MovieReview: ટાઇગર તો ઠીક, નવાઝુદ્દીનને શું થઇ ગયું?

Written By:
Subscribe to Oneindia News

ફિલ્મ: મુન્ના માઇકલ

સ્ટાર કાસ્ટ: ટાઇગર શ્રોફ, નવાઝુદ્દીન સિદ્દીકી, નિધિ અગ્રવાલ, રોનિત રોય

ડાયરેક્ટર: સબ્બીર ખાન

પ્રોડ્યુસર: વીકી રાજાની

લેખક: અમલ કિંગ

પ્લસ પોઇન્ટ: નવાઝુદ્દીન સિદ્દીકીની એક્ટિંગ, ટાઇગરનો ડાન્સ અને એક્શન સિન

માઇનસ પોઇન્ટ: ફિલ્મની વાર્તામાં સૌથી મોટી ખોટ લોજિકની છે, નવાઝુદ્દીન સિદ્દીકીનું ટેલેન્ટ આ ફિલ્મમાં વેસ્ટ ગયું હોય એમ લાગે છે.

કેટલા સ્ટાર: 2

પ્લોટ

પ્લોટ

માઇકલ(રોનિત રોય)ના ડાન્સ સાથે ફિલ્મની શરૂઆત થાય છે, તેને વિશ્વાસ હોય છે કે માઇકલ જેક્સન ક્યારેય નહીં મરે, પરંતુ ડાન્સિંગ ગ્રૂપમાંથી બહાર ફેંકાયા બાદ તેનો આ વિશ્વાસ હલી જાય છે અને ડાન્સના પ્રોફેશન પર પણ તેને ભરોસો નથી રહેતો. દરેક હારેલા આર્ટિસ્ટની માફક તે આલ્કોહોલનો આધાર લે છે. ફિલ્મની વાર્તા ટીપિકલ બોલિવૂડ ફિલ્મની માફક આગળ વધે છે. આ બેરોજગાર દારૂડિયાને કચરાપેટીમાંથી એક બાળક મળે છે, જેનું નામ છે મુન્ના.(ટાઇગર શ્રોફ) મોટો થતાં તે પણ ખૂબ સારો ડાન્સર બને છે અને પૈસા કમાવા મુંબઇથી દિલ્હી પહોંચે છે. અહીં તે મહિન્દર ફુઆજી(નવાઝુદ્દીન સિદ્દીકી)ને ડાન્સ શીખવવાનું કામ કરે છે. બંન્ને વચ્ચે ખાસી ગાઢ મિત્રતા બંધાય છે, એટલામાં એન્ટ્રી થાય છે દીપિકા(નિધિ અગ્રવાલ)ની, જેનું હુલામણું નામ છે ડોલી. ડોલી એક સુંદર ડાન્સર બનવા માંગે છે અને તેના પિતાને પ્રાઉડ ફીલ કરાવવા માંગે છે. જો કે, ફિલ્મમાં ક્યાંય તેના પિતા જોવા નથી મળતાં. ડાન્સર માઇકલ અને ડોન ફુઆજી બંન્ને ડોલીના પ્રેમમાં પડતાં તેમના સંબંધોમાં ખટાશ આવે છે.

ડાયરેક્શન

ડાયરેક્શન

આ ફિલ્મ જૂની ફિલ્મોનું આધુનિક વર્ઝન છે, એમ કહીએ તો ખોટું નહીં ગણાય. ફિલ્મમાં જ્યારે ડાન્સ રિયાલિટી શોનો ટર્ન આવે ત્યારે એવું લાગે છે જાણે, સબ્બીર ખાનને અચાનક ખ્યાલ આવ્યો હશે કે, આ તો 80-90ના દાયકની સ્ટોરી લાગે છે અને વાર્તાને થોડી વધુ કન્ટેમ્પરરી બનાવવા માટે તેમણે આ શો એડ કર્યો છે. ટાઇગર સાથે ડાયરેક્ટરની આ ત્રીજી ફિલ્મ છે અને ટાઇગરને કાસ્ટ કર્યા બાદ તેઓ સ્ટોરી કરતાં વધારે સોંગ્સ, ડાન્સ અને એક્શન સિન પર ધ્યાન આપે છે.

પરફોમન્સ

પરફોમન્સ

ટાઇગર શ્રોફના ડાન્સ મૂવ્સ અને એક્શન સિન શાનદાર છે, પરંતુ એ સિવાય તે કશું ખાસ ઇમ્પ્રસિવ કરી નથી શક્યો. આ વાતનો ખ્યાલ ડાયરેક્ટરને પણ આવ્યો હશે, આથી જ તેમણે એક્ટિંગ એલિમેન્ટ એડ કરવા માટે નવાઝુદ્દીનને કાસ્ટ કર્યો. નવાઝુદ્દીને આવો રોલ પહેલાં ક્યારેય નથી કર્યો અને તેણે પોતાના પાત્ર સાથે ન્યાય કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. આમ છતાં, તેમના પ્રયત્નો કેટલાક અંશે નિષ્ફળ ગયા હોય એમ લાગે છે. નિધિ અગ્રવાલે ખાસ એક્ટિંગ જ નથી કરી એમ કહીએ તો ચાલે, ડાન્સમાં પણ તેણે ટાઇગર પાસેથી ટ્રેનિંગ લેવાની જરૂર છે.

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

ટેક્નિકલ આસ્પેક્ટ, મ્યૂઝિક

હરી કે. વેદાંતમની સિનેમેટોગ્રાફી સુંદર અને કલરફુલ છે, મનન સાગરનું એડિટિંગ પણ સુંદર છે. ડાયલોગ્સમાં ખાસ નવીનતા નથી. 'હીરોપંતી'ની માફક જ અહીં પણ ટાઇગરને એક વનલાઇનર આપવામાં આવ્યો છે, 'મુન્ના ઝગડા નહીં કરતા, સુર્ફ પીટતા હે.' આ ડાયલોગ ઘણે અંશે 'હીરોપંતી'ના ડાયલોગ જેવો જ છે. ફિલ્મના સોંગ્સ ધમાલ-મસ્તીથી ભરપૂર છે, પરંતુ તેમાં કોઇ નવીનતા નથી.

ફિલ્મ જોવી કે નહીં?

ફિલ્મ જોવી કે નહીં?

પોપ સ્ટાર માઇકલ જેક્સનને ટ્રિબ્યુટ આપવા આ ફિલ્મ બનાવી હોય, તો ડાયરેક્ટર પોતાના હેતુમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. ટાઇગર શ્રોફના ડાન્સ મૂવ્સ અને કારણ વગરના એક્શન સિન સિવાય ફિલ્મમાં કંઇ વખાણવા જેવું નથી.

English summary
Munna Michael movie review is here. Directed by Sabbir Khan featuring Tiger Shroff, Nidhhi Agerwal read on to know how the movie is!
Please Wait while comments are loading...