અભિનેત્રી તનુશ્રી દત્તાના વકીલ સામે છેડતીનો આરોપ, કેસ ફાઈલ
અભિનેત્રી તનુશ્રી દત્તાના વકીલ નિતિન સતપુતે સામે ખેરવાડી પોલિસ સ્ટેશનમાં છેડતીનો કેસ નોધવામાં આવ્યો છે. ફરિયાદકર્તા પણ એક વકીલ છે. તમને જણાવી દઈએ કે હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતા નાના પાટેકર સામે અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલ મી-ટુ આરોપની કાયદાકીય લડત વકીલ નિતિન સતપુતે દ્વારા જ અદાલતમાં લડવામાં આવી રહી છે. મીડિયા સામે પણ તે જ તનુશ્રી તરફથી પોતાની વાતો રજૂ કરતા આવ્યા છે.

તનુશ્રી દત્તાના વકીલ નિતિન સતપુતે સામે છેડતીનો આરોપ
ઉલ્લેખનીય છે કે બોલિવુડના ક્રાંતિવીર નાના પાટેકર પર યૌનશોષણનો ગંભીર આરોપ લગાવનાર અભિનેત્રી તનુશ્રી દત્તા સપ્ટેમ્બર 2019મા વિદેશથી પાછી આવી ગઈ હતી અને તેણે આવતા જ મીડિયાને નિવેદન આપ્યુ હતુ કે તે ચૂપ બેસવાની નથી. યૌનશોષણ લામે તેની આ લડાઈ હજુ પણ ચાલુ જ છે અને જ્યાં સુધી તેને ન્યાય નહિ મળે ત્યાં સુધી તે લડતી રહેશે. થોડા દિવસો પહેલા જ તેણે આ બાબતે મુંબઈ પોલિસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા. હાલમાં પોતાના વકીલ પર લાગેલા આરોપ પર હજુ સુધી તનુશ્રીનુ કોઈ નિવેદન આવ્યુ નથી.

મુંબઈ પોલિસે નાના પાટેકરને આપી છે ક્લીન ચીટ
તમને જણાવી દઈએ કે આ પહેલા અભિનેત્રી તનુશ્રી દત્તા સાથે છેડતી મામલે ગયા વર્ષના જૂનમાં નાના પાટેકરને મોટી રાહત મળી હતી. મુંબઈ પોલિસે તેમને ક્લીનચિટ આપી દીધી છે ત્યારબાદ તનુશ્રી દત્તાએ પીએમ મોદી પાસે ન્યાય માંગ્યો હતો.
આ પણ વાંચોઃ કાલાપાની બૉર્ડરઃ વિદેશ મંત્રાલયે કહ્યુ, નેપાળ માટે નક્શામાં ફેરફારનો સવાલ જ નથી

મોદીજી તમારુ ભ્રષ્ટાચાર મુક્ત ભારતનુ સત્યઃ દત્તા
તનુશ્રી દત્તાએ નિવેદન જારી કરીને નાના પાટેકરના એનજીઓ પર નિશાન સાધ્યુ હતુ. અભિનેત્રીએ કહ્યુ હતુ કે તમને ક્લીન ચિટ મળી ગઈ, આનો અર્થ એ નથી કે તમે નિર્દોષ છો, આ પબ્લિક છે બધુ જાણે છે, તનુશ્રીએ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે મોદીજી, આ છે તમારા ભ્રષ્ટાચાર મુક્ત ભારતનુ સત્ય, તમારા દેશની દીકરી એક ગુનેગાર દ્વારા શોષણ થયુ છે. તેના પર ભીડે હુમલો કર્યો, તેને ન્યાય નથી મળી રહ્યો. તેનુ નામ બદનામ કરવામાં આવી રહ્યુ છે. તેને ધમકીઓ આપવામાં આવી રહી છે. એક યુવતીનુ કરિયર બરબાદ કરી દેવામાં આવે છે. તેને શાંતિથી જીવન જીવન જીવવા માટે દેશ પણ છોડવો પડે છે. તેમછતાં પોલિસકહે છે કે ફરિયાદ ખોટી છે, આ છે તમારુ રામ રાજ્ય, આ છે ન્યાય.