For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિકેનિકે પૈસા માંગ્યા તો આદિત્ય પંચોલીએ જાનથી મારવાની ધમકી આપી

આદિત્ય પંચોલીનો મુંબઈ પોલીસ સ્ટેશન સાથે જૂનો સંબંધ છે. આ વખતે આદિત્ય પંચોલી ફરી ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આ વખતે તેમના પર જે આરોપ લાગ્યા છે,

|
Google Oneindia Gujarati News

આદિત્ય પંચોલીનો મુંબઈ પોલીસ સ્ટેશન સાથે જૂનો સંબંધ છે. આ વખતે આદિત્ય પંચોલી ફરી ઘેરાતા જોવા મળી રહ્યા છે અને આ વખતે તેમના પર જે આરોપ લાગ્યા છે, તેને કારણે તેમને નીચું જોવાનો વારો આવ્યો છે. મુંબઈ વર્સોવા પોલીસ સ્ટેશનમાં એક કાર મિકેનિકે આદિત્ય પંચોલી સામે પૈસા નહિ ચૂકવવા અને માંગવા પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ મિકેનિકે આદિત્ય પંચોલી સામે કેસ પણ નોંધાવ્યો છે. પોલીસે હાલમાં આ મામલે તપાસ શરુ કરી છે.

2,82,158 રૂપિયા

2,82,158 રૂપિયા

વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી વિરુદ્ધ કેસ નોંધાવનાર મેકેનિક ઘ્વારા જણાવવામાં આવ્યું કે જયારે તેમને આદિત્ય પંચોલી પાસે કાર રીપેરીંગના બાકી નીકળતા પૈસા માંગ્યા ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. કાર મિકેનિક ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ આદિત્ય પંચોલી પાસે 2,82,158 રૂપિયા માંગે છે.

દિલ્હીથી પાર્ટ્સ મંગાવવામાં આવ્યા

દિલ્હીથી પાર્ટ્સ મંગાવવામાં આવ્યા

એફઆઈઆર રિપોર્ટ અનુસાર કાર મિકેનિક મોસીદ કાદર રાજાપકારે કહ્યું કે માર્ચ 2017 દરમિયાન આદિત્ય પંચોલી તેમની પાસે કાર રીપેર કરાવવા માટે આવ્યા હતા. ત્યારપછી તેમને આખી કાર રીપેર કરીને આપી. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે કાર રીપેર કરવા માટે દિલ્હીથી પાર્ટ્સ મંગાવવામાં આવ્યા હતા. ત્યારપછી સારી કન્ડિશનમાં કાર લઈને પંચોલીએ કહ્યું કે તેઓ પહેલા થોડા દિવસ કાર ચલાવીને જોશે અને ત્યારપછી બિલ આપશે.

વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી સામે ફરિયાદ

વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી સામે ફરિયાદ

રિપોર્ટ અનુસાર ત્યારપછી આદિત્ય પંચોલીએ કાર મિકેનિક મોસીદ કાદરના ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને તેના મેસેજના જવાબ પણ આપવાની બંધ કરી દીધું. ત્યારપછી આખરે મોસીદે વર્સોવા પોલીસ સ્ટેશનમાં આદિત્ય પંચોલી સામે ફરિયાદ નોંધાવી છે.

English summary
Mumbai: Mechanic files case against Aditya Pancholi for not paying bill of car repair
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X