• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : બૉલીવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મો કે જેને લઈને લોકો આતુર છે

|

મુંબઈ, 6 જૂન : વર્ષ 2013 જે રીતે બૉલીવુડ માટે મહત્વનું રહ્યુ હતું, તેવી જ રીતે વર્ષ 2014 પણ બૉલીવુડ માટે અગત્યનું છે. આમ જોવા જઇએ તો અત્યાર સુધી નવા વર્ષમાં એક પણ ફિલ્મ સુપરહિટ કે બ્લૉકબસ્ટર સાબિત થઈ નથી. મોટાભાગની ફિલ્મો સરેરાશ જ રહી છે.

જોકે વર્ષ 2014માં અત્યાર સુધી એટલે કે છેલ્લા પાંચ મહીનામાં 2 સ્ટેટ્સ, ભૂતનાથ રિટર્ન્સ, સિટી લાઇટ્સ અને ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મો રિલીઝ થઈ છે, તો આજે એટલે કે 6ઠી જૂને પણ હૉલીડે, ફગલી અને ફિલ્મિસ્તાન જેવી ફિલ્મો બૉક્સ ઑફિસે પહોંચી છે, પરંતુ 2013માં જે રીતે બૉલીવુડમાં સફળ ફિલ્મોની હારમાળા સર્જાઈ હતી, તેવી હારમાળા અત્યાર સુધી દેખાઈ નથી.

એટલે જ બૉલીવુડને વર્ષ 2014 માટે હિટ ફિલ્મોનો ઇંતેજાર છે. આ વર્ષના પાંચ માસ વીતી ચુક્યાં છે અને હવે જ્યારે સાત મહીના બાકી છે, ત્યારે બૉલીવુડ રાહ જોઈ રહ્યું છે કેટલીક ખાસ ફિલ્મોની અને તેવી ફિલ્મોમાં ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયરનો ખાસ સમાવેશ કરી શકાય છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણે, સોનૂ સૂદ અને બોમન ઈરાની છે.

હૅપ્પી ન્યુ ઈયર ઉપરાંત જે ફિલ્મો મોસ્ટ અવેટેડ ગણી શકાય, તેમાં હૃતિક રોશન તથા કૅટરીના કૈફ અભિનીત બૅંગ બૅંગ અને વિદ્યા બાલન અભિનીત બૉબી જાસૂસનો સમાવેશ કરી શકાય. બૅંગ બૅંગમાં હૃતિક-કૅટ ઝિંદગી ના મિલેગી દોબારા બાદ ફરી જોવા મળશે, તો બૉબી જાસૂસ ફિલ્મમાં વિદ્યાના 12 અવતાર ફિલ્મની યૂએસપી બની રહેશે.

ચાલો તસવીરો સાથે જોઇએ વર્ષ 2014ની મોસ્ટ અવેટેડ બૉલીવુડ ફિલ્મો :

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

દર વર્ષે આપણે સ્ક્રીન ઉપર શાહરુખ ખાનનો એક જાદૂ તો જોવા માંગીએ જ છીએ. ગત વર્ષે ચેન્નઈ એક્સપ્રેસ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર શાહરુખ અને દીપિકાની જોડી હૅપ્પી ન્યુ ઈયર સાથે આ વર્ષે પણ ધમાલ મચાવશે. આ ફિલ્મ 23મી ઑક્ટોબરે દીવાળી પ્રસંગે રિલીઝ થશે.

બૉબી જાસૂસ

બૉબી જાસૂસ

વિદ્યા બાલન પોતાના એંટરટેનમેંટ, એંટરટેનમેંટ અને એંટરટેનમેંટ સાથે કમબૅક કરશે. વિદ્યા બાલનની બૉબી જાસૂસ ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે કે જે મહિલા અને મહિલા જાસૂસ પર આધારિત છે. ફિલ્મમાં વિદ્યા 12 લુક્સમાં દેખાશે.

કિક

કિક

સલમાન ખાનની ચાલુ વર્ષે રિલીઝ થયેલી જય હો ફિલ્મ સુપરફ્લૉપ રહી અને હવે લોકોને તેમની કિક ફિલ્મનો ઇંતેજાર છે કે જેમાં જૅકલીન ફર્નાન્ડીઝ હીરોઇન છે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા દિગ્દર્શિત કરી રહ્યાં છે.

બૅંગ બૅંગ

બૅંગ બૅંગ

લોકો હૃતિક-કૅટરીનાને પડદા ઉપર પુનઃ રોમાંસ કરતા જોવા આતુર છે. બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ પુરજોશમાં ચાલુ છે અને લોકોને આ ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે.

એક્શન જૅક્સન

એક્શન જૅક્સન

નામથી જ સ્પષ્ટ છે કે અજય દેવગણ, સોનાક્ષી સિન્હા અને યામી ગૌતમ અભિનીત અને પ્રભુ દેવા દિગ્દર્શિત ફિલ્મ એક્શન જૅક્સન એક્શન ફિલ્મ હશે. શું મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં આ ફિલ્મના હોવાને બીજા કોઈ કારણ હોઈ શકે? આ ફિલ્મ દીવાળીએ રિલીઝ થવાની છે.

બૉમ્બે વેલ્વેટ

બૉમ્બે વેલ્વેટ

ક્રિસમસે રિલીઝ થનાર બૉમ્બે વેલ્વેટ ફિલ્મમાં અનુષ્કા શર્મા તથા રણબીર કપૂર કંઈક ડિફરંટ કરવા જઈ રહ્યાં છે. બૉમ્બે વેલ્વેટ ઇતિહાસવિદ્ જ્ઞાન પ્રકાશના પુસ્તક મુંબઈ ફૅબલ્સ પર આધારિત છે. ફિલ્મમાં કરમ જૌહર નેગેટિવ રોલમાં છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ ફિલ્મમાં રવીના ટંડન તથા કે કે મેનન પણ છે.

પીકે

પીકે

મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ પીકે પણ મોસ્ટ અવેટેડ ફિલ્મ ગણી શકાય. ફિલ્મમાં અનુષ્કા શર્મા, સંજય દત્ત તથા સુશાંત સિંહ રાજપૂત પણ છે. આ ફિલ્મની ઇંતેજારીનું વધુ એક કારણ આમિર-અનુષ્કા વચ્ચેનું લૉંગેસ્ટ કિસિંગ સીન પણ છે. આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

મૅરી કોમ

મૅરી કોમ

રામ લીલા બાદ સંજય લીલા ભાનુશાળી મૅરી કોમ પર આધારિત ફિલ્મ લઈને આવી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા બૉક્સિંગ ચૅમ્પિયન મૅરી કોમનો રોલ કરી રહ્યાં છે. આ ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થશે.

હમશકલ્સ

હમશકલ્સ

સાજિદ ખાનની સુપર ફ્લૉપ હિમ્મતવાલા બાદ વધુ એક ફિલ્મ હમશકલ્સ આવી રહી છે. અગાઉ હાઉસફુલ જેવી સફળ સિરીઝ આપનાર સાજિદની આ ફિલ્મમાં સૈફ અલી ખાન, રીતેશ દેશમુખ અને રામ કપૂર ત્રણેય ટ્રિપલ રોલમાં છે અને તેથી જ હમશકલ્સ હાસ્યથી ભરપૂર હશે તેમ કહી શકાય છે. આ ફિલ્મ 20મી જૂને રિલીઝ થવાની છે.

ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી

ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી

ટૅલેંટેડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત દિબાકર બૅનર્જીની ફિલ્મ ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષીમાં ટાઇટલ રોલ કરી રહ્યાં છે. શરદેંદુ ઉપાધ્યાય સૃજિત બ્યોમકેશ બક્ષીના પાત્રમાં સુશાંતને જોવા લોકો આતુર છે.

ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીઝ

ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીઝ

દીપિકા પાદુકોણે 2012 તથા 2013માં સુપર હિટ ફિલ્મો આપ્યા બાદ હોમી અડજાણિયા દિગ્દર્શિત ફાઇન્ડિંગ ફૅની ફર્નાન્ડીઝમાં અર્જુન કપૂર સાથે ચમકશે. ફિલ્મનું નિર્માણ સૈફ અલી ખાનની કમ્પની ઇલ્યુમિનટી ફિલ્મ્સ કરી રહી છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ડિમ્પલ કાપડિયા અને પંકજ કપૂર પણ છે. ફિલ્મ પાંચ મિત્રોની વાર્તા પર આધારિત છે. ફિલ્મ 4થી જુલાઈએ રિલીઝ થવાની છે.

સિંઘમ 2

સિંઘમ 2

રોહિત શેટ્ટીની સિંઘમની સિક્વલ સિંઘમ 2નો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરશે. સિંઘમની સફળતા બાદ રોહિતે સિંઘમ 2ની શરુઆત કરી દીધી છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે આ વખતે કરીના કપૂર રોમાંસ કરતાં નજરે પડશે.

English summary
Here is a list of the most talked about and awaited movies of 2014 which you must watch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more