For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Ex Mr.India મનોજ પાટિલે કરી આત્મહત્યાની કોશિશ, એક્ટર સાહિલ ખાન પર લગાવ્યો ઉત્પીડનનો આરોપ

વર્ષ 2016માં મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકેલ બૉડી બિલ્ડર મનોજ પાટિલે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ મુંબઈથી એક મોટા સમાચાર મળી રહ્યા છે, વર્ષ 2016માં મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીતી ચૂકેલ બૉડી બિલ્ડર મનોજ પાટિલે આત્મહત્યા કરવાની કોશિશ કરી છે. બુધવારની રાતે મનોજ પાટિલે ઉંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં મનોજ પાટિલને મુંબઈની કૂપર હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે જ્યાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ તેની હાલત ઘણી ગંભીર છે.

નોજ પાટિલે લખી છે એક સુસાઈડ નોટ

નોજ પાટિલે લખી છે એક સુસાઈડ નોટ

આત્મહત્યા કરતા પહેલા મનોજ પાટિલે એક સુસાઈડ નોટ લખી છે જેમાં તેણે અભિનેતા-ઈન્ફ્લુએન્સર સાહિલ ખાન પર માનસિક રીતે તેનુ ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. આ પત્ર તેણે ઓશિવારા પોલિસ સ્ટેશનને લખ્યો છે અને એટલુ જ નહિ મનોજ પાટિલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ અપલોડ કર્યો છે જેમાં તેણે સાહિલ ખાન પર માનસિક રીતે હેરાન કરવાની વાત કહી છે.

મને બદનામ કરવાની કોશિશ

મને બદનામ કરવાની કોશિશ

મનોજ પાટિલને વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે બે વર્ષથી સાહિલ ખાન તેને હેરાન કરી રહ્યો છે. મારી પાછળ લોકો લગાવ્યા છે અને હેરાન કરવાની કોશિશ કરી રહ્યા છે. મનોજ પાટિલ વીડિયોમાં કહી રહ્યા છે કે સાહિલ ખાનને એ બિલકુલ સહન નથી થતુ કે એક મધ્યમ વર્ગનો યુવક કેવી રીતે આગળ વધી ગયો અને આના કારણે તે મને બદનામ કરવાની કોશિશ કરી રહ્યો છે.

'માનસિક ઉત્પીડન અને બદનામીના કારણે આત્મહત્યા'

જે પત્ર સામે આવ્યો છે તેમાં મનોજ પાટિલે લખ્યુ છે કે, 'તે માનસિક ઉત્પીડન અને બદનામીના કારણે આત્મહત્યાના પગલુ લઈ રહ્યો છે.' તેના પરિવારવાળા કહી રહ્યા છે કે મનોજ પાટિલ મિસ્ટર ઓલિપિંયા માટે કોશિશ કરી રહ્યા હતા અને સાહિલ ખાન પણ તેના માટે ટ્રાય કરી રહ્યા છે, તે આના કારણે મનોજ પાટિલને હેરાન કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર સતત તેના ચરિત્ર પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાલમાં મનોજ પાટિલના પરિવારે સાહિલ ખાન સામે ઓશિવારા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1992માં જન્મેલા મનોજ પાટિલે વર્ષ 2016માં મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો.

English summary
Mr. India contest winner Manoj Patil allegedly tried to self-destruction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X