરફ વરસાદને કારણે ભારે નુકસાન થયું છે ત્યારે બીજી તરફ એક મોડેલનું ફોટોશૂટ ચર્ચામાં આવ્યું છે.

પૂર વચ્ચે હૉટ ફોટોશૂટ

પૂર વચ્ચે હૉટ ફોટોશૂટ

સોશિયલ મીડિયા પર મોડેલની આ તસવીરો વાયરલ થઈ રહી છે. તસવરોમાં મોડલે રેડ કલરની હાઈ થાઈ સ્લીટ ડ્રેસ પહેરી છે અને પૂરના પાણી વચ્ચે વિવિધ જગ્યાએ પોઝ આપી રહી છે.

ટ્રોલ થઈ મોડેલ

ટ્રોલ થઈ મોડેલ

તસવીરો સામે આવ્યા બાદ કેટલાય લોકોએ ફોટોગ્રાફર અને મોડેલ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે 'એક તરફ જ્યાં વરસાદના કારણે પટના ડૂબી રહ્યું છે ત્યાં આવી રીતે હસતા મોઢે તસવીરો કેવી રીતે પડાવી શકો છો?' આ તસવીરોને ફોટોગ્રાફર સૌરવ અનુરાજે પોતાના ફેસબુક અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં પટનાની જ મોડેલ અદિતિ સિંહ છે.

પોસ્ટ લખીને સ્પષ્ટતા કરી

પોસ્ટ લખીને સ્પષ્ટતા કરી

સોશિયલ મીડિયા પર ટ્રોલ કરાયા બાદ સૌરવ અનુરાજે ફેસબુક પર એક પોસ્ટ લખીને સ્પષ્ટતા આપી કે કેટલાક લોકો કન્ફ્યૂજ થઈ ગયા છે. કહ્યું કે, અમે અહીંના હાલાત દેખાડવા માટે ફોટોશૂટ કરાવ્યું છે જેથી આખા દેશમાં મેસેજ જાય. બિહારમાં ગમે તે થાય બહારના લોકોને કોઈ ફરક નથી પડતો માટે આ ફોટોશૂટ કરાવ્યું હતું.

કહ્યું- અણસમજુ લોકો આ મેસેજ સમજે

કહ્યું- અણસમજુ લોકો આ મેસેજ સમજે

સૌરવે આગળ લખ્યું કે, 'તસવીરો જોયા બાદ ઘણા લોકો મદદ માટે આવ્યા છે અને મને મેસેજ કરી રહ્યા છે. મોડેલ હસી રહી છે જેનો મતલબ છે કે અમારે લોકોએ સાથે મળીને આ મુસિબતનો સામનો કરવાનો છે. અમારા ફોટોગ્રાફર્સ માટે તમારા બધાની સ્માઈલ વધુ મહત્વ ધરાવે છે. ઉમ્મીદ છે કે કેટલાક અણસમજુ લોકો આ મેસેજ સમજે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X