જેલમાંથી છૂટવા પર આર્યન ખાન કરશે કેદીઓની મદદ, જામીન મળ્યા બાદ આપ્યુ હતુ વચન
મુંબઈઃ હાઈ પ્રોફાઈલ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 27 દિવસથી જેલમાં બંધ બૉલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો દીકરો આજે જામીન પર જેલમાંથી મુક્ત થઈ ગયો છે. શુક્રવારે જામીનનો આદેશ જેલમાં સમયસર ન પહોંચવાના કારણે તે જેલમાંથી બહાર આવી શક્યો નહોતો અને એક દિવસ વધુ જેલમાં વીતાવવી પડી હતી. વળી, શનિવારે પ્રક્રિયા પૂરી થયા બાદ તેને જેલમાં મુક્ત કરી દેવામાં આવ્યો છે. મુંબઈની આર્થર રોડ જેલના અધિકારીએ જણાવ્યુ કે આર્યન ખાનની મુક્તિની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

આજે સવારે આર્યન જેલમાંથી મુક્ત થઈ ગયો.
શનિવારની સવારે અદાલતનો આદેશ મેળવવા માટે જેલનુ બેલ બૉક્સ સવારે 5.30 વાગે ખોલવામાં આવ્યુ હતુ ત્યારબાદ જામીનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. વાસ્તવમાં, શુક્રવારે કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ઑર્ડર નક્કી સમય સીમાની અંદર જેલ અધિકારીઓ સુધી પહોંચી શક્યો નહિ જેના કારણે શાહરુખના દીકરા આર્યન ખાને વધુ એક રાત જેલમાં પસાર કરવી પડી હતી. હવે આજે(શનિવાર) સવારે તે જેલમાંથી મુક્ત થઈ ગયો.

જેલના સાથીઓને આપ્યુ મદદનુ વચન
સમાચારો મુજબ જામીનના સમાચાર સાંભળ્યા બાદ આર્યને જેલના પોતાના સાથીઓને વચન આપ્યુ છે કે બહાર નીકળીને તે તેમની આર્થિક રીતે જેટલી પણ બની શકશે એટલી મદદ કરશે. રિપોર્ટ મુજબ આ વૉર્ડમાં લગભગ 70-80 લોકોની જગ્યા છે પરંતુ હાલમાં અહીં 150-200 લોકો રહે છે. ડ્રગ્સ કેસના બધા આરોપી આ વૉર્ડમાં હતા. આર્યને વૉર્ડના બધા સાથીઓને વચન આપ્યુ છે કે તે તેમને સારા વ્યક્તિ બનાવવા અને તેમનુ જીવન સુધારવામાં તેમની મદદ કરશે.

જેલમાંથી બહાર નીકળીને એક સારો વ્યક્તિ બનશે
ઉલ્લેખનીય છે કે જેલમાં આર્યન ખાનનુ કાઉન્સલિંગ પણ કરવામાં આવ્યુ હતુ. આ કાઉન્સેલિંગ, એનસીબી ઑફિસર સમીર વાનખેડેની હાજરીમાં કરવામાં આવ્યુ. આ દરમિયાન આર્યને સમીર વાનખેડેને વચન આપ્યુ કે તે જેલમાંથી બહાર નીકળીને એક સારો વ્યક્તિ બનશે અને એક દિવસ સમીર વાનખેડેને તેમના પર ગર્વ થશે. આર્યને એ પણ વચન આપ્યુ કે ત્યારબાદ તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે.
Aryan Khan's release procedure has been completed: Mumbai's Arthur Road Jail officials
— ANI (@ANI) October 30, 2021
Visuals from outside the Jail pic.twitter.com/NdpjGKhFRS