સાજિદ ખાન પર ફરીથી લાગ્યા યૌન શોષણના આરોપ, રોલ અપાવવા માટે કરી હતી 'ગંદી ડિમાન્ડ'

એક મૉડલે ડાયરેક્ટર સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

નવી દિલ્લીઃ બૉલિવુડમાં હાલમાં વિવાદો ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યા. સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી હોબાળા ચાલુ છે. હાલમાં જ કંગના રનૌતને ઘણા સ્ટાર્સ પર ડ્રગ્ઝ લેવાના આરોપ લગાવ્યા છે. વળી, એક મૉડલે ડાયરેક્ટર સાજિદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મૉડલના જણાવ્યા મુજબ પોતાની મૂવીમાં કામ આપવા માટે સાજિદે એક 'ગંદી શરત' રાખી હતી.

અત્યાર સુધી કેમ ચૂપ હતી?

અત્યાર સુધી કેમ ચૂપ હતી?

મૉડલ પાઉલાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યુ કે જ્યારે મી ટુ મૂવમેન્ટ શરૂ થઈ હતી તો ઘણી બધી યુવતીઓએ સાજિદ ખાન વિશે બોલ્યુ હતુ પરંતુ મારી અંદર હિંમત નહોતી કારણકે ઘણા એક્ટર જેમના ગૉડ ફાધર બૉલિવુડમાં નથી તેમને પોતાનુ પરિવાર ચલાવવાનુ હોય છે અને તે ચૂપ રહે છે. તેણે આગળ લખ્યુ કે હવે મારા માતાપિતા મારી સાથે નથી. હું ખુદના માટે કમાઈ રહી છુ. હવે મારામાં એ કહેવાની હિંમત છે કે 17 વર્ષની ઉંમરમાં સાજિદ ખાને મારુ શોષણ કર્યુ હતુ.

કપડા ઉતારવા માટે કહ્યુ

કપડા ઉતારવા માટે કહ્યુ

પાઉલાએ કહ્યુ કે તે મારી સાથે ગંદી વાતો કરતો હતો. તેણે મને અડવાની કોશિશ કરી. તેણે મને બધા સામે કપડા ઉતારવા માટે કહ્યુ. એ બાદ જ તે આગલી ફિલ્મ હાઉસફૂલમાં મને રોલ આપતો. તેણે આગળ લખ્યુ કે ભગવાન જાણે સાજિદે કેટલી છોકરીઓ સાથે આવુ કર્યુ છે. એ વખતે હું નાની હતી માટે આ ઘટનાનો મારા પર ખરાબ પ્રભાવ પડ્યો. પાઉલાનુ કહેવુ છે કે સાજિદે જેલમાં હોવુ જોઈએ. કાસ્ટિંગ કાઉચ માટે જ નહિ પરંતુ લોકોને બહેલાવવા ફૂસલાવવા માટે પણ.

આ અભિનેત્રીએ પણ લગાવ્યો હતો આરોપ

આ અભિનેત્રીએ પણ લગાવ્યો હતો આરોપ

ફિલ્મ લિપસ્ટીક અંડર માય બુર્કાની અભિનેત્રી અહાના કુમરાએ સાજિદ ઉપર 2018માં યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. તેણે જણાવ્યુ કે સાજિદે એક વાર તેને પોતાના ઘરે બોલાવી એ વખતે ત્યાં અંધારુ હતુ. તે પર્સનલ સવાલ પૂછતો હતો. સાજિદે પૂછ્યુ કે જો તે તેને એક અબજ રૂપિયા આપે તો શું તે કૂતરા સાથે સેક્સ કરશે? વળી, સલૌની ચોપડા અને સિમરન સૂરીએ પણ સાજિદ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલીવિઝન ડાયેરેક્ટર એસોસિએશન (આઈએફટીડીએ) ને તેને એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો હતો. હવે જોવાનુ છે કે મૉડલ પાઉલાના આરોપો બાદ તેના પર ફરીથી શું કાર્યવાહી થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X