For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ પોલીસે ડિપ્રેશનના નિવેદન પર જબરદસ્તી સહી કરાવીઃ સુશાંતનો પરિવાર

મુંબઈ પોલીસે ડિપ્રેશનના નિવેદન પર જબરદસ્તી સહી કરાવીઃ સુશાંતનો પરિવાર

|
Google Oneindia Gujarati News

સુશાંત સિંહ રાજપૂત કેસમાં હવે પરિવાર જ ફસતો જઈ રહ્યો છે. પરિવારના વકીલ વિકાસ સિંહની પ્રેસ કોન્ફરન્સ બાદ સુશાંતના પિતા અને બહેનોએ મુંબઈ પોલીસમાં આપેલા નિવેદન સામે આવી રહ્યાં છે. આ નિવેદનોમાં બહેનોએ સુશાંત ડિપ્રેશનમાં હોવાનું માન્યું છે.

જ્યારે પરિવારનો દાવો છે કે મુંબઈ પોલીસે તેમની પાસે જબરદસ્તી નિવેદનો પર સહી કરાવી હતી. આખું નિવેદન મરાઠીમાં નોંધેલું હતું જે પરિવારના એકેય સભ્યોની નથી આવડતી.

પોલીસ પર આરોપ લગાવ્યો

પોલીસ પર આરોપ લગાવ્યો

હવે પરિવારના આ આરોપ પર મુંબઈ પોલીસે નિવેદન જાહેર કરતા કહ્યું કે આખું નિવેદન સુશાંત સિંહના જીજા ઓપી સિંહની હાજરીમાં નોંધવામાં આવ્યું હતું. ઓપી સિંહ ખુદ હરિયાણા પોલીસમાં ઑફિસર છે. તેમને પણ નિવેદન નોંધવા કહ્યું પણ તેમણે કહ્યું કે તેમને પ્રશ્ન મેઈલ કરી દેવામાં આવે. આવી કોઈ પ્રોસેસ ઉપલબ્ધ નથી.

જ્યારે રિયાના વકીલ સતીશ માનેશિંદેએ પણ પરિવારના આ આરોપો પર સવાલ ઉઠાવતા કહ્યું કે અઢી મહિનાથી પરિવારે આ વાત પોતાની એકેય ફરિયાદમાં નથી લખી કે પરિવાર પાસેથી જબરદસ્તી સહી કરાવવામાં આવી હતી કે નહિ.

બધાએ નિવેદન આપ્યાં હતાં- મુંબઈ પોલીસ

બધાએ નિવેદન આપ્યાં હતાં- મુંબઈ પોલીસ

મુંબઈ પોલીસના કમિશ્નરે અગાઉ પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું કે સુશાંતના પિતાએ બિહાર પોલીસને પોતાની FIRમાં બીજું સ્ટેટમેન્ટ આપ્યુંછે. તેમણે મુંબઈ પોલીસને જે પહેલું સ્ટેટમેન્ટ આપ્યું હતું તેમાં તેમણે કોઈના પર શક ના હોવાનું સ્પષ્ટ કહ્યું હતું.

પ્રોફેશનના ઝઘડા અને ડિપ્રેશન

પ્રોફેશનના ઝઘડા અને ડિપ્રેશન

મુંબઈ પોલીસના કમિશ્નરે એમ પણ કહ્યું કે કેટલાક લોકોએ પોતાના નિવેદનમાં પ્રોફેશનલ પ્રેશરઅે તેમનો જે માનસિક બીમારીનો ઈલાજ ચાલી રહ્યો હતો તેના કારણે સુસાઈડનો અંદેશો જતો હતો. સૌએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેમને કોઈ પર શક નથી.

જીજાની ફરિયાદ

જીજાની ફરિયાદ

ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીએ સુશાંતના જીજાએ એક વૉટ્સએપ મેસેજ દ્વારા મુંબઈ પોલીસને ચેતવણી આપી હતી કે સુશાંતનો જીવ ખતરામાં છે. તેમણે સ્પષ્ટ રીતે રિયાનું નામ પણ જણાવ્યું હતું. જો કે પરિવાર ઈચ્છતો હતો કે આ મામલો અનૌપચારિક રીતે ઉકેલવામાં આવે.

ફરિયાદ વિના કંઈ નહિ

ફરિયાદ વિના કંઈ નહિ

પોલીસ અને કેટલાય એક્સપર્ટ્સનું કહેવું છે કે જ્યારે સુશાંતના પરિવારે ફેબ્રુઆરીમાં કોઈ લેખિત ફરિયાદ ના આપી તો પછી તે પોલીસ પર કેવી રીતે આરોપ લગાવી શકે કે કોઈ કાર્યવાહી ના થઈ. લેખિત ફરિયાદ વિના પોલીસ કોઈ પર પણ કાર્યવાહી કેવી રીતે કરી શકે છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટનો આદેશ

જો કાનૂન જોવામાં આવે તો સુપ્રીમ કોર્ટે પણ માન્યું કે કોઈપણ પ્રકારની ફરિયાદ પછી તે ઈમેલ હોય, કે મેસેજ કોઈપણ પ્રકારના ડિજિટલ માધ્યમથી લખવામાં આવી હોય તો તે માન્ય નહિ રહે.

બાદમાં પૂછપરછ કેમ ના કરી

બાદમાં પૂછપરછ કેમ ના કરી

મુંબઈ પોલીસ પર સવાલો ઉઠ્યા હતા કે જો લેખિત ફરિયાદ નહોતી તો પણ મુંબઈ પોલીસ પાસે રિયા વિરુદ્ધ આ બિંદુ પર પૂછપરછ કરવાનું માધ્યમ હતું આ વોટ્સએપ ચેટ. સુશાંતના મોત બાદ રિયા ચક્રવર્તીની આ મુદ્દે કોઈ પૂછપરછ કેમ ના થઈ?

રિયા વિરુદ્ધ પાક્કાં સબુત

રિયા વિરુદ્ધ પાક્કાં સબુત

સુશાંતના મોત બાદ આ વોટ્સએપ ચેટ રિયા વિરુદ્ધ કેસ નોંધવા માટે પૂરતાં હતાં. બાંદ્રા પોલીસના ડીસીપીએ આ વાતચીત કરી હતી. માટે મુંબઈ પોલીસ પાસે રિયા વિરુદ્ધ કેસ કરવાનો અને પૂછપરછ કરવાના ઘણા સબૂત હતા.

જીવ જોખમમાં છે

જીવ જોખમમાં છે

સુશાંતના જીજાએ આ ચેટમાં લખ્યું કે રિયા સુશાંતના સ્ટાફને કાઢી પોતાના ઓખીતાને નોકરીએ રાખી રહી છે. તેની ત્રીજી બહેન જે દિલ્હીમાં વકીલ છે અને હંમેશા તેને મવા જાય છે, ઘણી ચિંતાામાં છે કે સુશાંતે એવા લોકો પાસે પોતાનું જીવન સરેંડર કરી દીધું છે જે લોકો તેની સાથે કપટ કરી રહ્યા છે અને કાબૂમાં કરી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે તેનો જીવ જોખમમાં છે.

મુંબઈ પોલીસની લાપરવાહી

મુંબઈ પોલીસની લાપરવાહી

જે બાદ મુંબઈ પોલીસે કંઈ ના કર્યું. સુશાંત સિંહ રાજપૂતના જીજાએ પોતાના વૉટ્સએપ ચેટમાં સુશાંત અને તેના દોસ્તનો નંબર પણ આપ્યો હતો પરંતુ મુંબઈ પોલીસે કોઈને ફોન કરી પૂછપરછ ના કરી અને 14 જૂને સુશાંત સિંહ રાજપૂત દુનિયા છોડીને ચાલ્યો ગયો.

સુશાંત કેસઃ શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ઘણા રાઝ, રિયાની વધી શકે મુશ્કેલીઓસુશાંત કેસઃ શ્રુતિ મોદીએ CBI સામે ખોલ્યા ઘણા રાઝ, રિયાની વધી શકે મુશ્કેલીઓ

પરિવાર પલટી ગયો છે

પરિવાર પલટી ગયો છે

પરંતુ હવે પરિવારના નિવેદન લીક થઈ ચૂક્યાં છે અને આ નિવેદનોમાં સ્પષ્ટ છે કે સુશાંતના પરિવારને તેની માનસિક બીમારીની ખબર હતી અને વાત ખુદ સુશાંતે તેમને જણાવી હતી. આ નિવેદનો લીક થયા બાદ એમ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું છે રિયાએ પોતાના નિવેદનમાં એકેય જૂઠ નથી બોલ્યાં.

English summary
Mumbai police forcibly signed a statement of depression: Sushant's family
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X