For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૌસમી ચેટર્જીના જમાઈએ કર્યો ખુલાસો, ‘ના દીકરીના અંતિમ સંસ્કારમાં આવ્યા ના તેરમીની પૂજામાં'

અભિનેત્રી મૌસમી ચેટર્જી પર તેમના જમાઈએ ઘણા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે તે પોતાની દીકરીના નિધન બાદ ના તો તેના અંતિમ સંસ્કારમાં શામેલ થયા અને ના તેરમીની પૂજા માટે આવ્યા.

|
Google Oneindia Gujarati News

અભિનેત્રી મૌસમી ચેટર્જી પર તેમના જમાઈએ ઘણા આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યુ કે તે પોતાની દીકરીના નિધન બાદ ના તો તેના અંતિમ સંસ્કારમાં શામેલ થયા અને ના તેરમીની પૂજા માટે આવ્યા. તમને જણાવી દઈએ કે મૌસમી ચેટર્જીની દીકરી પાયલનુ નિધન 13 ડિસેમ્બરે લાંબી બિમારી બાદ થઈ ગયુ હતુ. તે 45 વર્ષની હતી. હવે પાયલના નિધન બાદ તેના પતિ ડિક્કી સિન્હાએ અભિનેત્રી વિશે આ વાતો કહી છે.

તેરમીની પૂજામાં શામેલ ન થઈ મૌસમી

તેરમીની પૂજામાં શામેલ ન થઈ મૌસમી

સ્પૉટબૉય સાથે વાતચીતમાં ડિક્કીએ કહ્યુ કે અભિનેત્રીએ તેરમીની પૂજામાં શામેલ ન થવા અંગે પહેલેથી જ જણાવી દીધુ હતુ. મૌસમી ચેટર્જીના પતિ અને તેમની નાની દીકરી મેઘાને પણ તેમના ન આવવાથી વિચિત્ર લાગી રહ્યુ હતુ. ડિક્કી સિન્હાએ કહ્યુ, ‘હું વાસ્તવમાં આવા લોકોની પરવા ન કરી શકુ. હું જેટલુ કરી શકતો હતો કર્યુ. મે તેના ઈલાજમાં બહુ ખર્ચો કર્યો. હું મારી બહેનના લગ્નમાં કોલકત્તામાં શામેલ ન થઈ શક્યો. મે એ બધુ કર્યો જે કરી શકતો હતો. જો કે નસીબને કંઈક બીજુ જ મંજૂર હતુ.'

દીકરીનો ચહેરો પણ ન જોયો

દીકરીનો ચહેરો પણ ન જોયો

ડિક્કીએ એ પણ કહ્યુ કે પાયલના નિધન બાદ મૌસમીએ પોતાની દીકરીનો ચહેરો પણ ન જોયો. ના તે અંતિમ સંસ્કારમાં શામેલ થયા. તમને જણાવી દઈએ કે ડિક્કી અને પાયલના લગ્ન વર્ષ 2010માં થયા હતા. પાયલ ડાયાબિટીઝથી પીડિત હતી અને તે બે વર્ષ સુધી કોમામાં પણ રહી હતી. સાથે જ મૌસમી ચેટર્જીએ તેના નિધન બાદ કહ્યુ હતુ કે તે પાયલની હેલ્થને અવગણવા અને તેની દવાઓના બિલ ન ભરવા માટે ડિક્કી અને તેના પરિવાર સામે કેસ કરશે.

દીકરીને હોસ્પિટલમાં જોવા ન આવી

દીકરીને હોસ્પિટલમાં જોવા ન આવી

આ અંગે ડિક્કીનુ કહેવુ છે કે પાયલ બિમાર હતી અને ડૉક્ટરોએ અમને તેની ગંભીર હાલત વિશે જણાવી દીધુ હતુ પરંતુ આ દરમિયાન ક્યારેય મૌસમી પોતાની દીકરીને હોસ્પિટલમાં જોવા નથી આવી. જ્યારે તેના પતિ અને દીકરી ઘણીવાર હોસ્પિટલ આવતા હતા.

<strong>આ પણ વાંચોઃ ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 902 પર પહોંચી, 40,000 લોકો આ બીમારીના લપેટામાં</strong>આ પણ વાંચોઃ ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા 902 પર પહોંચી, 40,000 લોકો આ બીમારીના લપેટામાં

English summary
Mousami chaterjee did not attend last rides and 13th day pooja after death of daughter said son in law.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X