સૈફ અલી ખાન સાથે કામ કરવા આતુર છે મોહિત સુરી

મુંબઈ, 25 માર્ચ : બૉલીવુડમાં નવા કલાકારોને પોતાની ફિલ્મોમાં તક આપનાર નિર્માતા મોહિત સુરી ટુંકમાં જ અભિનેતા સૈફ અલી ખાન સાથે મળી એક ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. ફિલ્મ અંગે તેઓ ખૂબ ઉત્સાહિત છે. તેમણે ફિલ્મ અંગે જણાવ્યું કે હજી કંઈ પણ ડિસાઇડ નથી થયું અને તેઓ ટુંકમાં જ સૈફને આ અંગે વાત કરી બધુ ફાઇનલ કરશે. મોહિતે એમ પણ જણાવ્યું - હજી તો તેઓ ફિલ્મની વાર્તા લખી રહ્યાં છે. જ્યારે વાર્તા પૂરી થશે, ત્યારે તેઓ સૈફ સાથે વાત કરશે.

mohit-saif

ચર્ચિત ફિલ્મ કલયુગમાં બાળ કલાકાર કુણાલ ખેમુને મુખ્ય ભૂમિકામાં દર્શાવનાર મોહિત સુરીએ સૈફની પસંદગી અંગેના સવાલના જવાબમાં જણાવ્યું - સૈફ એક અદ્ભુત અભિનેતા છે. મેં આ ્ગાઉ કોઈ પણ ખાન અભિનેતા સાથે કામ નથી કર્યું. આ ફિલ્મ સૈફ માટે સર્વશ્રેષ્ઠ છે.

એક બાજુ મોહિત સુરીને ખબર નહીં કેમ એવું સુઝ્યું કે તેઓ સૈફને પોતાની ફિલ્મમાં કાસ્ટ કરે, બીજી બાજુ સૈફને પણ હજી સુધી આ બાબતનો અંદાજો નહિં હોય કે તેમને લઈ પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ લખાઈ રહી છે.

31 વર્ષીટ ફિલ્મ દિગ્દર્શક મોહિત સુરીએ વો લમ્હેં તથા મર્ડર 2 જેવી બહુચર્ચિત ફિલ્મો બનાવી છે. તેમની ફિલ્મ આશિકી 2 પણ ટુંકમાં જ આવનાર છે. મોહિત સુરી બૉલીવુડના જાણીતાં દિગ્દર્શકોમાંના એક છે. મોહિત જો સૈફ માટે કોઈ સ્ક્રિપ્ટ લખતાં હોય, તો સાચે બહેતરીન હશે. સૈફ હાલ પોતાની ફિલ્મ બુલેટ રાજામાં વ્યસ્ત હતાં. તાજેતરમાં જ તેઓ પોતાની ફિલ્મ બુલેટ રાજાનું શૂટિંગ પતાવી મુંબઈ પરત ફર્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X