• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pregnant બનતા-બનતા થાકી ગઈ મોના સિંહ, ઝેડ પ્લસમાં લીડ રોલ!

|

મુંબઈ, 30 ઑક્ટોબર : એમએમએસ કાંડ અને વિદ્યુત જામવાલ સાથે સંબંધ ખતમ થયા બાદ ટેલીવિઝન સ્ટાર મોના સિંહ ફરી એક વાર કમબૅક માટે તૈયાર છે. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની આગામી ફિલ્મ ઝેડ પ્લસમાં મોના સિંહ નજરે પડવાના છે. એમ તો મોના અગાઉ પર રજત પટલ પર ચમકી ચુક્યા છે, પરંતુ ઝેડ પ્લસમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે અને કહેવાય છે કે તે ભૂમિકા દમદાર હશે. આપને જણાવી દઇએ કે થોડાક દિવસ અગાઉ મોના સિંહે એક નિવેદનમાં કહ્યુ હતું - હવે હું કોઈ પણ ટાઇપ કાસ્ટ રોલ નહીં કરૂ, હું પ્રેગ્નંટ બનતા-બનતા થાકી ગઈ છું. હકીકતમાં 3 ઈડિયટ્સ બાદ મોના સિંહ પાસે ઑફરો તો ઘણી આવી, પરંતુ તમામ રોલ માનાં હતાં.

ઝેડ પ્લસ ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર પણ રિલીઝ થઈ ગયુ છે. સાહિત્ય અને ઇતિહાસને રૂપેરી પડદે અસરકારક રીતે પિરસવા માટે જાણીતા દ્વિવેદી આ વખતે વ્યંગથી ભરપૂર વાર્તા લઈને આવી રહ્યાં છે.

ઝેડ પ્લસ ફિલ્મની વાર્તા રાજસ્થાનના એક નાનકડા શહેરની છે. આ ફિલ્મ સામાજિક મુદ્દા અંગે રાજકારણ પર કરવામાં આવેલ કટાક્ષ છે કે જે એક સામાન્ય માણસની નજરે બતાવાયું છે. ઝેડ પ્લસમાં લીડ રોલ કરી રહેલ આદિલ હુસૈન ફિલ્મના પોસ્ટરમાં સશક્ત નજરે પડે છે.

આદિલે ઝેડ પ્લસમાં અસલમ પંક્ચરવાલાનો રોલ કર્યો છે કે જેની મુલાકાત દેશના વડાપ્રધાન સાથે થાય છે કે જે પોતાની સરકાર બચાવવાની શક્ય તમામ કોશિશો કરી રહ્યો છે. ખેર, વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ અસલમના જીવનમાં કેવી રીતે, શું અને કેવા પરિવર્તનો આવે છે? તે જ ઝેડ પ્લસનો પ્લૉટ છે. ફિલ્મમાં આદિલ હુસૈન અને મોના સિંહ ઉપરાંત મુકેશ તિવારી, કુલભૂષણ ખરબંદા અને સંજય મિશ્રા પણ છે.

મોના સિંહે ઝેડ પ્લસ ફિલ્મના વખાણ કરતાં જણાવ્યું કે આ ફિલ્મમાં કામ કરવું સ્વપ્ન સાચુ થવા જેવું છે. આ એક ઉમ્દા વ્યંગ્યાત્મક વાર્તા છે કે જેની સાથે લોકો જોડાઈ શકશે. મુકેશ તિવારી કહે છે કે ઝેડ પ્લસમાં તેમનો રોલ પડકારજનક છે.

નોંધનીય છે કે ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ આ અગાઉ 2003માં પિંજર અને 2012માં મોહલ્લા અસ્સી ફિલ્મોનું દિગ્દર્શન કર્યુ હતું. ઝેડ પ્લસની વાર્તા રામકુમાર સિંહે લખી છે, જ્યારે સંગીત સુખવિંદર સિંહ-નાયાબે આપ્યુ છે. મુકુંદ પુરોહિત અને મંદિરા કશ્યપ નિર્મિત ઝેડ પ્લસ આગામી 21મી નવેમ્બરે રિલીઝ થવાની છે.

ચાલો જોઇએ આગામી સમયમાં નાના પડદામાંથી મોટા પડદે આવનાર કલાકારો :

જસ્સી નહીં, ઝેડ પ્લસમાં પણ ધડાકો

જસ્સી નહીં, ઝેડ પ્લસમાં પણ ધડાકો

ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ફિલ્મ ઝેડ પ્લસમાં મોના સિંહ દમદાર રોલમાં નજરે પડશે. જસ્સી જૈસી કોઈ નહીં વડે જાણીતા થયેલ મોનાએ ઝલક દિખલા જા ખિતાબ જીત્યો હતો. ટેલીવિઝનની દુનિયામાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ મોના સિંહ 3 ઈડિયટ્સમાં પણ કામ કરી ચુક્યા છે, પરંતુ હવે ઝેડ પ્લસ સાથે તેઓ લીડ રોલમાં કમબૅક કરી રહ્યા છે.

કપિલની એન્ટ્રી

કપિલની એન્ટ્રી

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ દ્વારા ટેલીવિઝન જગતમાં સફળતાના પરચો ફરકાવનાર કૉમેડિયન કપિલ શર્મા ટુંકમાં જ બૉલીવુડમાં નજરે પડશે. યશ ચોપરાની ત્રણ ફિલ્મોની ડીલ છોડી દેનાર કપિલે અબ્બાસ મસ્તાનની આગામી ફિલ્મ સાઇન કરી છે.

ગુરમીત મચાવશે ધમાલ

ગુરમીત મચાવશે ધમાલ

ટેલીવિઝનના રફ એન્ડ ટફ ડ્યૂડ ગુરમતી ચૌધરી મોટા પડદે એંટ્રી કરવા તૈયાર છે. ગીત સીરિયલ દ્વારા લોકપ્રિય થનાર ગુરમીતે મહેશ ભટ્ટ સાથે 3 ફિલ્મ ડીલ સાઇન કરી છે. હાલ તો ગુરમીત ખામોશિયાં સીરિયલ સાથે મોટા પડદે છવાઈ જવા તૈયાર છે.

વધુ એક 6 પૅક એબ્સ

વધુ એક 6 પૅક એબ્સ

ટેલીવિઝન ઇંડસ્ટ્રીના સલમાન ખાન તરીકે જાણીતા કરણ સિંહ ગ્રોવરને પણ ધમાકેદાર બ્રેક મળ્યું છે. આવનાર ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર હૉટ બિપાશા બાસુ સાથે નજરે પડશે. જોકે કરણ ફિલ્મોમાં સાઇડ રોલમાં દેખાઈ ચુક્યા છે.

ચૉકલેટી ચહેરો

ચૉકલેટી ચહેરો

ટેલીવિઝનનો આ ચકૉલેટી ચહેરો ટુંકમાં જ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર છે. બરુન સોબતી પાસે બૉલીવુડના ઘણા પ્રોજેક્ટ્સ છે. તેમની ફિલ્મ સત્રહ કો શાદી હૈમાં તેમની સાથે જ્હૉન અબ્રાહમ પણ છે.

બંગાળનો જાદૂ

બંગાળનો જાદૂ

બંગાળી બાળા પાયલ સરકાર પણ એન્ટ્રી માટે તૈયાર છે. પોતાના સૌંદર્ય માટે જાણીતા પાયલ પોતાની પહેલી ફિલ્મ ગુડ્ડૂ કી ગનમાં કુણાલ ખેમૂ સાથે નજરે પડશે. પાયલ આઈ લવ યૂ તથા લૅડીઝ સ્પેશિયલ જેવી હિટ સીરિયલો કરી ચુક્યા છે.

અર્જુન બિજલાણી

અર્જુન બિજલાણી

મિલે જબ હમ તુમ ફૅમ અર્જુન બિજલાણી યુવતીઓ વચ્ચે ખાસા ફૅમસ છે. ક્યૂટ ચહેરો અને શાનદાર બૉડી સાથે અર્જુન હો ગયા ડાયરેક્ટ પ્યાર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ફિલ્મમાં રજનીશ દુગ્ગલ અને નિધિ પણ છે.

ડૅશિંગ વિવિયન

ડૅશિંગ વિવિયન

મધુબાલા દ્વારા સૌના દિલો પર રાજ કરનાર વિવિયન હવે દિગ્દર્શક રમેશ સિપ્પીની આગામી ફિલ્મમાં દેખાઈ શકે છે.

ફર્સ્ટ લુક

ફર્સ્ટ લુક

આ છે ઝેડ પ્લસ ફિલ્મનો ફર્સ્ટ લુક કે જેમાં આદિલ હુસૈન દેખાઈ રહ્યા છે.

દમદાર રોલ

દમદાર રોલ

ઝેડ પ્લસમાં લીડ રોલ કરી રહેલ આદિલ હુસૈન ફિલ્મના પોસ્ટરમાં સશક્ત નજરે પડે છે.

ટ્રેલર

માણો ઝેડ પ્લસ ફિલ્મનો ટ્રેલર.

English summary
Mona Singh is back on silver screen with Zed Plus, a film by Chandra Prakash Dwivedi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more